For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના કેટલાક અનોખા Funeral Tradition

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ વિવિધતામાં એકતાથી ભરેલું છે. દરેક પ્રદેશ પોતાના વૈવિધ્યના કારણે જાણીતો છે. ભારતની વાત કરવામાં આવે તો ભારત તેની સંસ્કૃતિ, આસ્થા અને મહેમનાગતિના કારણે વિદેશી પ્રવાસીઓને પોતાના કાયલ બનાવી દે છે, તો ફ્રાન્સ, યુકે જેવા પ્રદેશો પોતાની સુંદરતાથી આપણું મન મોહી લે છે. કેટલાક પ્રદેશોમાં માનવીઓ દ્વારા રચવામાં આવેલી રચના અને સર્જન આપણને અભિભૂત કરી દેતા હોય છે, તો ક્યાંક કૂદરતે કરલું સર્જન આપણને મંત્રમુગ્ધ બનાવી દે છે.

વિશ્વ આવી સુંદરતાની સાથોસાથ કટેલાક અજબ ગજબ ટ્રેડિશન પણ પોતાની ગોદમાં સમાવીને બેસેલું છે. જો અંતિમ ક્રિયાની વાત કરવામાં આવે તો ભારતમાં ખાસ કરીને હિન્દુઓમાં અંતિમ ક્રિયા દરમિયાન મુખાગ્નિ કરવામાં આવે છે, જ્યારે અન્ય ધર્મોમાં તેને દફનાવવામાં આવે છે. તો આજે અમે અહી વિશ્વના આવા જ કેટલાક અજીબો ગરીબ ફ્યૂનરલ ટ્રેડિશન(અંતિમવિધિ પ્રથા) અંગે જણાવી રહ્યાં છીએ.

ફમાદિહાના

ફમાદિહાના

ફમાદિહાના એક અંતિમ સંસ્કાર વિધિ છે, જે મડાગાસ્કરમાં મલાગસી લોકો દ્વારા કરવામા આવે છે. મૃતકના શરીરને પારિવારિક ગુફામાંથી પોતાના પૂર્વજોના શરીરને લાવે છે, તેને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે, નૃત્ય કરવામાં આવે છે. આ રીતે તેઓ પોતાના વડવાઓને યાદ કરે છે અને તેમના પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. તેઓ સમયાંતરે આ પ્રકારે વડવાઓના મૃતદેહને બહાર કાઢે છે અને નવા વસ્ત્રો પહેરાવે છે, બાદમાં આખા ગામમાં તેને ફેરવવામાં આવે છે અને પછી ફરી દફનાવી દેવામાં આવે છે.

મૃતદેહને વૃક્ષ સાથે બાંધવું

મૃતદેહને વૃક્ષ સાથે બાંધવું

આ પ્રકારના અંતિમ સંસ્કારમાં મૃતદેહને ગામમાં આવેલા એક પ્રાચીન વૃક્ષમાં બાંધવામાં આવે છે. આ પ્રકારની પ્રથા એ લોકો દ્વારા કરવામાં આવે છે, જેઓ વિશ્વમાં રહેલી અન્ય કોઇ પણ પ્રકારની પ્રથાઓને ફોલો કરતા નથી હોતા. તેઓ એ વાત નિશ્ચિત કરાવવા માગે છેકે મૃતક હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહે છે. આ પ્રથા થકી તેઓ અન્યોને એ વાત પણ યાદ અપાવે છેકે મૃત્યુંને પામવા અને મૃત્યું બાદ પણ જીવવા તૈયાર થઇ જાઓ.

કૉફિનને ટિંગાળવા

કૉફિનને ટિંગાળવા

આ પ્રથા જૂના ચાઇનીઝ રાજવંશો દ્વારા કરવામાં આવતી હતી. તેઓ કૉફિને ઉંચા પર્વત પર બાંધતા હતા. તેઓ એવું વિચારતા હતા કે કૉફિનને જેટલું આકાશની નજીક બાંધવામાં આવે તેટલા સ્વર્ગની નજીક મૃતક રહે છે.

