For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

What n Idea Sir Ji: જુના કેલેન્ડરનો ઉપયોગ કરવાની 10 રીત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જેમ-જેમ મહીના અને વર્ષ પસાર થતા જાય છે, તમારા ઘરમાં જુના કેલેન્ડરનો ઢગલો જામતો જાય છે. આ કેલેન્ડરના ફોટા અને પેપર ક્વોલિટી એકદમ સારી હોય છે એવામાં તેમને ફેંકી દેવા યોગ્ય નથી, કેમ ન કોઇ ક્રિએટીવ સામન ન બનાવવામાં આવે.

જુના કેલેન્ડરમાંથી કંઇક નવું બનાવવા માટે તમારે તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરવો પડશે અને નવા-નવા આઇડિયા દિમાગમાં લાવવા પડશે. આના વડે તમે તમારા બાળકોને રમવા માટે યૂઝ એન્ડ થ્રો ગેમ બનાવી શકો છો અથવા કોઇ પ્રોજેક્ટમાં તેને લગાવી શકો છો. કેલેન્ડરનો નવી રીતે ઉપયોગ કરવા માટે કેટલીક ટિપ્સ નીચે આપવામાં આવી છે.

બુકમાર્ક

બુકમાર્ક

કેલેન્ડરનું પેપર ઘણું જાડું અને ગ્લોસી હોય છે, તમે તેને ડિઝાઇનમાં એ પ્રમાણે કાપો કે કેટલાક સારા-સાર બુકમાર્ગ બની જાય.

પ્લેસમેંટ

પ્લેસમેંટ

કેટલાક કેલેન્ડરમાં કેટલાક પાના પર સારા અને સુંદર ચિત્રો એક સાથે હોય છે તમે દરેક પિક્ચરને સાવધાનીપૂર્વક કાપીને તેના છેડા પર ડિઝાઇન બનાવી લો અને તેનો ઉપયોગ પ્લેસમેટ્સના રૂપમાં કરો. તેનું પેપર જાડું હોય છે એટલા માટે જલદી ખરાબ પણ નહી થાય.

વૉલ હેગિંગ

વૉલ હેગિંગ

કેટલાક કેલેન્ડરમાં પ્રસિદ્ધ ચિત્રકારો અથવા ડિઝાઇનરો અથવા ફોટોગ્રાર્ફ્સના ચિત્ર હોય છે, તમે તેમને ધ્યાનથી કાપી લો અને ફ્રેમ કરાવીને પોતાના ડ્રોંઇગ રૂમમાં લગાવો.

બાળકો માટે નંબર ગેમ્સ

બાળકો માટે નંબર ગેમ્સ

જો તમારા ઘરમાં ઘણા બધા જુના કેલેન્ડર છે તો બજારમાંથી પઝલ ગેમ્સ લાવવાની જરૂર નથી. આ કેલેન્ડરોને કાપીને તમે સારી સારી ગેમ્સ બનાવી શકો છો. તમે બાળકોને પણ આ કામમાં સામેલ કરી શકો છો.

પરબિડીયા

પરબિડીયા

કેલેન્ડરને કાપીને તેને એ પ્રમાણે ચોંટાડો કે ડિઝાઇનવાળો ભાગ અંદરની તરફ રહે અને સફેદ ભાગ બહારની તરફ રહે અને પરબિડીયા બનાવો. પરબિડિયા બનાવવા માટે પેપરને સરળતાથી ફોલ્ડ કરવાનું હોય છે અને તમારા ઘરેલું ઉપયોગ માટે પરબિડીયા તૈયાર થઇ જશે.

ગિફ્ટ પેક કરવામાં

ગિફ્ટ પેક કરવામાં

કેલેન્ડરને એ પ્રમાણે કાપો કે તેની ડિઝાઇન એક ગિફ્ટને પેક કરવામાં કામ આવી શકે. જેથી પેકિંગ સારું લાગશે.

પેપર બેગ

પેપર બેગ

આજકાલ પેપર બેગનું ચલણ જોરશોરથી ચાલી રહ્યું છે અને લોકો તેને બજારમાંથી ખરીદી રહ્યાં છે. તમે ઘરે જ ઝાડા પેપરવાળા કેલેન્ડરો વડે પેપર બેગ બનાવી શકો છો.

ફોટો ફ્રેમ

ફોટો ફ્રેમ

જો તમારી પાસ જુના ડેસ્ક કેલેન્ડર છે તો તમે તેના પર પોતાના ફોટા ચોંટાડી દો અને એક સારી મલ્ટી ફોટોફ્રેમ તૈયાર થઇ જશે.

ગિફ્ટ ટેગ

ગિફ્ટ ટેગ

જુના કેલેન્ડરના બોર્ડરવાળા ભાગને નિકાળીને તેને ગિફ્ટ ટેગ પણ બનાવી શકો છો. નાના-નાના ફોટાને કાપીને સારા ગિફ્ટ ટેગ બનાવી શકો છો.

ક્રાફ્ટ પ્રોજેક્ટ

ક્રાફ્ટ પ્રોજેક્ટ

બાળકોને સ્કૂલમાં આપવામાં આવતા પ્રોજેક્ટમાં તમે આ કેલેન્ડરનો ઉપયોગ કરી શકો છો, બસ ક્રિએટિવ મગજની જરૂર પડશે.

English summary
As the months and years fly, the old calendars will start to pile up in your storage place. If you are thinking about getting rid of your old calendars, remember that it will be a great loss to throw away those quality glossy papers with pretty pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X