For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયોની કેટલીક ખરાબ આદતો, જે બદલાય તે જરૂરી

By Super
|
Google Oneindia Gujarati News

ભારત ઘણો જ મોટો દેશ છે. ચીન બાદ ભારત જ એક એવો દેશ છે, જ્યાં જનસંખ્યા વિશ્વ સ્તર પર સર્વાધિક છે. આમ તો ભારત પોતાની સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિના કારણે વિશ્વ પ્રસિદ્ધ છે અને તેની આ જ વિશેષતાના કારણે લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસી ભારત ભ્રમણ માટે આવે છે, પરંતુ કેટલીક એવી ખાણીઓ છે. અથવા તો એમ કહીંએ કે આ ખામીઓ ભારતમાં નહીં પરંતુ ભારતીયોમાં છે, જેમની કેટલીક ખરાબ આદતોના કારણે અન્ય દેશો સમક્ષ ભારતની ગરિમાને નુક્સાન પહોંચે છે.

આ ખરાબ આદતોના કારણે અનેકવાર વિદેશી ભારતીયોને અસભ્ય કહેતા પણ અચકાતા નથી. જ્યારે આપણે વિકાસની વાતો કરીએ છીએ તો તેનો અર્થ માત્ર આર્થિક સંદર્ભ સુધી સિમિત નથી, પરંતુ આ વિકાસ શબ્દ અનેક સંદર્ભો સાથે જોડાયેલો છે. વિકાસ માટે વ્યક્તિગત જીવનમાં એક વ્યવસ્થા અને રીતની જરૂર રહે છે અને સામાજીક રીતે પણ એક સંસ્કૃતિ અને આચરણની જરૂર રહે છે, જેને આપણે મેનર્સ કહીએ છીએ. તો ચાલો તસવીરો થકી ભારતીયોની કેટલીક એવી આદતો પર પ્રકાશ પાડીએ જે ભારતને શરમિંદા કરે છે.

ધૂરવાની આદત

ધૂરવાની આદત

ભારતીયોમાં ધૂરવાની આદત ઘણી જ ખરાબ છે. કોઇ છોકરીને જોઇને ધૂરવું, રસ્તા પર લોકોને જોઇને ધૂરવું, કોઇ વિદેશી મહિલાને જોઇને ધૂરવું. બસમાં ધૂરવું, મેટ્રોમાં ધૂરવુ.

રસ્તા પર થૂંકવું

રસ્તા પર થૂંકવું

આપણે દરરોજ જોઇએ છીએ લોકો રસ્તા પર ચાલતા ચાલતા, મુસાફરી કરતા ગમે ત્યાં થૂંકે છે અને ગંદકી ફેલાવે છે. ખાસ કીરને પાન ગુટખા ખાનારા ગમે ત્યાં થૂંકી નાંખે છે. આ અશોભનીય છે અને દેશની છબી ખરાબ કરે છે. સરકારે તેમના પર દંડ ફટકારવો જોઇએ.

ગંદકી ફેલાવવી

ગંદકી ફેલાવવી

ભારતમાં લોકો પોતાના ઘર સિવાય ગમે ત્યાં ગંદકી ફેલાવવામાં અચકાતા નથી. આજે પણ એવા ઘણા ઓછા લોકો છે જે કચરો કચરા પેટીમાં ફેંકે છે. પ્રવાસન ક્ષેત્રો પર, રેલવે સ્ટેશનો પર, ટ્રેનમાં, રસ્તા પર, ગલીઓમાં કચરાના ઢગલા આપણને મળી આવે છે.

ઐતિહાસિક ઇમારતો પ્રત્યે બેદરકારી

ઐતિહાસિક ઇમારતો પ્રત્યે બેદરકારી

એવું લાગે છેકે ભારતીયોમાં પોતાની ઐતિહાસિક ધરોહર પ્રત્યે ગર્વની ભાવના નથી. તેથી તેઓ આ ઐતિહાસિક ઇમારતો અને સ્થળો પ્રત્યે કર્તવ્યનિષ્ઠ પણ નથી જોવા મળતા. આ ઇમારતો પર પોતાનું નામ લખવુ અને તેની આસપાસ ગંદકી ફેલાવવી એક ખરાબ આદત છે, જે વિદેશી પ્રવાસીઓ પર ખરાબ અસર ફેલાવે છે.

ઉતાવળ કરવી

ઉતાવળ કરવી

દરેક કામમાં પહેલા હું અને ઉતાવળ, મોટાભાગે ભારતીયોમાં જોવા મળે છે. જેના કારણે રસ્તા પર મેટ્રોમાં અને બસોમાં ધક્કા મુક્કી, ભીડભાડ, હોર્નના અવાજો વગેરે જોવા અને સાંભળવા મળે છે.

જાતીય ટિપ્પણી

જાતીય ટિપ્પણી

ભારતમાં એવા ઘણા લોકો છે જે રસ્તા પર જતી છોકરીઓ, મહિલાઓ કે પછી વિદેશી મહિલાઓ પર જાતીય ટિપ્પણી કરે છે, જે ખરાબ આદત છે અને અસભ્ય વર્તણૂક છે.

બીજાની નકલ કરવી

બીજાની નકલ કરવી

ભારતમાં ખાસ કરીને મહિલાઓ બીજી મહિલાઓને જોઇને નકલ કરતી ઘણી જ જોવા મળે છે. પછી તે હેર સ્ટાઇ હોય કે પછી ડ્રેસિંગ સ્ટાઇલ.

ખાવા-પીવાની રીતની અણદેખી કરવી

ખાવા-પીવાની રીતની અણદેખી કરવી

ભારતમાં લોકો ખાવા-પીવાની રીતનું ધ્યાન રાખતા નથી. પરંતુ કેટલાક શિક્ષિત લોકો પણ આ રીતની કાળજી લેતા નથી. ખાવાનું ચાવતી વખતે મોઢાને ખુલ્લું રાખવું, ચાવવાનો અવાજ આવવો, પ્લેટમાં ચમચી વગાડવી, પાણી પીતી વખતે ગળામાંથી અવાજ આવવો વિગેરે.

જોર જોરથી વાતો કરવી

જોર જોરથી વાતો કરવી

ભારતમાં એવા ઘણા લોકો હોય છે, જે રસ્તામાં, બસોમાં, રેસ્ટોરાંમાં, ફોન પર જોર જોરથી વાતો કરે છે, જોર જોરથી હંસે છે, જે સારી આદત નથી.

નશો કરવો

નશો કરવો

ભારતમાં ઘણા ઓછા લોકો એવા હશે કે જે કોઇપણ પ્રકારના નશાની પકડમાં ના હોય. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો નશાના કારણે મોતને પામે છે. ગરીબથી લઇને અમીર સુધી બધા જ નશાનો શિકાર છે. રાત્રે ફૂટપાથ પર બેશુદ્ધ અવસ્થામાં જે પ્રકારે લોકો ચરસ અને ગાંજો પીને પડ્યા હોય છે, તેનાથી દેશ શરમજનક અવસ્થામાં મુકાય છે.

ચંપલ ગમે ત્યાં ઉતારી દેવા

ચંપલ ગમે ત્યાં ઉતારી દેવા

ભારતમાં લોકોની ખરાબ આદત છેકે તે ચંપલને બેદરકારીપૂર્વક ગમે ત્યાં ઉતારી દે છે, પછી તે ઘરે હોય કે બહાર.

English summary
India is second largest populated country and thus it consists of different genre of people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X