• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1 જુલાઇ: આખા દિવસના સમાચારોને જુઓ તસવીરોમાં

|

અમદાવાદ, 1 જુલાઇ : આજથી એટલે કે પહેલી જુલાઇથી વ્યાવસાયિક દિવસ બદલાઇ રહ્યો છે. આજના દિવસે દેશભરમાં બે-ત્રણ એવી ઘટનાઓ ઘટી છે જેના કારણે આપણું ધ્યાન ખાસ કરીને એ તરફ જઇ શકે. સૌથી પહેલા વાત કરીએ તો આજે સવારના છ વાગ્યે કાશ્મીરમાં પોલીસ જવાનો અને આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ આતંકવાદીને ઠાર મર્યા હતા, જ્યારે એક પોલીસકર્મી શહીદ થયો હતો તેમજ ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતા.

આ ઉપરાંત અન્ય સમાચારો તરફ ધ્યાન દોરીએ તો ઉત્તરાખંડમાં આવેલા પૂરના પગલે બચાવ કામગીરી આજે 16માં દિવસે પણ ચાલું છે. હજી સુધી અત્રે 900 જેટલા લોકો ફસાયેલા છે જ્યારે 3000 લોકો ખોવાયેલા છે. આ મુદ્દાને પગલે રાજકીય પક્ષોમાં આજે ભારે ટ્વિટર યુદ્ધ જોવા મળ્યું હતું. બીજેપી નેતા સુષમા સ્વરાજે તો બહુગુણા સરકારને બર્ખાસ્ત કરવાની માંગ કરી દીધી હતી.

આજના ખાસ સમચાર એ રહ્યા છે મોદીને ચૂંટણીમાં પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ પહેલી વાર લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી એક સાથે જૂનાગઢ મળ્યા હતા. મોદી અને અડવાણી સહિતના દિગ્ગજ નેતાઓ પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયાના શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા આવ્યા હતા.

સાંજ ઢળતાની સાથે સાથે એક એવા સમાચાર આવ્યા જેને સાંભળીને ડિઝલકાર ધારકોમાં નિરાશા પ્રવર્તી ગઇ છે. ડિઝલના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે આજે રાત્રેથી લાગુ કરવામાં આવશે.

કાશ્મીરમાં આતંકી હુમલો

કાશ્મીરમાં આતંકી હુમલો

આજે સવારના છ વાગ્યે કાશ્મીરમાં પોલીસ જવાનો અને આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ આતંકવાદીને ઠાર મર્યા હતા, જ્યારે એક પોલીસકર્મી શહીદ થયો હતો તેમજ ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતા.

સુષમા સ્વરાજનું ઉગ્ર વલણ

સુષમા સ્વરાજનું ઉગ્ર વલણ

આ ઉપરાંત અન્ય સમાચારો તરફ ધ્યાન દોરીએ તો ઉત્તરાખંડમાં આવેલા પૂરના પગલે બચાવ કામગીરી આજે 16માં દિવસે પણ ચાલું છે. હજી સુધી અત્રે 900 જેટલા લોકો ફસાયેલા છે જ્યારે 3000 લોકો ખોવાયેલા છે. આ મુદ્દાને પગલે રાજકીય પક્ષોમાં આજે ભારે ટ્વિટર યુદ્ધ જોવા મળ્યું હતું. બીજેપી નેતા સુષમા સ્વરાજે તો બહુગુણા સરકારને બર્ખાસ્ત કરવાની માંગ કરી દીધી હતી.

મોદી મળ્યા અડવાણીને

મોદી મળ્યા અડવાણીને

મોદીને ચૂંટણીમાં પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ પહેલી વાર લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી એક સાથે જૂનાગઢ ખાતે મળ્યા હતા. મોદી અને અડવાણી સહિતના દિગ્ગજ નેતાઓ પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયાના શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા આવ્યા હતા.

અમૂલનો ટેસ્ટ થયો મોંઘોઃ દૂધમાં 2 રૂપિયાનો વધારો

અમૂલનો ટેસ્ટ થયો મોંઘોઃ દૂધમાં 2 રૂપિયાનો વધારો

મોંઘવારી સામે લડત ચલાવી રહેલી પ્રજા માટે માઠા સમાચાર છે. ગત અઠવાડિયે પેટ્રોલના ભાવમાં વધારો થયા બાદ હવે જીવન જરૂરી દૂધના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય નાગરીકની કમર તૂટી ગઇ છે. 'ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા' અમૂલ દ્વારા આજથી પોતાની તમામ દૂધ પ્રોડક્ટમાં 2 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે જ અમૂલ દ્વારા ચાલું વર્ષમાં સતત બીજી ભાવ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

મોદી- અમિત શાહને રાહતઃ ઇશરત કેસમાં CBI નહીં બનાવે આરોપી

મોદી- અમિત શાહને રાહતઃ ઇશરત કેસમાં CBI નહીં બનાવે આરોપી

ચર્ચાસ્પદ ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ માટે હાલ રાહતના સમાચાર છે. આ કેસની તપાસ ચલાવી રહેલી સીબીઆઇ દ્વારા તેમને હાલ પુરતા આરોપી નહીં બનાવવામાં આવે તેવા અહેવાલ છે.

ચેમ્પિયન્સ હાર્યા

ચેમ્પિયન્સ હાર્યા

'ચેમ્પિયન' ભારતના વિજય રથ પર બ્રેક લાગી છે. ટ્રાઇ સીરીઝની રવિવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને એક વિકેટથી હરાવી દીધું છે. ભારતે આપેલા 230 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાન પર ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 47.4 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી. અંતિમ પળોમાં વેસ્ટ ઇન્ડિઝની વિકેટ સતત પડતાં એક સમયે મેચ રોમાંચક તબક્કામાં જતી રહી હતી. ઇન્ડિઝ તરફથી જ્હોનસે ચાર્લસે શાનદાર 97 રનની ઇનિંગ રમીને મેચ પલટાવી નાંખી હતી.

કાશ્મીરી પ્રદર્શનકારીઓએ લશ્કરી શાળા પર હુમલો કર્યો

કાશ્મીરી પ્રદર્શનકારીઓએ લશ્કરી શાળા પર હુમલો કર્યો

કાશ્મીરના બાંદીપોર જિલ્લાના એક ગામમાં લશ્કરના જવાનોએ કરેલા ગોળીબારમાં બે યુવાનના મૃત્યુને લીધે રોષે ભરાયેલા લોકોએ આજે આ જિલ્લામાં દેખાવો કર્યા હતા. વિફરેલા લોકોએ હાજીન વિસ્તારમાં આવેલી એક આર્મી સ્કૂલને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ઉત્તરકાશી અને ગોવિંદવાડીમાં બચાવકાર્ય હજી ચાલુ

ઉત્તરકાશી અને ગોવિંદવાડીમાં બચાવકાર્ય હજી ચાલુ

ઉત્તરાખંડમાં આવેલા પૂરના પગલે બચાવ કામગીરી આજે 16માં દિવસે પણ ચાલું છે. હજી સુધી અત્રે 900 જેટલા લોકો ફસાયેલા છે જ્યારે 3000 લોકો ખોવાયેલા છે.

અમરનાથમાં લાગી બોલ બમની ધૂન

અમરનાથમાં લાગી બોલ બમની ધૂન

અમરનાથ યાત્રા દરમિયાન સાધૂ સંતોએ બોલ બમની ધૂન લગાવી હતી.

English summary
1 July: whole day's news see in picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more