
Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે કોરોનાના ઇલાજનું ફેક સર્ટિફિકેટ
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે મહામારીના ઇલાજને લઇ દરરોજ નવા-નવા દાવા સામે આવી રહ્યા છે. આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટર દ્વારા લખેલ પ્રિસ્ક્રિપ્શનથી કોરોના વાયરસના દર્દીનો ઇલાજ શક્ય છે. દંગ કરતી વા એ છે કે વાયરલ થઇ રહેલ પ્રિસ્ક્રિપ્શન દિલ્હીના સર ગંગા રામ હસ્પિટલના લેટર હેડ પર લખેલો છે અને આના પર ડૉ. રાજ કમલ અગ્રવાલની મોહર પણ લાગેલી છે. તમારી જાણકરી માટે જણાવી દઇએ કે સોશયલ મીડિયા પર વાયરલ થયેલ આ રસીદ ખોટી છે.
જણાવી દઇએ કે કરોના વાયરસ મહામારીને લઇ લોકોમાં ભયનો માહોલ વધતો જ જઇ રહ્યો છે, આ ડરનો ફાયદો ઉઠાવતા કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફેક મેસેજ વાયરલ કરી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ગંગા રામ હોસ્પિટલના ડૉક્ટર રાજ કમલ અગ્રવાલની મોહર સાથે એક પ્રિસ્ક્રિપ્શન વાયરલ થઈ છે જેમાં લખ્યું છે કે આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ જે લોકો કોરોના પોઝટવ દર્દીના કોન્ટેક્ટમાં આવે છે, તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે, પછી હળવા લક્ષણ જ કેમ ના હોય. આમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે કરોના વાયરસથી બચાવ માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સાફ હાથ રાખવા ઉપરાંત બચાવ માટે કેટલાક દવાઓ પણ લેતા રહેવું જોઈએ.
વાયરલ પર્ચીમાં હાઇડ્રોક્સી ક્લોરોક્વીીન 400 એણજી દવા અઠવાડિયામાં એકવાર, વિટામિન સી1 ગ્રામ દવા દરરોજ અને જિંક ટેબલેટ 50 એમજી દરરોજ ખાવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એમ પણ લખવામાં આવ્યું છે કે જો તાવ હોય તો ક્રોસીન અથવા કૈલ્પૉલ 650 એમજી તરત લો, જો ગળામાં દુખાવો અને કફની ફરિયાદ હોય છે તો સેટ્રિજિન 10 એમજી દવા, એલેક્સ સિરપ લઇ શકો છો. અહીં અમે તમને એકવાર ફરીથી જણાવી દઇએ કે વાયરલ થઇ રહેલ આ પ્રિસ્ક્રિપ્શન ફેક છે, ખુદ ડૉ. અગ્રવાલે આવા પ્રકારના કોઇપણ નુસ્ખાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત સર ગંગારામ હોસ્પિટલે પણ સ્પષ્ટ કર્યું કે વાયરલ થઇ રહેલો સંદેશ ખોટો છે.
Fact Check: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગની સચ્ચાઈ શું છે?