માસ સ્કાવેંગિંગ

માસ સ્કાવેંગિંગ

આ પ્રથા નોર્થ અમેરિકાના પેસેફિક નોર્થવેસ્ટ કોસ્ટના સ્વદેશી લોકો દ્વારા કરવામાં આવતી હતી. આ પ્રથાનુસાર મૃતદેહને ગામ, શહેરની બહારના એક ખાસ પ્રદેશમાં ફેંકી દેવામાં આવે છે, ત્યારબાદ જંગલી પ્રાણીઓ દ્વારા આ મૃતદેહોનો આહાર કરવામાં આવે છે. જેના કારણે આ લોકોને એવી એકપણ પ્રથા કરવી પડતી નહોતી જે અન્ય ધર્મ કે જાતિમાં કરવામાં આવે છે. તેઓ માને છેકે તમે માત્ર હૃદયમાં જીવિત અને મૃત રહી શકો છો, તેના માટે ના તો કોઇ સ્થળની કે શરીરની જરૂર રહે છે.

ગીધ માટે મૃતદેહ છોડી મુકવા

ગીધ માટે મૃતદેહ છોડી મુકવા

આ અનોખી અને અજીબોગરીબ પ્રથા મુંબઇમાં પારસી સમુદાય દ્વારા કરવામાં આવતી હતી. આ પ્રથા અનુસાર પહેલા મૃતદેહને સ્વચ્છ કરવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે અને બાદમાં પોતાના ધર્મસ્થળમાં તેને ગીધો માટે છોડી દેવામાં આવે છે.

અગ્નિદાહ

અગ્નિદાહ

આ પ્રથા આજના આધુનિક સમયમાં પણ કરવામાં આવે છે. એક ખાસ સ્થળે મૃતદેહને લાકડાંઓ પર રાખવામાં આવે છે અને એક ધાર્મિક વિધિ બાદ તેને અગ્નિદાહ આપવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં હિન્દુ ધર્મમાં આ પ્રથા ખાસી પ્રચલીત છે. ગંગી નદી અથવા તો અન્ય નદી કિનારે આ પ્રકારની પ્રથા કરવામાં આવે છે.

ગળુ દબાવવું

ગળુ દબાવવું

આ પ્રથા સતિ પ્રથાનું એક મોર્ડન વર્ઝન સમાન છે. આ પ્રથા અનુસાર પોતાના અતિપ્રીય વ્યક્તિના મૃત્યું બાદ તેની સાથે જોડાયેલી વ્યક્તિને પણ મૃત્યું આપવામાં આવે છે. એવી માન્યતા છેકે જે વ્યક્તિનું મૃત્યું થાય છેતે તેની પાછળ અન્ય કોઇને છોડીને ના જવો જોઇએ જેને તે પ્રેમ કરતો હોય.

કૅનિબલિઝમ

કૅનિબલિઝમ

આ વધુ એક અજીબોગરીબ પ્રથા છે. જે બ્રાઝીલ અને પપુવા ન્યુ ગુએનામાં કરવામાં આવે છે. જેમાં શરીરના અમુક ભાગને જરૂરિયાત પ્રમાણે ચોરી લેવામાં આવે છે, અથવા તો તેનો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રથા ખાસ કરીને જંગલમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ ઔષધો અને છોડને વધુ ખાઇ શકતા નથી.

સ્કાય બુરિઅલ

સ્કાય બુરિઅલ

આ એક અનોખી પ્રથા છે જેમાં મૃતકના શરીરના નાના-નાના ટૂકડાં કરવામાં આવે છે અને બાદમાં તેને પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ માટે ખુલ્લામાં મુકી દેવામાં આવે છે. આ પ્રથા ખાસ કરીને ચાઇનીઝ વિસ્તારોમાં વધારે કરવામાં આવે છે, તેની આસપાસના તિબેટ, કુન્ઘાઇમાં પણ આ પ્રથા લાગું છે.

સતિ પ્રથા

સતિ પ્રથા

આ એક અત્યંત જૂની પ્રથા છે જે હિન્દુ ધર્મમાં અપનાવવામાં આવતી હતી. જો કે હાલના સમયમાં આ પ્રથા ભાગ્યેજ ક્યાંક કરવામાં આવતી હશે. સતિ પ્રથાએ મહિલાઓને સજાના ભાગરૂપે મળતી હતી કે જેમના પતિનું મૃત્યું થઇ ગયું હોય. આ પ્રથા માત્ર હિન્દુઓમાં જ નહીં પરંતુ અન્ય કેટલાક ધર્મોમાં પણ આ પ્રથા હતી. આ પ્રથા અનુસાર જે મહિલાનો પતિ મૃત્યું પામ્યો હોય એ મહિલાએ પણ પોતાના પ્રાણની આહુતિ આપવી પડતી હતી.

English summary
Bizarre Funeral Traditions in the World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X