For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકઃ શું કમાણીના 18% ભાગ લેવા સરકાર લાવી રહી છે કાયદો? જાણો સચ્ચાઈ

સોશિયલ મીડિયા અને વૉટ્સએપ પર એક મેસેજ હાલમાં સતત વાયરલ થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા અને વૉટ્સએપ પર એક મેસેજ હાલમાં સતત વાયરલ થઈ રહ્યો છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર એક નવો કાયદો લાવવા જઈ રહી છે. આના મુજબ દેશના બધા કરદાતાઓએ પોતાની આવનકના 18 ટકા એક ડિપોઝીટ સ્કીમમાં જમા કરવા પડશે. આ કાયદા હેઠળ આ રકમ એક પ્રકારે સરકારને આપવી અનિવાર્ય બની જશે. વાયરલ થઈ રહેલા મેસેજ માટે સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે આમાં કોઈ સચ્ચાઈ નથી. આ માત્ર એક અફવા છે.

fact check

વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યુ છે, પોતાના ખિસ્સા ઢીલા કરવા માટે હવે તૈયાર રહો. સરકાર કમ્પલસરી ડિપોઝીટ એક્ટ(સીડીએ) 1963 લાવવા જઈ રહી છે. આ એક્ટ બધા કરદાતાઓ, પ્રોપર્ટીના માલિક અને તમામ સરકારી કર્મચારીઓ પર લાગુ થશે. આ હેઠળ આ બધાને કમાણીના 18 ટકા ડિપોઝિટ સ્કીમમાં જમા કરાવવાના રહેશે. મેસેજમાં એ પણ કહેવામાં આવ્યુ કે આ કોઈ પહેલી વાર નથી થવા જઈ રહ્યુ, મુશ્કેલ સમયમાં આ પહેલા પણ થઈ ચૂક્યુ છે. દેશમાં ફરીથી 1962ની જંગમાં અને 1972ની લડાઈમાં આ લાગુ કરવામાં આવી ચૂક્યુ છે. નાણા મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યુ કે આ સૂપૂર્ણપણે પાયાવિહોણી વાત છે. આ રીતને કોઈ એક્ટને લાવવા માટે ના તો કોઈ બેઠક થઈ છે અને ના કોઈએ પ્રસ્તાવ આપ્યો છે.

વળી, એક તરફ વાયરલ સમાચાર પર પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે કર્મચારીઓની રિટાયરમેન્ટ ઉંમર ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર જલ્દી પ્રસ્તાવ લાવવા જઈ રહી છે જે બાદ કેન્દ્રીય કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉંમર 50 વર્ષની થઈ જશે. કેન્દ્રીય કાર્મિક રાજ્યમંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે આને માત્ર અફવા ગણાવી.

આ પણ વાંચોઃ એશિયામાં સૌથી ઓછી વસ્તીવાળા દેશ સિંગાપોરમાં ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસઆ પણ વાંચોઃ એશિયામાં સૌથી ઓછી વસ્તીવાળા દેશ સિંગાપોરમાં ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ

English summary
Fake Its not compulsory for you to deposit 18 percent of your income in Deposit Scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X