India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેનબક્સી બાદ હવે વૉકહાર્ટની મુશ્કેલી વધી

|
Google Oneindia Gujarati News
મુંબઇ, 25 મે : દેશની ફાર્માસ્યુટિકલ કંપનીઓ માથે ગ્રહણ લાગ્યું છે. પાછલા કેટલાય સમયથી રેનબેકસી કંપની વિવાદોમાં સપડાયા બાદ વોકહાર્ટ કંપની પણ હવે મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વોકહાર્ટના ઔરંગાબાદના પ્લાન્ટમાં ઉત્પાદિત થયેલ વિવિધ પ્રોડકટની યુએસમાં નિકાસ પર પ્રતિબંધ મુકયો છે. યુએસના ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી(એફડીએ)એ આ પ્લાન્ટમાં ઉત્પાદિત થયેલી દવાઓની ગુણવત્તા અંગે ઈમ્પોર્ટ એલર્ટનું સર્ટિફિકેટ ઈસ્યુ કર્યું છે. જેના પગલે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ફટકો લાગ્યો છે.

નોંધનીય છે કે યુએસ એફડીએ પ્લાન્ટ ખાતે ઉત્પાદિત દવાની ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી છે અને તે યુએસ માર્કેટમાં આવી દવાનું વેચાણ બંધ કરવા માગે ત્યારે ઈમ્પોર્ટ એલર્ટ ઈસ્યુ કરવામાં આવે છે. પાછલા સપ્તાહે ભારતીય ફાર્માસ્યુટિકલ સેકટરની અગ્રણી કંપની રેનબેકસી પણ છેતરપિંડી તથા ભેળસેળના ક્રિમિનલ ચાર્જિસમાં ભૂલો સ્વીકારી યુએસ કાયદા ખાતા સાથે 50 કરોડ ડોલરમાં પતાવટ કરવા સહમતિ થઈ હતી. કંપનીએ સ્વીકાર્યું હતું કે ઉત્પાદનમાં ભેળસેળ થઈ હતી.

ભારતમાંથી યુએસમાં મોટા પ્રમાણમાં દવાઓની નિકાસ થાય છે. રેનબેકસી, વોકહાર્ટ, સન ફાર્મા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેનેરિક દવાઓની યુએસમાં મોટા પ્રમાણમાં નિકાસ કરે છે. યુએસ એફડીએના આવા વલણને લઈને ફાર્માસ્યુટિકલ સેકટરના અગ્રણીઓએ ચિંતા વ્યકત કરી છે. દરમિયાન એફડીઆઈની નીતિને લઈને વોકહાર્ટ કંપનીના શેરમાં પણ નરમાઈ જોવા મળી છે. નોંધનીય છે કે પાછલા 12 મહિનામાં આ શેરમાં 700 ટકાનો ઉછાળો નોંધાયો હતો. હવે આગામી સમયમાં તેના શેર પર આ મુશ્કેલીની અસર જોવા મળશે.

English summary
Wockhardt in trouble after Ranbaxy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X