For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ઝોલોના વિંડો 8.1 ટેબેલટમાં શું છે ખાસ

|
Google Oneindia Gujarati News

લાવા મોબાઇલની ઝોલો કંપનીએ પોતાનો પહેલો વિંડો 8.1 ટેબલેટ બજારમાં 19,990 રૂપિયામાં લોન્ચ કર્યો છે. ઝોલોએ પોતાના વિંડો 8.1 ટેબલેટની જાહેરાત આ જ વર્ષે સીઆઇએસમાં કરી હતી. મોટો-ઇની જેમ ઝોલોના વિંડો 8.1 ટેબ ઇ કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટમાં એક્સક્લૂસિવ મળશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટમાં ઝોલો વિંડો 8.1 ટેબ ખરીદવા પર એક ઓફર મળશે, જે હેઠળ યુઝરને 1 હજાર રૂપિયા કેશબેક અને બ્લૂટૂથ કીબોર્ડ ખરીદવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

આ ઉપરાંત યુઝર એક્સચેન્જ ઓફરનો લાભ પણ લઇ શકે છે, જો તમે તમારા કોઇપણ જૂના સ્માર્ટફોન, ટેબલેટ અથવા પછી લેપટોપ આપો છો તે તેના બદલામાં તમને 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 1500 રૂપિયાની ફ્રી બૂક મળશે. ફ્લિપકાર્ટનું કહેવું છેકે ઝોલો વિંડો 8.1 ટેબ બૂક કરાવ્યા બાદ 4થી 5 દિવસની અંદર તેને ડિલિવર કરવામાં આવશે, સાથે જ જો યુઝર 90 રૂપિયા વધુ આપે તો વનડે ડિલિવરી એટલે કે એક દિવસમાં પણ વિંડો 8.1 ટેબ મળી શકે છે. ચાલો આ નવા ટેબલેટના ફીચર પર નજર ફેરવીએ.

સ્ક્રીન

સ્ક્રીન

ટેબમાં 10.1 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે જે 1366×768 પિક્સલ રેજોલ્યુશન સપોર્ટ કરે છે.

પ્રોસેસર

પ્રોસેસર

ઝોલોના વિંડો 8.1 ટેબલેટ કંપનીનો પહેલો વિંડો ટેબ છે, જેમાં 8.1 ઓએસ આપવામાં આવ્યું છે. ટેબલેટમાં ડ્યુલકોર એએમડી એ4 ઇલાઇટ મોબિલટી પ્રોસેસર લાગેલું છે, જે 1.0 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ પર રન કરે છે.

રેમ અને મેમરી

રેમ અને મેમરી

1 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને એક્સપાન્ડ કરી શકાય છે.

કેમેરા

કેમેરા

ફોટો કેપ્ચરિંગ માટે વિંડો ટેબમાં 2 મેગા પિક્સલ રિયર અને 1 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

English summary
xolo win windows 8.1 tablet now available rs 19990
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X