National Help Line Number
+91-11-23978046
Toll Free No: 1075

ભારતમાં કરોનાવાયરસને કારણે યાત્રા પ્રતિબંધ

Oneindia
આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      જો નેગેટિવ ટેસ્ટ આવશે તો તમને ઘરે જવા દેવામાં આવશે. લક્ષણયુક્ત પેસેન્જરને કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેટ કરવામાં આવશે.
    આંધ્રપ્રદેશ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      કોઈ પ્રતિબંધ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      તમારે https://www.spandana.ap.gov.in/online_user પર એનરોલ થવું પડશે. રાજ્યમાં પ્રવેશતી વખતે બધાનું સ્ક્રિનિંગ થશે અને જો નેગેટિવ જણાવ તો પણ હોમ ક્વોરેન્ટાઇનમાં જવું પડશે. જો તમે કોવિડ હોટસ્પૉટમાંથી આવો છો તો તમારે 7 દિવસના સંસ્થાગત અને 7 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં જવું પડશે.
    • શું હું અન્ય દેશમાંથી આંધ્ર પ્રદેશ માટે ઉડાણ ભરી શકું છું?
      રાજ્યનો પ્રવાસ કરનાર આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ટિકિટ ખરીદતા પહેલા પર નામાંકન કરાવવાનુ રહેશે. લક્ષણવાળા લોકોના આગમન પર તેમનુ પરીક્ષણ કરવામાં આવશે અને સંસ્થાગત ક્વૉરંટાઈન માટે મોકલવામાં આવશે. 7 દિવસ બાદ તેમનુ ફરીથી પરીક્ષણ કરવામાં આવશે. જો ટેસ્ટ નેગેટીવ આવ્યો તો તેમને વધુ 7 દિવસ માટે હોમ ક્વૉરંટાઈનમાં રાખવામાં આવશે.'
    અરુણાચલ પ્રદેશ
    • શું હું અરુણાચલ પ્રદેશની અંદર યાત્રા કરી શકું છું?
      હા, રાજ્યની અંદર તમે યાત્રા કરી શકો છો પરંતુ તમારી સંપૂર્ણ તપાસ કરવમાં આવશે.
    • શું હું અન્ય રાજ્યોમાંથી અરુણાચલ પ્રદેશમાં અવર જવર કરી શકું?
      સ્થાનિક લોકોને આવવા-જવાની અનુમતિ છે. બિન-સ્થાનિક લોકોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે. લક્ષણ વિહોણા યાત્રીઓને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં મકલવામાં આવશે, જો લક્ષણ જણાશે તો તમને કોવિડ-19કેર સેન્ટર મોકલવામાં આવશે.
    આસામ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      લક્ષણ ના હોય તેવો વ્યક્તિ આરામથી ટ્રાવેલ કરી શકે
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      7 દિવસ માટે અનિવાર્ય સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં અને તે બાદ 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં. ગર્ભવતી મહિલાઓ, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, સંબંધીઓના અંતિમ સંસ્કારમાં સામેલ થનાર વ્યક્તિ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકો, વિશેષ રૂપે વિકલાંગ, હોસ્પિટલમાં દાખલ દર્દીના સંબંધીઓ, પહેલેથી કોઈ બીમારીથી પીડિત લોકોને છૂટ આપવામા આવી છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      બધા હવાઈ મુસાફરોએ બૉર્ડિંગ પહેલા એક વચનપત્ર ભરવાનુ રહેશે કે તે 7 દિવસના પેઈડ ક્વૉરંટાઈન અને 7 દિવસના હોમ ક્વૉરંટાઈનમાં રહેશે અને આ દરમિયાન ખુદના સ્વાસ્થ્યનુ ધ્યાન પણ રાખશે. વૃદ્ધો, ખાસ કરીને વિકલાંગ લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમના નજીકના સંબંધીઓના અંતિમ સંસ્કારમાં શામેલ થનારા લોકો માટે આમાં છૂટ રહેશે.'
    બિહાર
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      કોઈ પ્રતિબંધ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      જો તમે ગુજરાતથી સુરત, અમદાવાદમાંથી; મહારાષ્ટ્રમાં મુંબઈ કે પુણેથી; ઉત્તર પ્રદેશમાં ગાઝીયાબાદ, ફરીદાબાદ, નોઈડા, દિલ્હીથી; કોલકાતા, પશ્ચિમ બંગાળ, ગુરુગ્રામ અને બેંગ્લોરથી આવતા હશો તો મારે 14 દિવસના ક્વોરેન્ટાઇનમાં જવું પડશે.
