Must Read: ભારતના સંવિધાન સાથે જોડાયેલા 10 રોચક તથ્ય
આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતીય સંવિધાન એટલે કે ભારતીય બંધારણને 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન સભામાં સ્વીકારવામાં આવ્યુ હતુ. જે 26 જાન્યુઆરી 1950માં અસ્તિત્વમાં આવ્યુ હતુ. બંધારણ સરકારના સંસદીય રૂપને પ્રદાન કરે છે. આ તો બંધારણના ઔપચારિક પ્રરૂપની વાત થઇ. પરંતુ શું તમે જાણો છો, કેટલુ ખાસ છે આપણું બંધારણ...
આવો અમે તમને ભારતીય બંધારણના કેટલાક રોચક તથ્યો અંગે જાણકારી આપીએ.
સૌથી મોટુ બંધારણ
વિશ્વમાં ભારતીય બંધારણ સૌથી મોટું બંધારણ છે. જેમા 448 અનુચ્છેદ, 12 અનુસુચી, અને 94 સંશોધનોનો સમાવેશ થાય છે.
માર્ગદર્શક પથ
ભારતીય બંધારણનો ઉદ્દેશ્ય સંકલ્પ 13 ડિસેમ્બર 1946ના રોજ પંડિત જવાહર લાલ નેહરૂ દ્વારા લાવવામાં આવ્યો હતો. ભારતીય બંધારણે એક રૂપરેખાની જેમ કાર્ય કર્યું છે.
આવા જ કેટલાક વધુ તથ્યો જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

સમિતીની સ્થાપના
29 ઑગસ્ટ 1947ના રોજ સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સમિતીની સ્થાપના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ ડૉ.ભીમરાવ આંબેડકર હતા.

સંવિધાન
સંવિધાન સમિતીએ સંવિધાનનો ડ્રાફ્ટ હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં હસ્તલિખીત અને કૉલીગ્રાફીથી તૈયાર કર્યો હતો. જેમા કોઇ પણ પ્રકારના ટાઇપીંગ અને પ્રિન્ટીંગનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

શુભ મુર્હુત
જે દિવસે સંવિધાન તૈયાર કરવામાં આવી રહ્યું હતુ ત્યારે વરસાદ થઇ રહ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં તેને શુભ સંકેત માનવામાં આવે છે.

સમય અવધિ
સંવિધાન સભામાં સંવિધાનને રજૂ કર્યા બાદ તેને મંજૂર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો.

હસ્તાક્ષર
સંવિધાન સભાના 284 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના દિવસે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.

અન્ય દેશના સંવિધાનના રેફરન્સ
સંવિધાનના કેટલાક મુદ્દા અન્ય દેશોના સંવિધાનમાંથી લેવામાં આવ્યા છે. જેમકે સ્વતંત્રતાનો સિદ્ધાંત, સમાનતા અને ભાઇચારાના મુદ્દા ફ્રાન્સના સંવિધાનમાંથી લેવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય પ્રતિક
26 જાન્યુઆરી 1950, ભારતીય સરકારે સારનાથ, ચક્રની સાથે અશોકની રાજધાનીનું પ્રતિક સિંહ, બળદ અને ઘોડાને રાષ્ટ્રીય પ્રતિકના રૂપે સ્વીકાર્યા.

સૌથી સારા બંધારણોમાંથી એક
ભારતીય બંધારણને દુનિયાના સૌથી સારા બંધારણોમાંથી એક માનવામાં આવે છે.