ફેક્ટ ચેકઃ શું કર્મચારી કોરોના પોઝિટિવ હોવા પર કંપની માલિકની ધરપકડ થશે, જાણો સત્ય
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે હાલમાં જ સરકારે લૉકડાઉન દરમિયાન કેટલાક ઉદ્યોગોને છૂટ આપી દીદી. જે બાદથી સોશિયલ મીડિયા પર એક મેસેજ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો કોઈ કર્મચારી કોરોના વાયરસથી પોઝિટિવ હશે તો તેની કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવશે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે આ SOPનું પાલન કરાશે.
આ મેસેજમાં એક સવાલ લખ્યો છે, 'સર કૃપિયા જણાવો, જો કોઈ શખ્સ વર્કિંગ અવરમાં સંક્રમિત તાય છે, તો કોણ જવાબદાર ગણાશે.' જેના જવાબમાં લખ્યું છે, '100 ટકા કંપનીનો માલિક. એફઆઈઆર નોંધાશે. ફેક્ટરી સીલ થઈ જશે અને તમામ સંબંધિત લોકોને 14-28 દિવસ માટે ક્વારંટાઈન કરી દેવામાં આવશે.' એડવાઈઝરીનું કહેવું છે કે આ 20 એપ્રિલે કે તે બાદ ફેક્ટરી ખોલવા સંબંધિત એક FAQ છે. જો કે ગૃહ મંત્રાલયે લૉકડાઉન લંબાવ્યા બાદ જે એડવાઈઝરી જાહેર કરી તેમાં આવું કંઈ જ લખેલું નથી.
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત દંડ માત્ર ત્યારે જ લાગૂ થશે જ્યારે નિયોક્તાની સહમતિ, જાણકારી અથવા લાપરવાહીના કારણે આવું કંઈ તાય છે. ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કાર્યસ્થલો, કાર્યાલયો અને કારખાનામાં સખ્ત દિશા-નિર્દેશોનું પાલન કરાવું જોઈએ. કર્મચારીઓની સામાજિક દૂરી અને સ્વચ્છતા પણ જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ.
ફેક્ટ ચેકઃ શું ઉના જિલ્લામાં મુસ્લિમ ગુજ્જરોને દૂધ વેચવાથી રોકવામાં આવ્યા?