    • શું હું બીજા દેશથી બિહાર જઈ શકું છું?
      હા, પરંતુ જો તમે એસિમ્ટોમેટિક હોય તો તમને 14 દિવસ માટે અનિવાર્ય પેઈડ ક્વૉરંટાઈન હેઠળ રાખવામાં આવશે જો તમે સિમ્ટોમેટિક હોય તો હોસ્પિટલ લઈ જવામાં આવશે.'
    છત્તીસગ.
    • શું હું છત્તીસગઢની અંદર યાત્રા કરી શકું છું?
      છત્તીસગઢની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોથી છત્તીસગઢ આવી કે જઈ શકું છું?
      હા, આવી શકો છો, પરંતુ આના માટે તમારે આ વેબસાઈટ https://raipur.gov.in/cg-covid-19-epass/ પરથી ઈ-પાસ લેવો પડશે. જો લક્ષણરહિત હોય તો રાજ્યમાં આવવા પર 14 દિવસ માટે ઘરમાં ક્વૉરંટાઈન રહેવુ પડશે. સંક્રમણના લક્ષણ હોય તો કોવિડ કેર કેન્દ્રોમાં લઈ જવામાં આવશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      લક્ષણ વિનાના યાત્રીઓને 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. યત્રીઓ આઈસોલેશનના નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવું પડશે.
    દિલ્હી
    • શું હું દિલ્હીમાં યાત્રા કરી શકું છું?
      હા દિલ્હીની અંદર યાત્રા પર કોઈ પ્રતિબંધ નથી. તમે ડીટીસી બસોની એડિસનલ પ્રાઈવેટ અથવા પબ્લિક પરિવહનથી યાત્રા કરી શકો છો.
    • શું હું અન્ય રાજ્યોથી દિલ્હી આવી શકું છું?
      હા, દિલ્લીનો પ્રવાસ કરી શકો છો પરંતુ તમારે 14 દિવસ સુધી ઘરમાં ક્વૉરંટાઈન રહેવુ પડશે.
    • દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે શું માપદંડ છે?
      તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓએ કોરોના ટેસ્ટથી પસાર થવું પડશે. સંસ્થાગત ક્વોરેન્ટાઇનના સાત દિવસ બાદ લક્ષણ રહિત યાત્રીઓ માટે 7 દિવસનું ક્વોરેન્ટાઇનને મંજૂરી આપવામાં આશે. દિલ્હી પહોંચવા પર તેમણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. Aarogya Setu aap લિંક: https://www.mygov.in/aarogya-setu-app/
    ગોવા
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      આરામથી ટ્રાવેલ કરી શકો
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      જો તમારામાં એકેય લક્ષણ ના જણાતા હોય તો તમારે રાજ્યમાં પ્રવેશતી વખતે ટેસ્ટિંગ કરાવવાની જરૂરત નથી, પરંતુ 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં જવું ફરજીયાત છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      બધા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ આગમન પર અનિવાર્ય રીતે પરીક્ષણ કરાવવાનુ રહેશે. પરિણામ આવવા સુધી તેમણે સંસ્થાગત ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.'
    ગુજરાત
    • શું હું ગુજરાતની અંદર યાત્રા કરી શકું છું?
      ગુજરાતની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોથી ગુજરાત આવી શકું છું?
      અન્ય રાજ્યોથી ગુજરાત આવતા લોકોએ રાજ્ય/જિલ્લા પ્રશાસન પાસેથી યોગ્ય મંજૂરી લેવી પડશે. પાસ માટે તમે digitalgujarat.gov.in પર અપ્લાય કરી શકો છો.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      સુરતમાં ઉતરતા પહેલા તમામ યત્રીઓએ http://www.suratmunicipal.gov.in પર રજિસ્ટ્રેશન કરવું પડશે. લક્ષણ વિનાના લોકોને 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનની મંજૂરી હશે.
