માત્ર થોડા રૂપિયા માટે તમારી ઈન્ટરનેટ પ્રોફાઈલ વેચાઈ રહી છે
આજના સમયમાં મોટા ભાગના લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા સાઇટ પર આપણે ઘણા પ્રકારની માહિતી પોસ્ટ કરીએ છીએ. ઘણા લોકોએ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી વિશેની માહિતી પણ આપી છે પરંતુ તમે જાણીને આશ્ચર્ય પામશો કે ઇન્ટરનેટ પર આવી તમારી ઘણી વ્યક્તિગત માહિતી માત્ર 140 રૂપિયામાં વેચાઈ રહી છે. લોકોની એક દિવસની ખાનગી માહિતી 140 રૂપિયા અને ત્રણ મહિનાની માહિતી 4,900 રૂપિયાની કિંમતે વેચાઈ રહી છે. તમારી માહિતી ખરીદવા માટે, ડાર્ક વેબમાં બિટક્વાઇન, લાઈટક્વાઇન જેવી ક્રીપ્ટોકરેંસીમાં પેમેન્ટ કરવામાં આવે છે.
હકીકતમાં, ઇન્ટરનેટનો ડાર્કવેબ ઇન્ટરનેટનો એક ખૂણો છે, જેમાં તમામ ગેરકાયદેસર કાર્યો કરવામાં આવે છે, જેના કરવા પર પ્રતિબંધ છે. ડાર્ક વેબમાં સામાન્ય માણસ સરળતાથી જઈ શકતો નથી. ડાર્ક વેબમાં, લોકો ટોર બ્રાઉઝર જેવા સૉફ્ટવેર દ્વારા જાય છે.
પરંતુ, જ્યારે તમારા ફોન પર કોઈ પણ પ્રકારની કંપનીના ફોન આવે છે અથવા તો તમારા ઈ-મેલ આઈડી પર ઈ-મેલ આવે છે, તો તમે તેના વિશે વિચારતા નથી કે તે કંપની પાસે તમારો ફોન નંબર અને ઈ-મેઈલ આઈડી કઈ રીતે પહોંચ્યું, પરંતુ સત્ય એ છે કે જે 140 વેચવામાં આવી રહેલી તમારી ખાનગી માહિતીનો ઉપયોગ આ કામ માટે કરે છે. ડાર્ક વેબ અથવા હેકરો પાસેથી તમારી વ્યક્તિગત માહિતી માર્કેટિંગ કંપનીઓ ખરીદે છે અને જાહેરાત માટે તેનો ઉપયોગ કરે છે.
હેકરો હેકિંગ માટે પણ ઉપયોગ કરે છે
જણાવી દઈએ કે માર્કેટિંગ ઉપરાંત તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ હેકરો હેકિંગ માટે કરે છે. તમારા ફોન નંબર, પ્રોફાઇલ ફોટો, ઈ-મેલ આઈડી દ્વારા તેઓ તમને સતત ટ્રેક કરે છે અને તમારા સ્વભાવ વિશેની માહિતી એકત્રિત કરે છે. એ વાત ધ્યાનમાં રાખો કે સોશિયલ મીડિયા એકાઉન્ટ અને જીમેઇલ એકાઉન્ટનો પાસવર્ડ એક જ રાખો છો તો, આજે જ તમારો પાસવર્ડ બદલો. આનો ફાયદો એ છે કે કેટલાક કારણોસર જો તમારા ફેસબુકનો પાસવર્ડ હેકરો પાસે જતો પણ રહે છે, તો તેનાથી તમારા બીજા એકાઉન્ટ હેક થવાનો કોઈ ભય રહેશે નહીં.