
Fact Check: શું ઈંડોનેશિયાના સમુદ્રમાં મળી છે દેવી-દેવતાઓની 5000 વર્ષ જૂની મૂર્તિઓ?
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર અમુક દેવી દેવતાઓના ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે આ હિંદુ દેવતાઓની મૂર્તિઓ ઈંડોનેશિયાના બાલી મુદ્રની અંદર મળી છે અને તે 5000 વર્ષ જૂની છે. પાણીની નીચેની મૂર્તિઓના ઘણા ફોટાઓનુ કોલાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે. જો કે જે દાવા આ ફોટા માટે કરવામાં આવ્યા છે તેમાં કોઈ સચ્ચાઈ નથી.
આ ફોટો શેર કરીને મેસેજમાં લખવામાં આવ્યુ છે કે 5000 વર્ષ જૂના શ્રી વિષ્ણુજી ઈંડોનેશિયાના બાલી સાગરમાં જોવા મળ્યા. મહાભારત લગભગ 5500BC થી વધુ જૂનુ છે. તો ભારતનુ કયુ રાજ્ય ઈંડોનેશિયા હતુ અને શું તેણે મહાભારતમાં ભાગ લીધો હતો? જાણવા મળ્યુ છે કે દક્ષિણ એશિયામાં અખંડ ભારતની સીમા સુધી સનાતન સદૈવ વિદ્યમાન હતુ.
આ મૂર્તિઓ વિશે કહેવામાં આવ્યુ છે કે ઈંડોનેશિયાના સમુદ્રની નીચે આ મંદિર હજારો વર્ષો પહેલા હતુ. આ મંદિર ભગવના શિવને સમર્પિત હતુ અને તેમાં સ્થિત વિષ્ણુની મૂર્તિ લગભગ 5000 વર્ષ જૂની છે. લોકો સમુદ્રમાં સ્કૂબા ડાઈવિંગ દ્વારા જ આ મંદિરને જોવા માટે જઈ શકે છે.
આ ફોટા સાથે કરવામાં આવી રહેલા દાવાઓ વિશે ઈન્ડિયા ટુજેએ પોતાની ફેક્ટ ચેકમાં જોયુ છે કે તમામ વાતો જે આ મેસેજમાં કહેવામાં આવી છે તેનો કોઈ આધાર નથી. તે બધી પાયાવિહોણી અને મનઘડંત છે. આ પત્થરની મૂર્તિઓ ઉત્તર બાલીના પેમુટેરનમાં રાખવામાં આવેલી છે જે અમુક વર્ષો પહેલા જ બનાવવામાં આવી છે. આ એક પાણીના બગીચાનો ભાગ છે જે 2005માં તૈયાર કરવામાં આવ્યો હતો. કોરલ રીફ સંરક્ષણ પરિયોજનાના ભાગ હેઠળ 2005માં અમુક સ્કૂબા ગોતાખોરોએ આ મૂર્તિઓ બનાવી હતી. એવામાં હિંદુ ધર્મ સાથે જોડવુ કે સમુદ્રની નીચે મંદિર હોવાની વાત કહેવાનો કોઈ આધાર નથી.

Fact Check
દાવો
ઈંડોનેશિયામાં 5 હજાર વર્ષ જૂની મૂર્તિઓ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
નિષ્કર્ષ
દાવામાં કોઈ સચ્ચાઈ નથી, મૂર્તિઓ અમુક વર્ષો પહેલા જ બનેલી છે.