    હરિયાણા
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      જો કોઈ લક્ષણ ના હોય તો કેઈ પ્રતિબંધ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      લક્ષણ રહિત યાત્રીઓ માટે 14 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું ફરજીયાત છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      વિદેશથી ઉડાન ભરનાર બધા લોકોએ 14 દિવસના ક્વૉરંટાઈનમાંથી પસાર થવુ પડશે. 7 દિવસના પેઈડ ક્વૉરંટાઈનમાં અને 7 દિવસોના હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.
    હિમાચલ પ્રદેશ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      કોઈ માપદંડ નથી તમે આરામથી ફરી શકો
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      રેડ ઝોનથી આવવા પર 14 દિવસનું સંસ્થાગત ક્વોરેન્ટાઇન. કોવિડ નેગેટિવ પ્રમાણપત્ર રજૂ કરવા પર 14 દવસનું હોમ ક્વોરેન્ટાઇન
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      માત્ર રાજ્યના નિવાસીઓને જ અનુમતિ છે. બધા ઈનબાઉન્ડ ફ્લાયર્સને થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવુ પડશે અને 28 દિવસો માટે ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. 7 દિવસ સંસ્થાગત ક્વૉરંટાઈન અને 21 દિવસ હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવુ અનિવાર્ય છે.
    જમ્મુ કાશ્મીર
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      કોઈ માપદંડ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું ફરજીયાત છે. અનિવાર્ય કોવિડ પરીક્ષણ. પરીક્ષણ નકારાત્મક ના આવે ત્યા સુધી સંસ્થાગત ક્વોરેન્ટાઇન. હોમ ક્વોરેન્ટાઇનની પણ સલાહ.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      અનિવાર્ય રીતે કોવિડ પરીક્ષણ થશે અને આગમન પર 14 દિવસીય સંસ્થાગત ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. જો ટેસ્ટ નેગેટીવ આવે તો હોમ ક્વૉરંટાઈન માટે છોડી દેવામાં આવશે.
    ઝારખંડ
    • શું હું ઝારખંડની અંદર યાત્રા કરી શકું છું?
      હા, રાજ્યની અંદર તમે સ્વતંત્રતાપૂર્ણ ફરી શકો છો.
    • શું હું અન્ય રાજ્યોથી ઝરખંડમાં અવર જવર કરી શકું?
      હા, પરંતુ રાજ્યમાં આવવા પર તમારે 14 દિવસ સુધી ઘરમાં ક્વૉરંટાઈન રહેવુ પડશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      જો તમારો ટેસ્ટ પોઝિટિવ નથી આવતો તો તમને 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશે.
    કર્ણાટક
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      આંતરરાજ્ય કે આંતર જિલ્લા યાત્રા માટે કઈ પ્રતિબંધ નથી. કોઈ પાસની જરૂરત નહિ હોય.
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      લોકો પાસ વિના કર્ણાટકની બહાર જઈ શકે છે, પરંતુ રાજ્યમાં પ્રવેશવા માટે લોકોએ Seva Sindu એપમાથી પાસ મેળવવો જરૂરી છે (https://sevasindhu.karnataka.gov.in/Sevasindhu/Kannada?ReturnUrl=%2F). કર્ણાટકમાં પ્રવેશેલા લોકોએ 14 દિવસનું સેલ્ફ ક્વોરેન્ટાઇન પાળવું પડશે. જો કોઈ પોઝિટિવ જણાય અથવા લક્ષણો જણાય તો સંસ્થાગત ક્વોરેન્ટાઇન થવું પડશે.
    • જો હું તમિલનાડુથી અથવા દિલ્હીથી કર્ણાટકની યાત્રા કરું છું તો શું મારે સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં જવું પડશે?
      ના, માત્ર 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં જવું પડશે.
    • શું હું કર્ણાટકથી મહારાષ્ટ્ર ટ્રાવેલ કરું તો મારે સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં જવું પડશે?
      હા, 7 દિવસના સંસ્થાગત ક્વોરેન્ટાઇન અને 7 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં
    • બીજા દેશથી આવવા માટે શું મારે વંદે ભારત વિમાન સેવા લેવી પડશે. શું હું અન્ય દેશોથી કર્ણાટક માટે ઉડાણ ભરી શકું છું?
