
પ્રોવિડન્ડ ફંડના સબસ્ક્રાઇબર્સે UAN વિશે આટલું જાણવું જરૂરી
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે વિવિધ રોજગારદાતા સંસ્થાનોને આદેશ કર્યો છે કે પ્રોવિડન્ડ ફંડ (પીએફ - PF) કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ (ઇપીએફ - EPF)ના સબસ્ક્રાઇબર્સ કે જેઓ પીએફ એક્ટનો એક ભાગ છે તેમને યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન (UAN)ની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
યુનિવર્સલ એકાઉન્ટ નંબર મળવાથી પ્રોવિડન્ડ ફંડના દાવાઓ અને ઇપીએફ વિડ્રોઅલ્સની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. આ નંબરની મદદથી ઇપીએફ જમા કરાવતી વ્યક્તિઓ પોતાનું પીએફ સ્ટેટસ પણ જાણી શકશે.
UAN નંબર શા માટે જરૂરી છે અને તેનાથી અન્ય કયા લાભ થશે તે જાણવા આગળ ક્લિક કરો...

પરિવર્તનક્ષમતા અત્યંત ઝડપી
અત્યાર સુધી આપ જેટલી વાર જોબ ચેન્જ કરો છો તેન સાથે ઇપીએફ એકાઉન્ટ બદલવાની કંટાળાજનક પ્રક્રિયા હાથ ધરવી પડે છે. જૂના ખાતાની વિગતો નવી સંસ્થાને આપવી પડે છે. જેમાં આપની અન્ય વિગતો પણ હોય છે જે આપવી અનેકવાર અગમ્ય હોય છે.
યુનિવર્સલ એકાઉન્ટ નંબર મળ્યા બાદ આ જ નંબર દરેક સંસ્થામાં કામ લાગશે. આ નંબર આપ નિવૃત્ત થશો ત્યાં સુધી કામ કરશે.

UANનો ઉદ્દેશ્ય
કર્મચારીઓને UAN નંબર આપવાનો મુખ્ય હેતુ એકથી વધારે ઓળખ નંબરથી દૂર રહેવાનો છે. આ નંબર દરેક સંસ્થામાં એકનો એક જ રહે છે. બદલાતો નથી. તેની મદદથી પીએફ બેલેન્સ ચેક કરી શકાય છે.

નંબળ ફાળવી દીધો હોય ત્યારે શું?
જો કોિ વ્યક્તિને UAN નંબર મળી ગયો હોય તો તે જ્યારે પણ નવી સંસ્થામાં જોડાશે ત્યારે તેણે આ નંબર આપવાનો રહેશે.

UANનો હેતુ
UAN અમલી બનાવવાનો મૂળ હેતુ કેવાયસીની વિગતો માટે એમ્પ્લોયર પર આધારિત રહેવું પડશે નહીં. જેના કારણે સેવાની ગુણવત્તા સુધરશે. કેવાયસીની વિગતોમાં મેમ્બર્સ આઇડીને બદલે યુએએન નંબર આપવાથી નવી પદ્ધતિથી કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો બને છે.

એમ્પ્લોયર્સે કાર્યવાહી શરૂ કરી
વિવિધ એમ્પ્લોયર્સે પોતાના કર્મચારીઓને જરૂરી વિગતો ભરવા માટેના ફોર્મ મોકલી આપ્યા છે. આ ફોર્મમાં કર્મચારીનું નામ, પાન નંબર વગેરે જેવી વિગતો હોય છે. કર્મચારી આ ફોર્મ એમ્પ્લોયર્સને પરત આપશે ત્યાપ બાદ UAN એલોટમેન્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

મદદ કે સલાહ ક્યાંથી મેળવવી
UAN નંબર સંદર્ભમાં કોઇ પણ મદદ કે સલાહ મેળવવા માટે કર્મચારીઓ હેલ્પલાઇન નંબર કે ટોલ ફ્રી નંબર 1800-118-005 પર કોલ કરી શકે છે.