For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વામી વિવેકાનંદના જીવનની આ વાતો તમને, નહીં જ ખબર હોય!

|
Google Oneindia Gujarati News

સ્વામી વિવેકાનંદે વિશ્વમાં હિંદુ ધર્મનો પ્રચાર કર્યો. તેમણે વેદ અને ઉપનિષદોનો વિશ્વમંચ પર મૂક્યા. એક શ્રેષ્ઠ વક્તા, એક શ્રેષ્ઠ તત્વજ્ઞાની અને એક શ્રેષ્ઠ વિચારક હતા સ્વામી વિવેકાનંદ.

કોલકત્તાના સામાન્ય પરિવારથી આવતા વિવેકાનંદે પ્રસિદ્ધ રામકૃષ્ણ મિશન અને બેલૂર મઠની સ્થાપના કરી જે આજે પણ હિંદુત્વના પ્રચાર અને જરૂરીયાતમંદોની સહાયના કાર્યો કરી રહ્યું છે.

વિવેકાનંદ વિષે જે પણ મેં ઉપર લખ્યું તે તમારા માંથી મોટાભાગના લોકો જાણતા જ હશે પણ આજે અમે સ્વામી વિવેકાનંદના જીવનની કેટલીક તેવી રસપ્રદ માહિતીઓ તમને કહેવાના છીએ જેના વિષે તમને ભાગ્યેજ ખ્યાલ હશે. તો જોતા રહો આ સ્લાઇડર અને જાણતા રહો સ્વામીજીના જીવનની અજાણી વાતો...

વિવેકાનંદ એક સામાન્ય વિદ્યાર્થી

વિવેકાનંદ એક સામાન્ય વિદ્યાર્થી

સ્વામીજી પ્રખર વ્યક્તા હતા પણ શું તમને ખબર છે કે ભણવામાં તે એક સામાન્ય વિદ્યાર્થી હતા. તેમને બી.એ. કર્યું હતું જેમાં તે ખાલી, 56 ટકા પાસ થયા હતા.

સાચું નામ વીરેશ્વર

સાચું નામ વીરેશ્વર

જન્મથી સ્વામીજીનું નામ વિવેકાનંદ નહતું. તેમની માતાએ તેમનું નામ વીરેશ્વર રાખ્યું હતું પણ ત્યારબાદ નરેન્દ્ર નાથ દત્તાના નામે તેમને શાળામાં દાખલ કરાયા

બેરોજગાર વિવેકાનંદ

બેરોજગાર વિવેકાનંદ

બી.એ.ની ડિગ્રી મળ્યા બાદ સ્વામી વિવેકાનંદે નોકરી માટે દર દરની ઠોકરો ખાધી, એક સમય તેવો પણ આવ્યો કે તેમનો ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો.

બાળપણ ગરીબીમાં

બાળપણ ગરીબીમાં

પિતાની મૃત્યુ બાદ સ્વામીજીના પરિવારે અતિશય ગરીબીમાં જીવન વિતાવ્યું. ધણીવાર સ્વામીજી બે બે દિવસ ભૂખ્યા રહેતા કે જેથી કરીને તેમનો પરિવાર તો ખાવાનું ખાઇ શકે.

ગોપનીય રાજ

ગોપનીય રાજ

ખેત્રીના મહારાજા અજીત સિંહ સ્વામીજીની માંને આર્થિક સહાયરૂપે દર મહિને 100 રૂપિયા મોકલતા.

ચાના શોખીન વિવેકાનંદ

ચાના શોખીન વિવેકાનંદ

વિવેકાનંદ ચાના શોખીન હતી. તેમને ચા વગર નહતું ચાલતું. જ્યારે હિંદુ પંડિતોએ એક વાર ચા પીવા પર વિરોધ કર્યો તો તેમણે તેમના બેલૂર મઠમાં ચાની શરૂઆત કરી.

સ્વામી અને લોકમાન્ય

સ્વામી અને લોકમાન્ય

એક વાર સ્વામીજીના બેલૂર મઠમાં સ્વાતંત્ર સેનાની લોકમાન્ય તિલકે વિવેકાનંદને મુગલાઇ ચા બનાવીને પીવડાવી. જાયફળ, લવિંગ અને કેસર નાંખીને તિલકે પોતાના હાથથી બનાવેલી મુગલાઇ ચા સ્વામીજીને આપી.

ગુરુ પર અવિશ્વાસ

ગુરુ પર અવિશ્વાસ

રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. ત્યારે શિક્ષાના પ્રારંભિક તબક્કામાં સ્વામીજી, તેમના ગુરુની કીધેલી દરેક વાત સામે અનેક સવાલો કરી તેમની પરીક્ષા લેતા. જેમ જેમ સમય વધતો ગયો સ્વામીજીનો વિશ્વાસ વધતો ગયો.

મોતને ભાખ્યું

મોતને ભાખ્યું

સ્વામી વિવેકાનંદે તેમના મોતની ભવિષ્યવાણી કરી હતી. તેમની ફેંચ ઓપેરા "સોપ્રોનો રોજા એમા કાલ્વેત" વખતે ધોષણા કરી હતી કે તે 4 જુલાઇએ મરશે. અને તેમની મૃત્યુ 4 જુલાઇ 1902માં થઇ હતી.

31 બિમારીઓ

31 બિમારીઓ

પ્રસિદ્ધ બંગાળી પુસ્તક "ધ મોન્ક એઝ મેન" મુજબ સ્વામી વિવેકાનંદને 31 બિમારીઓ હતી. તેમને અનિદ્રા, કિડની, લિવર સંક્રમણ, મલેરિયા, માઇગ્રેન, ડાયાબિટીજ અને હદયની બિમારીઓ હતી. વધુમાં સ્વામીજીને અસ્થમા પણ હતો.

English summary
Swami Vivekananda's birthday is celebrated as National Youth Day. Here are 10 rare facts about Swami Vivekananda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X