      હા, પંરતુ તમારે સેવા સિંધુ પોર્ટલ પર sevasindhu.karnataka.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે અને કોવિડ-19 ફોર્મ ભરવાનુ રહેશે. તમારે એ પણ જાહેર કરવુ પડશે કે શું તમને હાલના થોડા દિવસોમાં ક્યાંય બીજે અને કેટલા સમય માટે ક્વૉરટાઈન કરવામાં આવ્યા છે.
    કેરળ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      જો તમારામાં કોરોનાના લક્ષણ ના હોય તો કોઈ માપદંડ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      જેઓ લક્ષણ રહીત છે તેમ તેમને 14 દિવસ એચક્યૂથી પસાર થવું પડશે. લક્ષણવાળાને કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવશે. કોઈ લક્ષણ ના દેખઆવવા પર તેઓએ 14 દિવસના ક્વોરેન્ટાઇનમા રહેવું પડશે.
    • કેરળ જતા આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે શું માપદંડ છે?
      મુસાફરોએ કેરળ આવવા પર પોતાનો ઈ પાસ આરોગ્ય અધિકારીઓને બતાવવાનો રહેશે અને ઘરે 14 દિવસ માટે નિરીક્ષણ હેઠળ રહેવુ પડશે. ફ્લાઈટ ટિકિટ બુક કર્યા બાદ મુસાફરોએ covid19jagratha.kerala.nic.in પર રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે અને એક ઈ-પાસ મેળવવાનો રહેશે.
    મધ્યપ્રદેશ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      રાજ્યની સીમામાં યાત્રા કરવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી
    • બે રાજ્યો વચ્ચે યાત્રાના નિયમ શું છે?
      MPથી આવતા યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. www.mapit.gov.in/covid-19. પર ઈ-પાસ માટે રજિસ્ટ્રેશન કરાવવું. લક્ષણગ્રસ્ત યાત્રીઓને સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં 14 દિવસ માટે મોકલવામાં આવશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      રાજ્ય માટે ઉડાણ ભરતા તમામ યાત્રીઓના આગમન પર કોવિડ-19 માટે તપાસ કરવામાં આવશે. લક્ષણ વિહોણા યાત્રીઓને 7 દિવસ માટે પેઇડ સંસ્થાગત અને 7 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે. લક્ષણ વાળા યાત્રીઓને અલગ રાખી કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આશે. આરોગ્ય સેતુ એપ ફરજીયાત છે.
    મહારાષ્ટ્ર
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      તમે હૉટસ્પૉટની મુલાકાત નથી લઈ રહ્યા તો આવા કોઈ માપદંડ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      આવવા પર થર્મલ સ્ક્રીનિંગ ફરજીયાત. જો લક્ષણ મળે છે તો તમને કોવિડ હોસ્પિટલ લઈ જવામાં આવશે. જો લક્ષણ નહિ દેખાય તો તમારે 14 દિવસના હોમ ક્વોરેનટાઇનમાં રહેવું પડશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે શું માપદંડ છે?
      બધા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને આગમન પર સ્વ-ઘોષણા રજૂ કરવાની રહેશે. દરેકને 14-દિવસીય હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. અરોગ્ય સેતુ એપ્લિકેશનની લિંક: https://www.mygov.in/aarogya-setu-app/
    મણિપુર
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      આવા કોઈ માપદંડ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      જો લક્ષણ નથી દેખાતા તો તમારે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. લક્ષણ હોવા પર તમને આઇસોલેશન વોર્ડમાં મોકલવામાં આવશે. ફ્લાઈટથી આવતા લોકોએ ક્વારમોન એપ ઈન્સ્ટોલ કરવી પડશે ક્વોરેન્ટાઇન અવધી સુધી દર બે કલાકમાં 8થી 6 વાગ્યાની વચ્ચે માસ્ક ઉતારીને સેલ્ફી અપલોડ કરવી પડશે. Quarmonaap માટે લિંક- https://quarmonmanipur.nic.in/quarmon/
    • મણિપુરમાં આંતરરાષ્ટ્રીય ટ્રાવેલના માપદંડ શું છે?
      આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટૉલ કરવુ અનિવાર્ય છે અને માત્ર ગ્રીન સ્થિતિવાળા લોકોને મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવશે. જે એસિમ્ટોમેટિક છે તેમણે 14 દિવસના હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. સિમ્ટોમેટિક મુસાફરોને એક મેડિકલ ટીમ દ્વારા ઈલાજ માટે આઈસોલેશન વૉર્ડમાં મોકલવામાં આવશે.
