For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી

|
Google Oneindia Gujarati News

શિવને દેવોના દેવ કહેવામાં આવે છે. તેમને મહાદેવ, ભોળેનાથ, શંકર, મહેશ, રૂદ્ર, નીલકંઠના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ હિન્દુ ધર્મના પ્રમુખ દેવતાઓમાના એક છે. શિવના 108 નામ છે અને તેનું પણ એક અલગ મહત્વ છે. વર્ષોથી આપણે શિવની પૂજા કરતા આવીએ છીએ. ક્યારેય આપણે વિચાર્યું છેકે તેમને મહાદેવ શા માટે કહેવામાં આવે છે અને તેમને અન્ય ભગવાનો કરતા વધારે શા માટે પૂજવામાં આવે છે. તેની પાછળ પણ એક મોટું કારણ છે. તમને માલુમ હશે કે ભગવાન શિવ કૈલાશ પર્વત પર રહેતા હતા, તેમની પત્ની પાર્વતી અને બે પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે.

તેઓ ક્યારેય કોઇ મહેલમાં રહ્યાં નથી. કદાચ આ જ કારણ છેકે તેઓ અન્ય દેવતાઓ કરતા અલગ છે અને તેમની વેશભૂષા પરથી પણ એ જાણવા મળે છે. અન્ય દેવતાની જેત તે આભુષણ પહેરતા નથી, પરંતુ તેમના માથા પર ચંદ્રમાં અને જટાઓમાં ગંગાજીનો વાસ છે. વિશ્વને બચાવવા માટે શિવજીએ વિષ પણ પી લીધું હતું, ત્યારબાદ તેમનું નામ નિલકંઠ પડ્યું. તેમના ગળામાં લટકાવેલો નાગ, હાથોમાં ડમરુ અને ત્રિશૂળ હોય છે. તો ચાલો આજે અમે તમને તસવીરો થકી તેમની વેશભૂષા અંગે જણાવીએ, કારણ કે તે આપણા જીવનમાં પણ મહત્વ ધરાવે છે.

શિવજીની જટા જે શરીર અને આત્માનું સામંજસ્ય દર્શાવે છે

શિવજીની જટા જે શરીર અને આત્માનું સામંજસ્ય દર્શાવે છે

જો તમે એક સારા વિદ્યાર્થી બનવા માગો છો તો તેના માટે તમારું દિમાગ અને આત્મા સ્વસ્થ હોવા ઘણા જરૂરી છે અને એ માટે તમારું મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન રહેવું જોઇએ, જેથી તમે કોઇપણ બિમારી સામે લડી શકો.

ત્રીજું નેત્ર- મનની આંખોથી જોવું

ત્રીજું નેત્ર- મનની આંખોથી જોવું

જો આપણે જીવનમાં કંઇક બનવું છે તો જે વિચાર્યું છે તેને પૂર્ણ કરવું પડશે. એ જ આપણને જીવતા શીખવે છે. જે આપણને લાગી રહ્યું છેકે આપણે નહીં કરી શકીએ અને તેને મેળવવા માટે જાન લગાવીને પ્રયાસ કરીને તેને મેળવીએ તો કદાચ આપણને આપણા પર જ આશ્ચર્ય થશે. આ શીખ આપણને ભગવાન શિવ પાસેથી મળે છે, જે થઇ રહ્યું છે તેના પર વિચારો અને તેને હાસલ કરવામાં લાગી જાઓ.

ત્રિશૂળ- મન, બુદ્ધિ અને અહંકાર પર નિયંત્રણ

ત્રિશૂળ- મન, બુદ્ધિ અને અહંકાર પર નિયંત્રણ

જો તમે જીવનમાં અનેકવિધ પરેશાનીઓ બાદ અથવા હારના ભયથી કંઇક મેળવ્યું છેતો અહીથી તમારી અંદર અહંકાર આવવા લાગે છે અને જો જીવનમાં સફળ થવું હોય તો તેના પર નિયંત્રણ જરૂરી છે. જે વ્યક્તિમાં અહંકાર નથી હોતો, તેની બુદ્ધિ અને મન સારી રીતે કામ કરે છે.

