For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું Gold Rate ફરીથી 45000 સુધી ગગડશે? જાણો ડિટેલ

શું Gold Rate ફરીથી 45000 સુધી ગગડશે? જાણો ડિટેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો સારો મોકો છે. કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ગિરાવટ જોવા મળી. સોનાની કિંમતમાં આવેલી ગિરાવટે હલચલ મચાવી દીધી છે. મહામારી સંક્રમણ રોકવા માટે રસી બનાવવાના સમાચારથી સોના અને ચાંદીની કિંમતમાં ગિરાવટ જોવા મળી છે. પરંતુ જો મહામારીનો કહેર વધ્યો તો સોના-ચાંદીના ભાવમાં ફરીથી તેજી જોવા મળશે.

45000 રૂપિયા સુધી ગગડી શકે ભાવ

45000 રૂપિયા સુધી ગગડી શકે ભાવ

જ્યારે રોકાણ માટે જોખમના સમયમાં સોનાને સારો વિકલ્પ માનવામાં આવે છે. એવામાં રોકાણકારોએ સોનામાં બહુ પૈસા લગાવ્યા, પરંતુ હવે કિંમતમાં ગિરાવટ આવી રહી છે. જો કે હાલના હાલાતોને જોતાં નિષ્ણાંતોનું કહેવું છે કે જો નવા વર્ષ સુધી વેક્સીન લૉન્ચ થઈ જાય છે તો સોનાની કિંમત 45000 રૂપિયા સુધી ગગડી શકે છે. મજબૂત થતા અમેરિકી ડૉલર અને કોવિડ 19 વેક્સીનના સમાચારો વચ્ચે સોના-ચાંદી સસ્તા થયા છે. જ્યારે રોકાણકારો હવે ગોલ્ડ ઈટીએફમાં પણ ખાસ રસ નથી લઈ રહ્યા.

સોનું ઑલ ટાઈમ હાઈ રેટથી 5847 રૂપિયા સસ્તું થયું

સોનું ઑલ ટાઈમ હાઈ રેટથી 5847 રૂપિયા સસ્તું થયું

સોનું પોતાના ઑલ ટાઈમ હાઈથી અત્યાર સુધીમાં પ્રતિ 10 ગ્રામે 5847 રૂપિયા સુધી સસ્તુ થઈ ચૂક્યું છે. તમને યાદ અપાવી દઈએ કે 7 ઓગસ્ટના પોતાના ઉચ્ચ શિખરથી 13981 રૂપિયા ટૂટી ચૂક્યો છે. 7 ઓગસ્ટે સોની બજારમાં સોનું 56254 રૂપિયા પર ખુલ્યું હતું. જે પોતાના સર્વોચ્ચ શિખર પર હતું, જ્યારે ચાંદી 76008 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટરનું કહેવું છે કે જો વેક્સીન આવી પણ જાય છે તો માર્કેટ તેના પર ડિસ્કાઉંટ કરી ચૂક્યા છે. ગોલ્ડમાં તેજીનું કારણ મંદીનો ખતરો છે, વેક્સીનનો પ્રભાવ ઓછો છે.

સોનામાં રોકાણ ફાયદાની ડીલ

સોનામાં રોકાણ ફાયદાની ડીલ

સેંસેક્સ એક નવા રેકોર્ડ પર છે, પરંતુ પાછલી દિવાળી અને આ દિવાળીમાં ઘણો ફરક છે. વેક્સીન બન્યા બાદ તે ડિસ્ટ્રીબ્યૂટ થવામાં ઘણો સમય લાગશે, એવામાં કહેવું ઠીક નથી કે સોનાના ભાવ 45000 સુધી આવી જશે. જ્યારે એંજલ બ્રોકિંગના ડેપ્યૂટી વાઈસ પ્રેસિડેન્ટનું કહેવું છે કે કોરોનાની રસીને લઈ આવી રહેલ સકારાત્મક સમાચારોથી સોનાના ભાવ વૈશ્વિક સ્તરે ગગડી રહ્યા છે. છતાં હાલના નિચલા સ્તરને જોતાં સોનું આગલા એક વર્ષમાં 57 હજારથી 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તેમનું કહેવું છે કે લાંબી અવધીમાં સોનામાં રોકાણ કરવું ફાયદાની ડીલ છે.

વોકલ ફૉર લોકલ અભિયાનની અસર, ખાદી સેલમાં થયો રેકોર્ડ વધારોવોકલ ફૉર લોકલ અભિયાનની અસર, ખાદી સેલમાં થયો રેકોર્ડ વધારો

English summary
Will the Gold Rate fall to 45000 again? Learn the details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X