Yes Bank: RBIના પ્રતિબંધ પહેલા ખાતાધારકોએ 6 મહિનામાં 18000 કરોડ ઉપાડ્યા
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે રોકડની કમીનો સામનો કરી રહેલી યસ બેંકમાંથી પૈસા કાઢવાની મહત્તમ સીમાને 50 હજાર રૂપિયા નિર્ધારિત કરી દીધી છે. બેંકના ગ્રાહકો એક મહિનામાં 50 હજારથી વધુ નહિ ઉપાડી શકે. જ્યારે બેંકના વાર્ષિક રિપોર્ટ અને રેટિંગ એજન્સીઓ મુજબ 30 સપ્ટેમ્બર 2019ના રોજ બેંકમાં 2,09,497 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા જે 31 માર્ચ 2019 સુધી 2,27,610 કરોડ રૂપિયા હતી. આ રિપોર્ટ મુજબ યસ બેંકના ખાતાધારકોએ પાછલા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 18000 કરોડ રૂપિયા પોતપોતાા અકાઉન્ટ્સમાંથી ઉપાડ્યા હતા.

જમા રાશિમાં 8.64 ટકાની ગિરાવટ
ખાતાધારકો દ્વારા બેંકમાં પૈસા જમા કરાવવામાં 8.64 ટકાની ગિરાવટ નંધાઈ છે. જ્યારે આ અવધિમાં અન્ય બેંકોમાં જમા રાશિમાં 9.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સપ્ટેમ્બર 2019 બાદ યસ બેંકમાંથી ઉપાડમાં વધારો જોવા મળ્યો. બેંકની સમસ્યાને કારણે ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા આવવામાં સમય લાગી રહ્યો છે, માટે સત્તાવાર રીતે ફિગર આવ્યા નથી. સૂત્રો મુજબ સપ્ટેમ્બર 2019 બાદ જમા રાશિમાં 10-12 ટકાની કમી આવી છે.

રાણા કપૂરની ધરપકડ
અગાઉ યસ બેંકના ફાઉન્ડર અને પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર રાણા કપૂરને મની લોન્ડ્રિંગના આરોપમાં રવિવારી ઈડીએ મુંબઈની એક અદાલતમાં હાજર કર્યા હતા. રાણા કપૂર વિરુદ્ધ સીબીઆઈએ કેસ નોંધ્યો છે. તેમની વિરુદ્ધ ક્રિમિનલ કન્સપિરસીનો મામલો નોંધાયેલો છે. સીબીઆઈ અધિકારી આ મામલે દસ્તાવેજ એકઠા કરી રહ્યા છે. ઈડીએ રાણા કપૂર અને તેમના પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. જે બાદ રાણા કપૂરની દીકરી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પર રોકી લેવામાં આવી હતી. તે બ્રિટિશ એરવેજના વિમાનથી લંડન માટે રવાના થનાર હતી.

આરબીઆઈએ ખાતાધારકોને આશ્વસ્ત કર્યા
જણાવી દઈએ કે આરબીઆઈએ યસ બેંકના બોર્ડને તત્કાળ પ્રભાવથી ભંગ કર્યા બાદ 30 દિવસ માટે તેમનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. યસ બેંક સંકટને જોતા રિજર્વ બેંક ઑફ ઈન્ડિયાએ કહ્યું કે ખાતાધારકોની કેટલીક બેંકોમાં જમા રાશિની સુરક્ષાને લઈ ચિંતા જતાવવામાં આવી છે. આ બધી ચિંતાઓ દોષપૂર્ણ વિશ્લેષણો પર આધારિત છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આરબીઆઈ બધી જ બેંકોની દેખરેખ રાખે છે. માટે તમામ ખાતાધારકો અને જમાકર્તાઓને આશ્વસ્ત કરે છે કે તેમના કોઈપણ બેંકમાં જમા ધનની સુરક્ષાને લઈ ચિંતા કરવાની જરૂરત નથી.