ફેક્ટ ચેકઃ બંગાળમાં દલિત હિંદુઓ સાથે થયેલી હિંસાના ફોટા વાયરલ, જાણો સચ્ચાઈ
હાલમાં સોશિયલ મીડિયા પર ઘાયલ લોકો અને સળગતા ઘરોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર શેર કરીને લોકો લખી રહ્યા છે કે પશ્ચિંમ બંગાળના હુગલી જિલ્લામાં દલિત હિંદુઓ સાથે મારપીટ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે પશ્ચિંમ બંગાળમાં હુગલી જિલ્લામાં તેલિનીપારામાં થોડા દિવસો અગાઉ પહેલા સાંપ્રદાયિક હિંસા ભડકી ગઈ હતી ત્યારબાદ ત્યાં કલમ 144 લગાવવામાં આવી અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ. હવે આ ફોટો તેલિનીપારાનો બતાવવામાં આવી રહ્યો છે.

આ ફોટા સાથે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે
જ્યારે વન ઈન્ડિયાની ફેક્ટ ચેક ટીમે આ ફોટોના દાવાઓ વિશે જાણ્યુ ત્યારે આખી સચ્ચાઈ સામે આવી ગઈ. આ ફોટા સાથે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ ફોટા બંગાળના તેલિનીપારાની નહિ પરંતુ પાકિસ્તાનમાં હિંદુ વિરોધી હિંસાની છે. આ પોસ્ટ ફેસબુક પર આ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. હિંસાના આ ફોટા હાલમાં પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓ સાથે સંબંધિત ઘણી ચેટ ગ્રુપમાં પ્રસારિત થઈ રહ્યા છે.

હિંદુ વિરોધી હિંસાના ફોટા પશ્ચિમ બંગાળના ગણાવીને વાયરલ કર્યા
એક ટ્વિટર અકાઉન્ટ Voice of Pakistan Minority પર ઈજાગ્રસ્ત હાલમાં એક પુરુષ અને એક મહિલાનો ફોટો પોસ્ટ કર્યો છે. બંનેના માથા અને ચહેરા પરથી લોહી વહી રહ્યુ છે અને મહિલાના કપડા ફાટેલા છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે, 'પંજાબના રહીમયાર ખાનમાં એક વાર ફરીથી હિંદુ સમાજના ગુલાબ અને તેમની પત્ની પર પડોશી ગુંડાઓએ હુમલો કર્યો. તેમની પત્ની પર જાહેરમાં યૌન હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં લઘુમતીઓને પ્રતાડિત કરનારા શરમ કરો.'
|
ફોટા પશ્ચિમ બંગાળમાં હુગલીના તેલિનીપારાના નથી
આ બંને ફોટા બંગાળમાં હિંસાના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટમાં પણ છે. આ ઘટના વિશે 12 મેના રોજ ગલ્ફ ન્યૂઝે પણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં તેમણે લખ્યુ હતુ કે પાકિસ્તાનઃ ગ્રામીણ પંજાબમાં હિંદુ દંપત્તિ પર બેરહેમીથી હુમલો, કારણ ખબર પડી નથી. તપાસથી એ સ્પષ્ટ છે કે વાયરલ થઈ રહેલી હિંસાના ફોટા પશ્ચિમ બંગાળમાં હુગલીના નહિ પરંતુ પાકિસ્તાનમાં હિંદુ વિરોધી હિંસાના છે.
3 કરોડ ખેડૂતો માટે નાણામંત્રીનુ મોટુ એલાન, 31 મે સુધી વ્યાજમાં મળી છૂટ