Fake: RBIએ SBI ના ‘આધાર' આધારિત ચૂકવણી સર્વર (AePS)ને બંધ કર્યુ નથી
સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થયો છે કે રિઝર્વ બેંકે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના આધાર આધારિત ચૂકવણી સર્વરને બંધ કરી દીધુ છે. પરંતુ અમે ફેક્ટ ચેકમાં જોયુ છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા અને નિરાધાર છે. રિઝર્વ બેંકે આવો કોઈ નિર્ણય લીધો નથી અને આ રીતના નકલી મેસેજ માત્ર લોકોને ડરાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યા છે.(ફોટો પ્રતીકાત્મક)
સોશિયલ મીડિયા પર દાવો
સોશિયલ મીડિયા પર જે મેસેજ કરવામાં આવી રહ્યો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે સ્ટેટ બેંકના આધાર આધારિત ચૂકવણી સર્વર(AePS) દ્વારા તમે પૈસા નહિ કાઢી શકો. કારણકે રિઝર્વ બેંકે સ્ટેટ બેંકના આની સાથે જોડાયેલ સર્વરને અસ્થાયી રીતે ફ્રીઝ કરી દીધુ છે. મેસેજ મુજબ આ સર્વર 14 એપ્રિલ સુધી ડાઉન રહેશે અને આ દરમિયાન જો કોઈ આ સુવિધાના ઉપયોગની કોશિશ કરશે તો તેના પૈસા ફસાઈ શકે છે કારણકે સર્વર ડાઉન ચાલી રહ્યુ છે.
નકલી છે સંદેશ
તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે એવી કોઈ ગાઈડલાઈન્સ જારી નથી કરી અને સોશિયલ મીડિયા પર સ્ટેટ બેંક વિશે ચાલી રહેલ આવા સંદેશ સંપૂર્ણપણે નકલી છે. રિઝર્વ બેંકે સ્ટેટ બેંકના કોઈ સર્વરને બંધ કર્યુ નથી. માટે તમે આ રીતના નકલી મેસેજ પર બિલકુલ વિશ્વાસ ન કરો.
આધાર આધારિત ચૂકવણી સર્વર શું છે
એઈપીએસ એક પેમેન્ટ સિસ્ટમ છે જે યુનિક આઈડેન્ટીફિકેશન નંબરનો ઉપયોગ કરીને આધાર કાર્ડધારકોને નાણાંકીય લેવડદેવડની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આના દ્વારા તમે પોતાના ખાતામાંથી ફંડ ટ્રાન્સફર કરી શકો છો, ચૂકવણી કરી શકો છો, પૈસા જમા કરી શકો છો, પૈસા કાઢી શકો છો અને પોતાનુ બેંક બેલેન્સ પણ જાણી શકો છો. કારણકે આ આધાર સાથે જોડાયેલુ છે. માટે આ સમાજના દરેક વર્ગને ડિજિટલ લેવડદેવડની સુરક્ષિત સાધન પૂરુ પાડે છે. આજની તારીખમાં લાખો લોકો આ સુવિધોનો ઉપયોગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીનુ કાલે 10 વાગે સંબોધન, લૉકડાઉન લંબાવવા અંગે કરી શકે છે એલાન