    મેઘાલય
    • શું હું મેઘાલયની અંદર યાત્રા કરી શકું છું?
      હા, રાજ્યની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોથી મેઘાલયમાં અવર જવર કરી શકું?
      ના, ઈ-પાસ વિના આંતરરાજ્ય પરિવહન પર રોક છે. ઈ પાસ તમે https://serviceonline.gov.in/epass/પરથી મેળવી શકો છો. રાજ્યમાં આવવા પર તમારે 14 દિવસ સુધી ઘરમાં ક્વૉરંટાઈન થવુ પડશે.
    • જો મારે બીજા દેશથી મેઘાલય જાવું હોય તો કયા નિયમોનું પાલન કરવું પડશે?
      જો તમારો ટેસ્ટ નેગેટિવ આવે છે તો તમને 48 કલાક માટે સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે અને તે બાદ તમને ઘરે જવાની મંજૂરી આપવામા આવશે.
    મિઝોરમ
    • શું હું મિઝોરમની અંદર યાત્રા કરી શકું છું?
      હા
    • શું હું અન્ય રાજ્યોમાંથી મિઝોરમ અવર જવર કરી શકું?
      રાજ્યમાં હજુ પણ મુસાફરો પર પ્રતિબંધ છે પરંતુ જરૂરી સેવાઓ માટે અનુમતિ છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે માપદંડ શું છે?
      બધા જ લક્ષણરહિત યાત્રીઓને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. જો લક્ષણ જણાશે તો તમને ઉપચાર માટે મોકલવામાં આવશે.
    નાગાલેન્ડ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      રાજ્યની સીમામાં યાત્રા કરવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી
    • બે રાજ્યો વચ્ચે યાત્રાના નિયમ શું છે?
      માત્ર સ્થાનિક લોકોને જ આની મંજૂરી છે અને તેમને પણ nCovid-19- Nagaland Visitor's એપ પર ઈ પાસ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને આરોગ્ય સેતુ એપ પણ ઈન્સ્ટોલ કરવી પડશે. આવતા બધા જ યાત્રીઓને પરીક્ષણ કેન્દ્રો પર રાખવામાં આવશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      માત્ર નાગાલેન્ડના નિવાસીઓને જ યાત્રાની મંજૂરી આપવામા આવશે અને તેમણે nCovid-19 નાગાલેન્ડ વિજિટર એપ પર ઈ-પાસ માટે રજિસ્ટ્રેશન કરવું પડશે અને આરોગ્ય સેતુ એપ પણ ઈન્સ્ટોલ કરવી પડશે. તમામ યાત્રીઓએ 14 દિવસના સંસ્થાગત ક્વોરેન્ટાઇન અને 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે.
    ઓડિશા
    • શું હું ઓરિસ્સાની અંદર યાત્રા કરી શકું છું?
      હા ઓરિસ્સાની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોમાંથી ઓરિસ્સમાં અવર જવર કરી શકું?
      હા, પરંતુ ઓરિસ્સા આવવા પર લક્ષણરહિત મુસાફરોએ 14 દિવસ સુધી ઘરમાં ક્વૉરંટાઈન રહેવુ પડશે. લક્ષણવાળા મુસાફરોએ સાંસ્થાનિક ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      લક્ષણ વિનાના યાત્રીઓ માટે ફરજીયાત 14 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન. લક્ષણ વાળા યાત્રીઓને સસ્થાગત ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશે.
    પુડ્ડુચેરી
    • શું હું પોંડીચેરીની અંદર યાત્રા કરી શકું છું?
      હા પોંડીચેરીની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોમાથી પોંડીચેરીમાં અવર જવર કરી શકું?
      હા, પરંતુ આના માટે તમારે આ વેબસાઈટ https://epass.py.gov.in. પરથી ઈ-પાસ લેવાનો રહેશે. લક્ષણરહિત મુસાફરોએ 14 દિવસ સુધી હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે અને લક્ષણવાળા મુસાફરોને કોવિડ કેર કેન્દ્રો પર લઈ જવામાં આવશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે શું માપદંડ છે?
