Fake: કેરળે Reliance Jioના ઈન્ટરનેટ પર પ્રતિબંધ નથી લગાવ્યો
હજી એક અઠવાડિયા પહેલાં જ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ વાયરલ થયા હતા કે પંજાબમાં ખેડૂતોએ રિલાયન્સ જીઓનો ટાવર સળગાવી નાખ્યો. બાદમાં ખુલાસો થયો કે આ દહેરાદૂનમાં ટાવર સળગ્યો હોય તેની જૂની તસવીર હતી અને તેને ખેડૂત આંદોલન સાથે જોડીને શેર કરવામાં આવી રહી હતી. આ બધાની વચ્ચે વધુ એક દાવો કરવાાં આવી રહ્યો છે.
નવા દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે કેરળે જિયો ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક યુઝરે કહ્યું કે કેરળમાં સામ્યવાદી સરકાર દ્વારા પીએમ મોદી અને મુકેશ અંબાણીને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. જીઓ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો છે અને જીઓ જે કિંમતે ઈન્ટરનેટ આપી રહી છે તેની અડધી કિંમતે કેરળ સરકારનું નેટવર્ક કેરલા ફાઈબર લોકોને ઈન્ટરનેટ સર્વિસ ઑફર કરશે.
આ દાવો તદ્દન ખોટો છે, કેરળ સરકારે રિલાયન્સ જિઓ પર પ્રતિબંધ પણ નથી લગાવ્યો અને આવા પ્રકારની એકેય ઈન્ટરનેટ સર્વિસ શરૂ પણ નથી કરી. જો કેરળે જિઓ પર પ્રતિબંધ લગાવ્યો હોત તો તે હેડલાઈન બની ગઈ હોત. વનઈન્ડિયાની ફેક્ટચેક ટીમે આ મામલે વધુ માહિતી મેળવવા ઈન્ટરનેટનો સહારો લીધો પણ આવા પ્રકારના કોઈપણ સમાચાર મળ્યા નહિ.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
હકીકતમાં સરકારી સંસ્થાઓ અને ગરીબી રેખા હેઠળ જીવતા 20 લાખ લોકોને કેરલા ફાઈબર ઓપ્ટિક નેટવર્ક અંતર્ગત મફત ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાની કેરળ સરકાર પાસે યોજના છે. પરંતુ આ સર્વિસ ઉપલબ્ધ કરવા માટે કેરળ સરકારે રિલાયન્સ જિઓ, બીએસએનએલ અને એરટેલ સાથે પાર્ટનરશિપ કરવાનો પ્લાન બની રહી છે.
જો કાયદેસર રીતે કાર્યરત હોય તો સરકાર રાજ્યમાં કોઈપણ ટેલિકોમ કંપનીઓ પર પ્રતિબંધ ના લગાવી શકે, બધી જ ટેલિકોમ કંપનીઓને કોઈપણ રાજ્યમાં સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો સમાન હક છે. આમ કેરળ સરકારે રાજ્યમાં રિલાયન્સ જિઓ પર પ્રતિબંધ લગાવ્યો હોવાનો દાવો તદ્દન ખોટો છે.

Fact Check
દાવો
કેરળ સરકારે રિલાયન્સ જિઓ પર પ્રતિબંધ લગાવ્યો
નિષ્કર્ષ
આ દાવો ખોટો છે અને રાજ્ય એકેય ટેલિકોમ નેટવર્ક પર પ્રતિબંધ ના લગાવી શકે