કપિલ દેવના મોતના સમાચાર વાયરલ, પૂર્વ ઑલરાઉન્ડર મદનલાલે કહ્યું- અફવા ના ફેલાવો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઑલરાઉંડર ક્રિકેટર કપિલ દેવની મોતના સમાચાર સાંભળી સૌકોઈ દંગ રહી ગયા. જો કે આ સમાચાર બિલકુલ ખોટા છે, હ્રદય રોગના હુમલા બાદ કપિલ દેવનું સફળ ઓપરેશન થયું છે અને હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. કપિલ દેવના મોતના સમાચારનું ખડન કરતાં તેમના નજીકના દોસ્ત અને પૂર્વ ક્રિકેટર મદન લાલે ટ્વીટ કર્યું. મદન લાલે સોશિયલ મીડિયા પર કપિલ દેવના મોતની અફવા ફેલાવનારાઓની આકરા શબ્દોમાં નિંદા કરી.

કપિલ દેવના મોતના સમાચાર વાયરલ
જણાવી દઈએ કે સોમવારે ટ્વિટર, ફેસબુક સહિત કેટલાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કપિલ દેવને લઈ શ્રદ્ધાંજલિ સંદેશ વાયરલ થવા લાગ્યા. કેટલાય યૂઝર્સ કપિલ દેવના ફોટા સાથે તેમના મોત પર દુખ વ્યક્તિ કરી શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા.

ફેક ન્યૂઝ પર મદનલાલ ભડક્યા
એક તરફ જ્યાં પૂર્વ ઑલરાઉંડર ક્રિકેટર કપિલ દેવના મોતના સમાચાર સાંભલી તેમના ફેન્સને જબરો ઝાટકો લાગ્યો ત્યારે કેટલાક લોકો આ સમાચારની સત્યતા જાણ્યા વિના સોશિયલ મીડિયા પર કપિલ દેવને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા. કપિલ દેવના મોતના સમાચાર સાંભળી પૂર્વ ક્રિકેટર અને તેમના દોસ્ત મદન લાલનો ગુસ્સો ફૂટી પડ્યો છે. ટ્વિટર પર તેમણે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓનો ક્લાસ લઈ લીધો.

મદનલાલે શું કહ્યું?
કપિલ દેવના પૂર્વ સાથી પૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે ટ્વિટ કરીને કહ્યું કે, 'મારા મિત્રના સ્વાસ્થ્ય અને સલામતીને લઈ જે અટકળો લગાવવામાં આવી રહી છે તે અસંવેદનશીલ અને જવાબદારી વિનાની છે. મારા મિત્ર કપિલ દેવ સ્વસ્થ થઈ રહ્યા છે. એવામાં જ્યાં તેઓનો પરિવાર કપિલ દેવ હોસ્પિટલમાં દાખલ હોવાના કારણે તણાવમાં છે, આપણે સંવેદનશીલ થવાની જરૂરત છે.'
શું એસ્પિરિન નામની દવા Coronavirusના દર્દીને ઠીક કરી શકે છે? જાણો દાવાની હકિકત

Fact Check
દાવો
હૉસ્પિટલમાં કપિલ દેવનું મોત
નિષ્કર્ષ
મદનલાલે ટ્વીટ કરી સમાચારનું ખંડન કર્યું.મદનલાલે ટ્વીટ કરી સમાચારનું ખંડન કર્યું.