For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના આ 10 અજબ-ગજબ રેકોર્ડ આપને આશ્ચર્યમાં મૂકી દેશે

|
Google Oneindia Gujarati News

એક માનવ સહજ સ્વભાવ હોય છે કે કોઇનું પણ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે કંઇ અલાયદું કે પછી બીજાઓથી એકદમ ભિન્ન કરીએ તો લોકોને સરળતાથી પોતાની બાજું આકર્ષિત કરી શકીએ. આવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને જે સૌથી જુદી અને અદ્વિતિય હોય તેનો એક પોતાનો રેકોર્ડ બને છે.

ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આ પ્રકારની પ્રવૃત્તિઓને નોંધે છે અને રેકોર્ડ બનાવનારને સન્માનિત કરે છે અને સર્ટિફિકેટ આપે છે. અહીં તમારા માટે અમે દુનિયાના કેટલાંક અજબ-ગજબના રેકોર્ડ લાવ્યા છીએ જેને જોઇને આપ જરૂર આશ્ચર્યમાં મૂકાઇ જશો.

આવો તસવીરોમાં જોઇએ આવા અજબ-ગજબ વિશ્વ રેકોર્ડ...

સૌથી વૃદ્ધ જિમ્નાસ્ટ

સૌથી વૃદ્ધ જિમ્નાસ્ટ

જર્મનીમાં રહેનારી 86 વર્ષીય જોહાના ક્યૂઆસ દુનિયાની સૌથી વૃદ્ધ જિમ્નાસ્ટ છે. હજી પણ તે ઘણી સ્પર્ધામાં ભાગ લે છે.

સૌથી ભારે સ્પોર્ટ્સ વુમન

સૌથી ભારે સ્પોર્ટ્સ વુમન

લંડનની રહેનારી સૂમો રેસલર સેરેન અલેગ્જેંડર સૌથી ભારે એક્ટિવ સ્પોર્ટ્સ વૂમન છે. તેમનું વજન 203.21 કિલોગ્રામ છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

ક્યારેય નહીં જોયા હોય આવા બાઇસેપ્સ

ક્યારેય નહીં જોયા હોય આવા બાઇસેપ્સ

ઇગેપ્તના મોસ્તફ ઇસ્માઇલના બાઇસેપ્સ જોઇને કોઇ પણ હેરાન થઇ શકે છે. ફુલાવ્યા વગર તેમની બાયસેપ્સની સાઇઝ 24.5 ઇંચની જ્યારે ફુલાવ્યા બાદ 25.5 ઇંચ થઇ જાય છે.

સૌથી મોટી મોહીકેન

સૌથી મોટી મોહીકેન

આ સૌથી લાંબી અણીદાર હેરસ્ટાઇલ છે જેમાં સૌથી લાંબી અણીદાર હેરસ્ટાઇલ જાપાનના કાજૂહીરોની છે. જેની લંબાઇ 44.68 ઇંચ છે.

સૌથી મોટો કૂતરો

સૌથી મોટો કૂતરો

ગ્રેડ ડેને પ્રજાતિનો આ દુનિયાનો સૌથી મોટો કૂતરો છે જેની લંબાઇ 44 ઇંચ છે જે એક રેકોર્ડ છે.

હાથીથી ઓછો નથી આ ઘોડો

હાથીથી ઓછો નથી આ ઘોડો

બિગ જૈક દુનિયાના સૌથી મોટો ઘોડો છે જેની લંબાઇ 82.74 ઇંચ છે એટલે કે લગભગ 20 હાથ 2.75 ઇંચ.

આ ભેંસ છે કે બકરી

આ ભેંસ છે કે બકરી

વાસ્તવમાં આ ભેંસ જ છે, પરંતુ જોવામાં તે બકરી જેવી લાગે છે. કારણ કે તે દુનિયાની સૌથી નાની ભેંસ છે, જે માત્ર 30 જ ઇંચ છે.

આ ગધેડા આગળ ઘોડો પણ નાનો પડી જાય

આ ગધેડા આગળ ઘોડો પણ નાનો પડી જાય

અમેરિકાનો આ મેમ્મોથ જેકસ્ટોક દુનિયાનો સૌથી મોટો ગધેડો છે. જેની લંબાઇ 15.3 હાથની છે એટલે કે 5 ફૂટ 1 ઇંચ છે.

સૌથી ભારે સાયકલ

સૌથી ભારે સાયકલ

આ દુનિયાની સૌથી ભારે અને ચાલનારી સાયકલ છે. જોકે તેનું વજન 750 કિલોગ્રામ છે તેમ છતાં તે માર્ગ પર ચાલે છે.

આનાથી મોટો હોટ ડોગ નહીં જોયું હોય

આનાથી મોટો હોટ ડોગ નહીં જોયું હોય

આ દુનિયાનું સૌથી મોટું હોટડોગ છે. જેની લંબાઇ 7 એલબી, 16 ઇંચ છે.

English summary
10 Interesting Guinness World Records, see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X