• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2013માં આ દસ લોકોએ પકડ્યું ચર્ચાનું જોર, કોણ છે તે મહારથીઓ?

|

2013માં ક્યાંક વિકાસ, ક્યાંક વાદ વિવાદ તો ક્યાંક સિદ્ધીઓ જોવા મળી. ભારતની વાત કરવામાં આવે તો ક્રિકેટ, વિજ્ઞાન, રાજકારણથી લઇને સેના સહિત અનેક એવા વિષયો રહ્યાં કે જે સતત ચર્ચામાં રહ્યાં. પરંતુ આજે અમે અહીં એ ચર્ચાઓ અંગે નહીં પરંતુ 2013 દરમિયાન એવા કયા ચહેરા હતા કે જેમણે સતત સમાચારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

આ યાદીમાં નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીથી લઇને , સચિન તેંડુલકર, સીએન રાવ, આસારામ બાપુ સહિતના લોકો છે. સચિન તેંડુલકરની વાત કરવામાં આવે તો તેણે ક્રિકેટને અલવિદા કહેવા અને ભારત રત્ન મળવાની જાહેરાતના કારણે ચર્ચા જગાવી હતી, તો મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવતા તેમણે ચર્ચા જગાવી હતી. જ્યારે આસારામ બાપુ પર યૌન શોષણના આરોપ લાગતા તેઓ સતત સમાચારમાં રહ્યાં હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ 2013માં કોણ કોણ બન્યુ હતું સમાચારનું કેન્દ્ર.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

હાલના સમયમા જો કોઇ રાજકીય નામ સતત સમાચાર બન્યુ હોય તો તે છે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી. તેમને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ તેમના નામને લઇને અડવાણી ટોળકીમાં ખાસો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ દરમિયાન ગુજરાતીઓને બચાવ્યા તે અંગેના નિવેદન, સહિત અનેક વિવાદિત નિવેદનો અને ખાસ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરવાના કારણે ચર્ચામાં રહ્યાં હતા, આ ઉપરાંત વિકાસ અંગેના પોતાના વિચારો રજૂ કરીને તેમણે ભારતના યુવાનોનું દિલ જીત્યું હતું.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવનાર અને દિલ્હીમાં 28 બેઠકો સાથે વિજયી થનાર આપ પાર્ટીના નેતા અને સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ પણ સતત ચર્ચામાં રહ્યાં છે. 2013 વર્ષ દરમિયાન અરવિંદ કેજરીવાલએ અનશન કરીને દિલ્હીમાં વિજળી અને પાણી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તેમણે અનેક નેતાઓ વિરુદ્ધ ખુલાસા કરીને ચર્ચા જગાવી હતી.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

2013માં સતત ચર્ચામાં મોદી અને કેજરીવાલ અન્ય કોઇ જો રહ્યું હતો તો તે કોંગ્રેસના યુવરાજ અને પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીને 2013માં કોંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ તેઓ ખાસો સમય ચર્ચામાં રહ્યા હતા અને કોંગ્રેસ દ્વારા તેમને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરશે તેવુ માનવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત તેઓ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં યોજેલી સભા દરમિયાન વિવાદિત નિવેદનો કરવાના કારણે પણ ચર્ચામાં રહ્યાં હતા.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

2013 ભારતીય ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિરાશાજનક રહ્યો હતો, કારણ કે 2013માં સચિને પોતાની કારકિર્દીની 200મી ટેસ્ટ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. સચિનને નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યા બાદ તે તેની 200મી ટેસ્ટ સુધી સમાચારમાં રહ્યા હતા. ક્રિકેટ ક્ષેત્રે ભારતને વિશ્વકક્ષાએ

ઉચ્ચ નામના અપાવવા બદલ ભારત સરકાર તરફથી તેને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

લાલ કૃષ્ણ અડવાણી

લાલ કૃષ્ણ અડવાણી

2013માં લાલકૃષ્ણ અડવાણી ત્યારે ચર્ચામાં આવ્યા, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું કદ રાષ્ટ્રીય રાજકારણમાં વધવા લાગ્યું. પહેલા તો મોદીને ભાજપની ચૂંટણી કમિટિના પ્રમુખ બનાવવામાં આવ્યા તેનો અડવાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ જ્યારે પક્ષે મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે તેમણે જોરદાર વિરોધ કર્યો હતો અને પોતાના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સીએનઆર રાવ

સીએનઆર રાવ

સીએનઆર રાવ ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. રસાયણ ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન બદલ આ જાહેરાત કરવામાં આવી હતી. રસાયણ વૈજ્ઞાનિક સીએન. આર. રાવે અત્યાર સુધી 14000 રિસર્સ પેપર અને 45 પુસ્તકો લખી છે અને દેશને એક આંતરરાષ્ટ્રીય ઓળખ આપાવી છે.

