For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જ્ઞાન સંગમ' બેંકિંગ ક્ષેત્ર માટે નક્કર પગલાં ઘડી શકશે ખરો?

|
Google Oneindia Gujarati News

પુના, 2 જાન્યુઆરી : પુનામાં બે દિવસનો જ્ઞાન સંગમ શરૂ થઇ ચૂક્યો છે. દિગ્ગ્જ બેંકર, નાણા મંત્રાલય અને આરબીઆઇની અગ્રણી અધિકારીઓ વચ્ચે વાતચીત શરૂ થિ ગઇ છે. નાણાપ્રધાન અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં સામેલ થવાના છે. જ્ઞાન સંગમનો મુખ્ય હેતુ બેંકિંગ સેક્ટરમાં રિફોર્મ લાવવાની સાથે તેમને આવનારા પડકારો માટે તૈયાર કરવાનો પણ છે.

આ જ્ઞાન સંગમમાં પીએસયુ બેંકો પર ખાસ ફોકસ કરવામાં આવશે. મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ જ્ઞાન સંગમ યોજવાને કારણે બેંકિંગ સેક્ટરમાં સુધાર લાવવા માટેના નક્કર પગલાંઓ લેવા અંગે એકમત સાધી શકાશે ખરો? વર્તમાન સમયમાં બેંકોની મુખ્ય ચિંતા તેમના ડૂબેલા પૈસાની રિકવરી અને ઇન્ડસ્ટ્રીને લોનની જરૂરિયાત અંગે શું નક્કર ફળશ્રુતિ નીકળીને આવે છે તે જોવાનું રહેશે.આ સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં બેંકોની ભૂમિકા કેટલી રહેશે? અહીં આ જ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

bank-2

જ્ઞાન સંગમનો હેતુ બેંકોનું કોન્સોલિડેશન અને રિસ્ટ્રક્ચરિંગ કરવાની પદ્ધતિઓ શોધવાનું છે. આ સાથે ડૂબતા દેવા અને દેવા પરના જોખમને ઘટાડવાની યોજના બનાવવાનું છે. બેંકો માટે માનવ સંસાધન સાથે સંકળાયેલી સમસ્યાઓ છે, જેમાં કર્મચારીઓની ટ્રેઇનિંગ સંબંધિત બાબતો અંગે કાર્યયોજના બનાવવી, બેંકિંગમાં ગ્લોબલ ટેકનોલોજીને સામેલ કરવી, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાને આગળ ધપાવવી, પ્રાથમિકતાવાળા સેક્ટરને દેવું આપવું અને વ્યાજમાં છૂટ આપવા અંગે વિચાર કરવો, જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાને સક્રિયા રાખવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

આજે બેંકિંગ સેક્ટર સામે અનેક પડકારો છે. જેમાં બેંકોના ડૂબેલા નાણાની રિકવરી, નવું મૂડી રોકાણ અને બેંકોનું મર્જર શામેલ છે. બેંકો સામે એક મોટો પડકાર વૃદ્ધિની ઝડપ વધારવાનો છે. ઘણા દિવસથી પીએસયુ બેંકોમાં સરકારની ભાગીદારી ઘટાડવા અને બેંકો અને આર્થિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવાની વાત કરવામાં આવી રહી છે. આ મુદ્દે પણ મહત્વનો અને અસરદાર નિર્ણય લેવો મહત્વની બાબત છે.

બેંકોનું એનપીએ પણ મોટી ચિંતાનો વિષય છે. નાણાકીય વર્ષ 2013-14માં કુલ એનપીએ 2.40 લાખ કરોડ રૂપિયા રહ્યો. જેમાં સરકારી બેંકોનો એનપીએ 2.16 લાખ કરોડ રૂપિયા હતો, જ્યારે ખાનગી બેંકોનો એનપીએ 22,738 કરોડ રૂપિયા હતો.

English summary
Will Gyan Sangam in Pune come out with concrete steps for banking sector reform?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X