      જેમનો ટેસ્ટ નેગેટિવ આવે છે તેમને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશે. જો તમારો ટેસ્ટ પોઝિટિવ આવે છે અથવા લક્ષણ જણાશે તો તમને કોવિડ કેર સેન્ટર મકલવામાં આવશે.
    પંજાબ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      કોઈ માપદંડ નથી
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      આવવા પર થર્મલ સ્ક્રીનિંગ ફરજીયાત. જો લક્ષણ મળે છે તમને કોવિડ હોસ્પિટલે દાખળ કરવામાં આવશે અને જો લક્ષણ નહિ દેખાય તો તમારે 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમં રહેવું પડશે.
    • શું હું અન્ય દેશોમાંથી પંજાબ માટે ઉડાણ ભરી શકું છું?
      હા, પરંતુ બોર્ડિંગ પહેલાં તમારે COVA પંજાબ એપ્લિકેશન પર નોંધણી કરાવવી પડશે. પહોંચ્યા પછી, તમારે 7 દિવસની ફરજિયાત સંસ્થાકીય સંસર્ગમાંથી પસાર થવું આવશ્યક છે. જ્યાં તમને કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવશે અને જો નકારાત્મક આવે તો હોમ ક્વોરેન્ટાઇનને મંજૂરી આપવામાં આવશે.
    રાજસ્થાન
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      કોઈ માપદંડ નથી, પરંતુ રાજ્ય છોડવાની તમને મંજૂરી નહિ હોય.
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      રાજસ્થાને પોતાની સીમા સીલ કરી દીધી છે. આંતર-રાજ્ય પરિવહન માટે પરમિટ લેવી ફરજીયાત છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે શું માપદંડ છે?
      કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી નિર્દેશો અનુસાર વિવિધ દેશોમાં ફસાયેલા લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
    સિક્કિમ
    • શું હું સિક્કિમની અંદર યાત્રા કરી શકું છું?
      હા રાજ્યની અંદર યાત્રા પર પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોમાંથી સિક્કિમ અવર જવર કરી શકું છું?
      સ્થાનિક લોકોને છોડીને સિક્કિમમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      માત્ર રાજ્યના નિવાસીઓને ઉડાણ ભરવાની મંજૂરી છે અને તેઓએ 14 દિવસના સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આરોગ્ય સેતુ એપ ફરજીયાત છે.
    તામિલનાડુ
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      યાત્રીઓએ જિલ્લાના અધિકારીઓ પાસેથી પાસ લેવાની જરૂરત છે. https://tnepass.tnega.org/#/user/pass પર તમે અરજી કરી શકો છો.
    • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
      કોઈ પ્રતિબંધોનથી, તમારે https://tnepass.tnega.org/#/user/pass માથી પાસ લેવો પડશે. જો તમે પોઝિટિવ જણાવ તો સંસ્શાગત ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશો.
    • તમિલનાડુ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યાત્રા માટેના માપદંડ શું છે?
      તમિલનાડુ આવનાર બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ રાજ્યની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવુ પડશે અને ટીએન ઈ-પાસ માટે ફોર્મ ભરવાનુ રહેશે. મુસાફરો 14 દિવસ માટે હોમ ક્વૉરંટાઈન કે રાજ્ય દ્વારા આપવામાં આવેલી પેઈડ ક્વૉરંટાઈનની સુવિધાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
    તેલંગાણા
    • રાજ્યની અંદર યાત્રા કરવાના નિયમ શું છે?
      રાજ્યની સીમામાં યાત્રા કરવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી
    • બે રાજ્યો વચ્ચે યાત્રાના નિયમ શું છે?
      આંતરરાજ્ય યાત્રા માટે કોઈ પાસની જરૂરત નથી. લક્ષણરહિત યાત્રીઓ માટે ક્વોરેન્ટાઇનની જરૂરત નથી. લક્ષણગ્રસ્ત યાત્રીઓને 14 દિવસ માટે સ્વાસ્થ્ય દેખભાળ કેન્દ્રોમાં રાખવામાં આવશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      કોઈ પાસની જરૂરત નથી. પરંતુ આરોગ્ય સેતુ એપ ફરજીયાત છે. રાજ્યના તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ થશે. લક્ષણરહિત યાત્રીઓને 7 દિવસના પેઇડ સંસ્થાગત અને 7 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. લક્ષણયુક્ત યાત્રીઓને અલગ રાખી કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવશે.
