FACT CHECK: ગુજરાતમાં આર્મી ઉતારી હોવાનો દાવો ખોટો
નવી દિલ્હીઃ કેટલાક પ્રિન્ટ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં ઠેર ઠેર ભારતીય સેનાના જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. આ સમાચારમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રજા પર ઉતરેલા સેનાના જવાનોને પણ પાછા બોલાવી લેવામાં આ્યા છે તેમને ગુજરાતની સ્થિતિને જોતા ગુજરાતમાં તહેનાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભારતીય સેનાએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે આ સમાચાર બિલકુલ ખોટા અને ભ્રામક છે.
ADG PIએ કહ્યું કે કેટલાક પ્રિન્ટ મીડિયામાં ખોટા સમાાર છપાયા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં ભારતીય સેનાના જવાનોની તહેનાતી કરી દેવામાં આવી છે અને જે લોકો રજા પર ગયા છે તેવા તથા રિટાયર થઈ ચૂક્યા છે તેવા જવાનોને પણ હાજર રહેવા કહેવાયું છે. આ સમાચાર એકમદ ખોટા છે. વધુમાં તેમણે કહ્યું કે આવા પ્રકારના કોઈપણ સમાચાર પ્રકાશિત કરતા પહેલા મીડિયાને અધિકૃત સ્રોત પાસેથી પુષ્ટિ કરવા વિનંતી છે.
અગાઉ પણ આવા જ ભારતીય સેના ખડકી દીધી હોવા અંગેના કેટલાક સમાચાર ભૂતકાળમાં પણ સામે આ્યા હતા. લૉકડાઉન દરમિયાન આર્મી ઉતારવાનું ભારતીય સેનાનો કોઈ પ્લાન નથી. લૉકડાઉન દરમિયાન સ્ટેટ મશિનરી જ કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે.
Fact Check: શું ArogyaSetu એપ દ્વારા લોકો પર નજર રાખશે સરકાર?