રઘુરામ રાજન

રઘુરામ રાજન

કેન્દ્રીય નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર રઘુરામ રાજન ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના નવા ગવર્નર બન્યા હતા. તેમણે ડી સુબ્બારાવનું સ્થાન લીધી હતું. આ અંગે નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગવર્નર તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે રઘુરામ રાજનની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે.

આસારામ બાપુ

આસારામ બાપુ

રાજધાની દિલ્હીમાં સંત આસારામ બાપુ પર જ્યારે યૌન શોષણનો આરોપ લાગ્યો તો મીડિયામાં સમાચાર ઝડપથી દોડવા લાગ્યા. સામાચારમાં દરેક ચેનલે એફઆરઆઇની કોપી ઉછાળી, જેમાં કહેવામાં આવ્યું કે એક ઝુંપડીમાં તાંત્રિક પ્રક્રિયાના બહાને સંત આસારામે એક કિશોર છોકરી સાથે દુરાચાર કર્યો હતો. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં એક સગીરાએ મામલો દાખલ કર્યો હતો. યુવતી યુપીની રહેવાસી છે, પરંતુ તેણે દિલ્હીમાં કેસ દાખલ કરાવ્યો હતો.યુવતી જોધપુરના ગુરુકુળમાં ભણતી હતી, તેને આરોપ લગાવ્યો હતો કે, આસારામ બાપુએ તેને પોતાના આશ્રમમાં બોલાવીને તેની સાથે યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ આસારામ બાપુ પોતાના પર લાગેલા આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. આસારામ બાપુ હાલ જેલમાં છે.

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવ

સીબીઆઇ કોર્ટે જ્યારે લાલુ પ્રસાદ યાદવને સજા સંભળાવી ત્યારે જાણે કે તેમની રાજકિય કારકિર્દીનો અંત આવ્યો હોય તેમ લાગ્યું. 1994-95માં કરવામાં આવેલા ઘાસ-ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સૌથી વધારે પાંચ વર્ષની સજા અને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવ સિવાય આરજેડી સાંસદ જગદીશ શર્માને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને ચાર વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ જજ પીકે સિંહે લાલુ અને અન્ય 44 લોકોને ચાઇબાસા કોષાગારમાંથી ગેરકાયદે રીતે 37.70 કરોડ રૂપિયા કાઢવાના મામલામાં દોષી ગણાવ્યા હતા. આ રકમ 1994થી 1995 દરમિયાન કાઢવામાં આવી હતી.

જનરલ વી.કે સિંહ

જનરલ વી.કે સિંહ

પૂર્વ ભારતીય સેનાપ્રમુખ જનરલ વીકે સિંહ વિરુદ્ધ ચોંકાવનારા આરોપો લગાવવામાં આવ્યા હતા. એક અહેવાલ અનુસાર જનરલ વીકે સિંહએ પોતાના કાર્યકાળ દરમિયાન જમ્મૂ અને કાશ્મિરમાં ઓમર અબ્દુલ્લાની સરકારને અસ્થિર કરવા માટે સેનાના ગુપ્તકોષનો દુરુપયોગ કર્યો હતો અને રાજ્યના મંત્રી ગુલામ હસન મીરને આ કામ માટે 1.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જો કે મીરે સેનાના ગુપ્ત કોષમાંથી કોઇ ધન મળ્યું હોવાનો ઇન્કાર કર્યો હતો.

તરૂણ તેજપાલ

તરૂણ તેજપાલ

તરૂણ તેજપાલ ભારતીય પત્રકારત્વમાં જાણીતું નામ છે, તેઓ ડિસેમ્બરમાં ત્યારે સમાચાર પત્રની હેડલાઇન બન્યા જ્યારે તેમના પર તેમની ઇન્ટર્ન દ્વારા યૌન શોષણનો આરોપ મુકવામાં આવ્યો હતો. ગોવાની એક ઇવેન્ટમાં તેમણે આ ઇન્ટર્નની બે વાર છેડતી કરી હોવાના આરોપો લાગ્યા બાદ પત્રકારત્વ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. તેમને હાલ જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

English summary
here is the list of biggest Indian persons who shook the nation in 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more