ધ્યાન મુદ્રા- મનની શાંતિ

ધ્યાન મુદ્રા- મનની શાંતિ

મનની શાંતિનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. તે આપણને દરરોજની સમસ્યા સામે લડવા માટે શક્તિ આપે છે અને આપણા દિમાગને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

શરીર પર રાખ- બધુ જ અસ્થાયી છે, ત્યાં સુધી કે આપણું શરીર પણ

શરીર પર રાખ- બધુ જ અસ્થાયી છે, ત્યાં સુધી કે આપણું શરીર પણ

આજ કાલ મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ પોતાની સુંદરતા પાછળ ઘણો ખર્ચ કરે છે. આપણે જાણીએ છીએ કે આ બધુ અસ્થાયી છે પછી પણ. જોકે તેનો અર્થ એ નથી કે તમે તમારા સ્વાસ્થ્યને નજર અંદાજ કરો. બહારની સુંદરતાને નહીં તમારી અંદરની સુંદરતાને બહાર લાવવાનો પ્રયાસ કરો.

નીલકંઠ- ગુસ્સાને ખતમ કરવા

નીલકંઠ- ગુસ્સાને ખતમ કરવા

ગુસ્સો આપણો સૌથી મોટો દુશ્મન છે, તેને ખતમ અથવા નિયંત્રણ કરવો એ આપણી જવાબદારી છે. ગુસ્સો અંદર રહી જાય તો ઝેર છે અને બહાર નિકળી જાય તો બીજા માટે હાનિકારક છે. તો બીજીવાર ગુસ્સો આવે ત્યારે ફરવા નિકળી જાઓ અને ગુસ્સા પર કાબુ કરવા માટે માર્શલ આર્ટ શીખો.

ડમરુ- શરીરની તમામ ઇચ્છાઓથી મુક્તિ

ડમરુ- શરીરની તમામ ઇચ્છાઓથી મુક્તિ

ભગવાન શિવનો ડમરુ દર્શાવે છેકે તમારી ઇચ્છા શક્તિ મજબૂત થાય જેથી તમે તમારી તમામ બુરાઇઓ પર કાબુ મેળવી શકો અને આ બધું તમને હાંસલ થશે યોગ્ય ખાન પાન અને વ્યાયામથી.

ગંગા- અજ્ઞાનતાનો અંત અને જ્ઞાન તથા શાંતિની સવાર

ગંગા- અજ્ઞાનતાનો અંત અને જ્ઞાન તથા શાંતિની સવાર

સાચું જ્ઞાન જ એક સારો માનવી બનાવે છે અને પોતાના પર વિશ્વાસ રાખતા શીખવે છે. જેનાથી તમે જીવનમાં એ તમામ સારી સમસ્યાઓ સાથે લડી શકો છો અને તમારા જીવનને સારું બનાવી શકો છો.

કમંડલ- શરીરમાંથી બુરાઇઓને હટાવવી

કમંડલ- શરીરમાંથી બુરાઇઓને હટાવવી

તમારે મન અને શરીર બન્નેમાંથી ખરાબ વિચાર, નકારાત્મકતા અને ગંદકી કાઢી નાખવીએ જ સારી અને શ્રેષ્ઠ વિચારને જન્મ આપે છે. તેનાથી દિમાગ સારા કામો અને નવા વિચારોને વિકસિત કરવામાં મદદ કરે છે.

ગળામાં નાગ- અહંકાર પર નિયંત્રણ

ગળામાં નાગ- અહંકાર પર નિયંત્રણ

અહંકાર તમારો સૌથી મોટો દુશ્મન છે અને આ ક્રોધને જન્મ આપીને તમે સ્વાસ્થ્ય ખરાબ કરે છે. તો તમારા અહંકારને ખતમ કરો અને માનસિક અને શારીરિક રીતે શાંત રહેવાનો પ્રયાસ કરો.

English summary
There is more to Lord Shiva than simply being the only ascetic God. Here are the 10 things Lord Shiva symbolizes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X