Fact Check: ફરીથી બંધ કરવામાં આવી રહી છે બધી સ્કૂલો-કૉલેજો? જાણો શું છે હકીકત
નવી દિલ્લીઃ PIB Fact Check, સોશિયલ મીડિયા(social media) પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના મહામારી(coronavirus pandemic) ના કારણે ગૃહ મંત્રાલયે(home ministry) બધી સ્કૂલોને એક વાર ફરીથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દાવાને અલગ અલગ પ્લેટફૉર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. સ્કૂલોને ફરીથી બંધ કરવાના સમાચાર સામે આવ્યા બાદ આના પર કેન્દ્ર સરકાર સંચાર પ્રસાર એજન્સી પીઆઈબી(PIB)એ આના પર સફાઈ આપી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ સમાચારમાં એક ટીવી ચેનલના સ્ક્રીનશૉટ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ટીવી એંકર અને શિક્ષણ મંત્રીનો ફોટો લગાવેલો છે. સ્ક્રીન પર ચાલી રહેલ સમાચારમાં લખવામાં આવ્યુ છે કે સરકાર દેશભરમાં ફરીથી સ્કૂલો-કૉલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે આ વાયરલ મેસેજની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે વાયરલ થઈ રહેલ સમાચાર સંપૂર્ણપણે નકલી છે. વાયરલ મેસેજ વિશે પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે ટ્વિટ કર્યુ.
PIB Fact Check તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ, 'અમુક Morphed ફોટામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૃહ મંત્રાલયે સ્કૂલો-કૉલેજોને ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા છે. PIB Fact Checkમાં આ દાવો નકલી જોવા મળ્યો છે. ગૃહ મંત્રાલયે સ્કૂલો-કૉલેજોને બંધ કરવા સંબંધિત આવો કોઈ આદેશ જાહેર કર્યો નથી. તમને જણાવી દઈએ કે ઘણા રાજ્યોએ લૉકડાઉનના કારણે ઘણા મહિનાઓ સુધી સ્કૂલો-કૉલેજો બંધ રાખ્યા બાદ હવે ફરીથી શરૂ કરવાની યોજના બનાવી છે. દેશભરમાં સ્કૂલ અને કૉલેજ ઠેર-ઠેર ફરીથી ખુલી રહ્યા છે. ઘણા રાજ્યોએ જાન્યુઆરી 2021થી પોતાની શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ મંત્રાલયે સંબંધિત રાજ્ય સરકારના નિર્ણય અનુસાર 2020માં દેશની સ્કૂલો અને કૉલેજોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી હતી. જે રાજ્ય સ્કૂલો ખોલી રહ્યા છે ત્યાં નવા દિશા-નિર્દેશોનુ પાલન થશે. જ્યારે અમુક રાજ્ય આવતા સપ્તાહે સ્કૂલ ખોલવા માટે તૈયાર છે. અમુક અન્ય રાજ્ય સરકારો યોજનાના તબક્કામાં છે. નિર્ણય લેતા પહેલાની સ્થિતિની સમીક્ષા કરી રહી છે. કર્ણાટક, બિહાર અને ઓરિસ્સા સહિત ઘણા રાજ્યોએ પહેલેથી જ વર્ગો શરૂ કરી દીધા છે. કેન્દ્રશાસિત રાજ્ય જાન્યુઆરીના આગામી સપ્તાહમાં સ્કૂલોને ફરીથી ખોલી દેશે.
'જો આવી મેડિકલ કંડીશન હોય તો કોવેક્સીન રસી ન લેવી...'

Fact Check
દાવો
દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૃહ મંત્રાલયે સ્કૂલો-કૉલેજોને ફરીથી બંધ કરવાનો આદેશ જારી કરી દીધો છે.
નિષ્કર્ષ
ગૃહ મંત્રાલયે સ્કૂલો-કૉલેજો બંધ કરવા સંબંધિત આવો કોઈ આદેશ જાહેર કર્યો નથી.