Fake News: કોરોના વાયરસની વેક્સીન લીધા બાદ પુતિનની દીકરીનું મોત
સોશિયલ મીડિયાનું ચલણ જેમ જેમ વધ્યું તેમ તેમ ફેક ન્યૂઝ પણ ફેલાવા વધી ગયા છે. તાજેતરમાં જ રશિયાએ કોરોના વાયરસની દવાનું સફળ ટેસ્ટિંગ કરી લીધું હોવાની વાત કહી હતી અને રશિયાએ દાવો કર્યો હતો કે આ રસીના ડોઝથી જ રશિયાના પ્રેસિડેન્ટ પુતિનની દીકરીને સાજી કરવામાં આવી છે. આ સમાચાર આવ્યાના થોડા દિવસો બાદ જ બીજા એક સમાચાર વાયરલ થવા લાગ્યા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસની વેક્સીન આપ્યા બાદ પુતિનની દીકરી મૃત્યુ પામી છે. જો કે અમારા ફેક્ટ ચેકમાં આ મામલે તપાસ કરતાં આ દાવો બિલકુલ ખોટો હોવાનું સામે આવ્યું છે.
એક વેબસાઈટે આર્ટિકલ પબ્લિશ કર્યો હતો જેમાં પુતિનની દીકરી મૃત્યુ પામી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સદંતર ફેક ન્યૂઝ છે અને હજી સુધી આ મામલે કોઈપણ પ્રકારનું ઑફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર નથી થયું. જણાવી દઈએ કે વેબસાઈટે થોડા અઠવાડિયા પહેલા આ આર્ટિકલ છાપવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે કોરોના વાયરસની વેક્સીનની ઘોષણા કરતાં પુતિને કહ્યું હતું કે, તેણી દીકરીએ પણ કોરોના વાયરસની વેક્સીન લીધી છે. શરૂઆતાં તેને થોડો તાવ આવ્યો હતો અને બાદમાં તે સાજી થઈ ગઈ હતી. હવે તેના શરીરમાં અઢળક એન્ટીબૉડી છે.
તો અમારી તપાસમાં કોવિડ 19ની વેક્સીન લેવાથી પૂતિનની દીકરી મૃત્યુ પામી હોવાના સમાચાર તદંતર ખોટા સાબિત થાય છે.
Fact Check: શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવવાની તસવીરનું સત્ય