For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.4 ટકા રહેવાનો અંદાજ : વર્લ્ડ બેંક

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં ઉદઘાટન સત્રમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિંમ યોગ કિમે ભારત માટે વર્ષ 2015માં આર્થિક વૃદ્ધિદર 6.4 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું.

જિમ યોગ કિમે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની NDA સરકારે લીધેલાં પગલાંને કારણે આગામી વર્ષથી તેમા વધુ સુધારો આવશે. વર્લ્ડ બેન્ક વાઈબ્રન્ટ ભારત માટે આશાવાદી છે. વિશ્વભરના અર્થતંત્રમાં ભારત એક ઉજ્જવળ સ્થાન તરીકે ઉભરશે તેવી અમને આશા છે.

અમે ચાલુ વર્ષે (2015માં) ભારતનું અર્થતંત્ર 6.4 ટકાનો વૃદ્ધિદર નોંધાવે તેવી આશા રાખી રહ્યા છીએ અને પછીના વર્ષે તેમા વધુ ગતિ જોવા મળશે.

world-bank-india-map-1

છેલ્લા બે નાણાકીય વર્ષો દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર 5 ટકા કરતાં નીચી સપાટીએ રહ્યા બાદ બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં તે અનુક્રમે 5.7 ટકા અને 5.3 ટકા નોંધાયા બાદ ભારતના અર્થતંત્રમાં સુધારાનો સંકેત મળ્યો છે.

વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર ખુબ ઝડપી ગતિએ વિકાસની રૂપરેખા ઘડી રહી છે. આ ઉપરાંત તેઓ દેશના નિયમનકારી માળખાને સુવ્યવસ્થિત બનાવવા સાથે સામાજિક સમાવેશિતાને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના બંધારણીય સુધારાની પ્રશંસા કરી હતી. આ સાથે ભારતમાં બિઝનેસ કરવાનું હવે વધુ સરળ બન્યું છે. GSTને કારણે કોમન માર્કેટ સર્જાશે અને કંપનીઓનો લોજિસ્ટિક ખર્ચો પણ ઘટશે.

English summary
World Bank estimates 6.4 percent economic growth in India in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X