For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે 2015માં શેર્સનું રિટર્ન સોનુ, રિયલ એસ્ટેટ અને એફડીના રિટર્નને મ્હાત કરશે?

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્ટોક માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં બેસ્ટ પરફોર્મન્સ રહ્યું છે. ચાઇના માર્કેટ પછી બીજા નંબરે આવે છે. વર્ષ 2014માં સેન્સેક્સમાં 30 ટકા રિટર્ન મળ્યું હતું. આ તેજી નરેન્દ્ર મોદી સરકારના આગમન બાદ થઇ હતી. અનેક એનાલિસ્ટનું માનવું છે કે વર્ષ 2015માં શેર માર્કેટ 30 ટકા જેટલું ઊંચું રિટર્ન આપશે નહીં. જો કે અહીં ખાસ નોંધવા જેવી બાબત એમ છે કે શેર બજાર આ વર્ષે પણ અન્ય રોકાણ વિકલ્પો કરતા વધારે વળતર આપશે.

શેર્સમાંથી ઊંચું રિટર્ન કેમ મળશે?
સૌથી પહેલું કારણ એ છે કે ઇકોનોમિક ફંડામેન્ટલ્સ સુધર્યા છે. બ્રેન્ટ ક્રુડ ઓઇલની કિંમતો 110 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 58 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે. તેનો અર્થ એ છે કે ભારતમાં ફુગાવો ઘટશે. વર્તમાન સમયમાં ભારતમાં ડબલ્યુપીઆઇ ફુગાવો શૂન્ય થઇ ગયો છે.

stock-markets-1

જો ફુગાવો સતત નીચો રહેશે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજદરમાં ઘટાડો કરશે. જ્યારે પણ વ્યાજદર ઘટે છે ત્યારે કોર્પોરેટ નફો વધે છે. જેના કારણે આર્થિક વૃદ્ધિ અને રોકાણ વધે છે. જેથી સીધી કે આડકતરી રીતે ક્રુડના ભાવમાં ઘટાડો અર્થતંત્ર માટે ફાયદાકારી છે.

બીજી મહત્વની બાબત નરેન્દ્ર મોદી સરકાર અને તેના નિર્ણયો છે. સરકારે આર્થિક સુધારણા માટે ઘણા પગલાં લીધા છે. જેમાં જીએસટી બિલ રાજ્યસભામાં પસાર કરાવવું સૌથી મોટો પડકાર છે.

આ ઉપરાંત આગામી બે મહિનામાં બજેટ પણ રજૂ થવાનું છે. ઉદ્યોગ ગૃહો બજેટ પર મોટો મદાર રાખીને બેઠા છે. જેના કારણે સ્ટોક્સમાં તેજી જોવા મળી શકે છે. આ ઉપરાંત અન્ય ફંડામેન્ટલ્સ પણ મજબૂત થઇ રહ્યા હોવાથી ભારતીય ઉદ્યોગ જગતને ફાયદો થશે એમ માનવામાં આવે છે. જેની સીધી અને પોઝિટિવ અસર સ્ટોક માર્કેટમાં જોવા મળશે.

ફિક્સડ ડિપોઝિટ્સનું આકર્ષણ કેમ ઘટશે?
આ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો જાહેર કરવાની છે. જેના પગલે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદરમાં ઘટાડો થશે. જેના કારણે ફિક્સ્ડ ડિપોઝિટ્સનું આકર્ષણ ઘટશે.

સોનામાં કેમ ઓછું વળતર?
સોનામાં ત્યારે જ તેજી આવે છે, જ્યારે વૈશ્વિક આર્થિક કટોકટી કે રાજકીય કટોકટીને કારણે શેરબજારમાં ઉથલપાથલ સર્જાય. આ વર્ષે એવા કોઇ સંજોગો દેખાતા નથી. જેના કારણે સોનાની કિંમતોમાં ધરખમ વધારો થાય અને વધારે વળતર મળે.

English summary
Why returns from shares could beat gold, real estate and FDs in 2015?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X