• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૂંક સમયમાં નવા ફીચર્સ સાથે નેનો રજૂ કરાશે : રતન ટાટા

|

મુંબઇ, 17 ડિસેમ્બર : ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાએ જણાવ્યું છે કે દુનિયાની સૌથી સસ્તી કારને નવી ફીચર્સ સાથે રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એક મુલાકાત દરમિયાન રતન ટાટાએ આમ જણાવ્યું છે. તેમણે વધારે જણાવ્યું કે આ કારના માર્કેટિંગ માટે અમારે જેટલી તૈયારી કરવી જોઇતી હતી તેટલી કરી શક્યા ન હતા. મારી ધારણા મુજબ નેનો જેટલી ગાજી એટલી વરસી નહીં તેના પાછળનું આ એક મુખ્ય કારણ છે.

તેમણે એમ પણ જણાવ્યું કે દુનિયાની સૌથી સસ્તી કાર નેનોનું વેચાણ ધાર્યાં જેટલું થયું નહીં એ પાછળના તેમના કારણોમાં કારખાનું અન્યત્ર ખસેડવાનો મુદ્દો, પ્રચાર અભિયાન, ડીલરશિપ નેટવર્ક નબળું હોવું પણ છે.

આ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે કે નહીં તે અંગે તેમણે જણાવ્યું કે અમે અત્યારે તમામ સમસ્યાઓના ઉકેલ પર કામ કરી રહ્યા છે. મને આશા છે કે અમે સફળ રહીશું. નેનોને લોન્ચ થયે ચાર વર્ષ થયા છે. હવે તેમાં તાજગી ભરવાની જરૂર છે. અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.

English summary
Will launch all new Neno soon : Ratan Tata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X