    ત્રિપુરા
    • શું હું ત્રિપુરાની અંદર યાત્રા કરી શકું છું?
      હા રાજ્યની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોમાંથી ત્રિપુરામાં અવર જવર કરી શકું?
      ત્રિપુરામાં માત્ર રાજ્યના પ્રવાસી નાગરિકોને આગમનની અનુમતિ છે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે માપદંડ શું છે?
      બધા જ લક્ષણરહિત યાત્રીઓને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. જો લક્ષણ જણાશે તો તમને ઉપચાર માટે મોકલવામાં આવશે.
    ઉત્તરપ્રદેશ
    • શું હું ઉત્તર પ્રદેશની અંદર યાત્રા કરી શકું છું?
      ઉત્તર પ્રદેશની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોથી ઉત્તર પ્રદેશ આવી શકું છું?
      ઉત્તર પ્રદેશમાં આવવા માટે કોઈ પાસની જરૂર નથી પરંતુ દિલ્લીના કોવિડ 19 હૉટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનથી નોઈડા અને ગાઝિયાબાદ આવનારાને સંબંધિત જિલ્લા પ્રશાસન પાસે અનુમતિ લેવી પડશે. ઉત્તર પ્રદેશમાં આવ્યા બાદ તમારે 14 દિવસ સુધી ઘરમાં ક્વૉરંટાઈન રહેવુ પડશે.
    • ઉત્તર પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટેના માપદંડ શું છે?
      તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓને ફરજીયાત રીતે 7 દિવસના સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશે. જ્યાં તેમનો કોવિડ-19 પરીક્ષણ કરવામાં આવશે. જો નેગેટિવ આવે છે તો તેઓ 7 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાં જઈ શકે છે. તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓએ આગમન પહેલા હોલથી બહાર નીકળતા પહેલા reg.upcovid.in પર રજિસ્ટ્રેશન કરવું પડશે અથવા 1800-180-5145 પર કોલ કરવો પડશે. જે લોકો 7 દિવસથી ઓછા સમય માટે આવી રહ્યા છે તેમને સબૂત દેખાડવા પર ક્વોરેન્ટાઇનમાંથી છૂટ મળી શકશે.
    ઉત્તરાખંડ
    • શું હું ઉત્તરાખંડની અંદર યાત્રા કરી શકું છું?
      હા, ઉત્તરાખંડ રાજ્યની અંદર યાત્રા કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
    • શું હું અન્ય રાજ્યોથઈ ઉત્તરાખંડ અવર-જવર કરી શકું?
      હા, પરંતુ જો તમે કોવિડ-19ના ઉચ્ચતમ જોખમવાળા રાજ્યોમાંથી આવી રહ્યા હોય તો 7 દિવસ માટે સાંસ્થાનિક ક્વૉરંટાઈન અને 14 દિવસ માટે ઘરમાં ક્વૉરંટાઈન રહેવુ પડશે. અન્ય રાજ્યોમાંથી આવતા લક્ષણરહિત મુસાફરોએ 14 દિવસ સુધી ઘરમાં ક્વૉરંટાઈન રહેવુ. સંક્રમણવાલા મુસાફરોને કોવિડ કેર કેન્દ્રોમાં લઈ જવામાં આવશે.
    • આંતરરાષ્ટ્રીય યાત્રાના માપદંડ શું છે?
      વિદેશથી ઉડાણ ભરનારા તમામ યાત્રીઓને 14 દિવસ માટે સંસ્થાગત ક્વોરેન્ટાનમાં મોકલવામાં આવશે.
    પશ્ચિમ બંગાળ
      • આંતર- રાજ્ય ટ્રાવેલિંગના શું નિયમો છે?
        આવવા પર થર્મલ સ્ક્રીનિંગ ફરજીયાત. જો લક્ષણ મળે છે તમને કોવિડ હોસ્પિટલે દાખળ કરવામાં આવશે અને જો લક્ષણ નહિ દેખાય તો તમારે 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇનમં રહેવું પડશે. તમારે Sandhane એપ પર તમારું વિવરણ પણ ભરવું પડશે.
      ઝડપી સમાચાર અપડેટ
      Enable
      x
      Notification Settings X
      Time Settings
      Done
      Clear Notification X
      Do you want to clear all the notifications from your inbox?
      Settings X