For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ (ITRV) શા માટે સ્પીડ પોસ્ટથી મોકલવું જોઇએ?

|
Google Oneindia Gujarati News

જુલાઇ મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આ કારણે વાર્ષિક રૂપિયા 5 લાખથી વધારે આવક ધરાવતી વ્યક્તિઓએ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. ઇ રિટર્ન ફાઇલ કર્યા બાદ આપે ITR V હાર્ડ કોપી અથવા તો પેપર કોપી જે વાસ્તવમાં સ્વીકૃતિ પહોંચ છે. આ એક્નોલોજ ફોર્મને બેંગલોરમાં આવેલી ઇન્કમ ટેક્સ વિભાગના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં મોકલવાનું હોય છે. આ માટે સરકાર દ્વારા માત્ર પોસ્ટ અને સ્પીડ પોસ્ટને જ મંજૂરી આપી છે. આ દસ્તાવેજ કુરિયર દ્વારા મોકલી શકાતો નથી.

અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમના ક્લાયન્ટ્સ વતી ITR V ફોર્મ પોસ્ટ કરતા હોય છે. આવા સમયે પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા ITR V ફોર્મમાં કશું જ અયોગ્ય નથી. પરંતુ ક્યારેક આ ફોર્મ રિસિવ ના થયું તો? જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને સ્વીકારવામાં આવતું નથી તો આપે ફરીથી સાઇન કરીને તેને મોકલવાનું રહે છે. આ કારણે તમારા રિફન્ડ મેળવવાની પ્રક્રિયામાં સમયનો દુરુપયોગ થવા સાથે વિલંબ પણ થાય છે.

tax-filling-2

વળી કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે એક વર્ષ પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા એમ કહે છે કે તેમને મળ્યું નથી. તો આપને કેટલો આંચકો લાગી શકે છે તે આપ સારી રીતે સમજી શકો છો. આવા સમયે આપે રિફન્ડ મેળવવાનું ના હોયો તો બહુ વાંધો આવતો નથી, પરંતુ જો આપે રિફન્ડ મેળવવાનું હોય તો કેટલો બધો વિલંબ થયો તે સમજી શકાય છે.

આ કારણે શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે આપ ITR V ફોર્મ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપો. તેના કારણે આપ એટલી તો ખાતરી મેળવી જ શકશો કે આપનું ફોર્મ રસ્તામાં ગુમ થયું નથી અને નિયત સ્થળે પહોંચી ગયું છે. અહીં મહત્વની બાબત એ પણ છે કે ઇ રિટર્ન ફાઇલ કર્યા બાદ આ ફોર્મ 120 દિવસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મળી જાય એ જરૂરી છે. ત્યાર બાદ ઇન્કમ ટેક્સ વિભાગ તેની સ્વીકૃતિ આપતા ચાર સપ્તાહ જેટલો સમય લેશે.

આપની સુવિધાને ધ્યાનમાં રાખીને ITR V ફોર્મ બેંગલોરમાં કયા સરનામે મોકલવાનું છે તે અહીં આપી રહ્યા છે તે નોંધી લેશો.

Post Bag No.1, Electronic City Post Office, Bengaluru-560100 (Karnataka).

અહીં બીજી એક ખાસ વાત યાદ રાખજો કે આપે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દીધું હોય તો વાંધો નથી. જો ફાઇલ કર્યું ના હોય તો ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ, 2014 છે.

English summary
Why you should send your Income Tax Return (ITRV) form by speed post?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X