• search

આ 10 કારણોના લીધે રાહુલ ગાંધી માટે સ્મૃતિ બની જશે અમેઠી!

By Kumar Dushyant

અમેઠીમાં પ્રચારનો અંતિમ દિવસ છે. રાહુલ ગાંધીનો રોડ શો થઇ ચૂક્યો છે અને સોનિયા ગાંધી જનતા વચ્ચે જઇ ચૂક્યા છે, પ્રિંયકા ગાંધી હજુ સુધી ગલીઓમાં ફરી રહી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ સ્મૃતિ ઇરાની માટે અમેઠીમાં કોંગ્રેસ પર હુમલો કરવા માટે આવવાના છે. આ ચૂંટણીના હોબાળા વચ્ચે કેટલાક એવા સમીકરણ છે, કેટલાક એવા સર્વેક્ષણ છે અને કેટલાક એવા મુદ્દાઓ છે, જે રાહુલ ગાંધી તરફ ઇશારો કરે છે. અને જો આવું થશે તો રાહુલ ગાંધી માટે અમેઠી સપનું બનીને રહી જશે.

રાહુલ વિરોધી

અમેઠીના જે વિસ્તારોમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ હવા ઉઠી છે, તે વિસ્તારોમાં સૌથી મોટું કારણ તે તથ્ય છે, જેને ખુદ રાહુલ ગાંધી પણ મનાઇ ન કરી શકે. તે તથ્ય આ પ્રકારે છે.

રાહુલ વિરોધી

રાહુલ વિરોધી

અમેઠીના જે વિસ્તારોમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ હવા ઉઠી છે, તે વિસ્તારોમાં સૌથી મોટું કારણ તે તથ્ય છે, જેને ખુદ રાહુલ ગાંધી પણ મનાઇ ન કરી શકે. તે તથ્ય આ પ્રકારે છે.

કારણ નંબર 1

કારણ નંબર 1

ગત પાંચ વર્ષોમાં અમેઠીથી સાંસદ રાહુલ ગાંધીની સાંસદમાં હાજરી માત્ર 13.64 ટકા રહી છે.

કારણ નંબર 2

કારણ નંબર 2

ગત પાંચ વર્ષોમાં સંસદમાં રાહુલ ગાંધીએ એક પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી, શું અમેઠીમાં એકપણ સમસ્યા એવી નથી, જે સંસદમાં ઉઠાવી શકાય?

કારણ નંબર 3

કારણ નંબર 3

ગત 10 વર્ષ એટલે કે લગભગ 3650 દિવસમાં રાહુલ ગાંધી માત્ર 106 દિવસ જ પોતાના સંસદીય વિસ્તાર અમેઠી ગયા.

કારણ નંબર 4

કારણ નંબર 4

ગત પાંચ વર્ષોમાં અમેઠીને આપવામાં આવેલા ફંડમાં રાહુલ ગાંધીએ માત્ર 53.68 ટકા જ ખર્ચ કર્યો. બાકીનો ફંડ એમને એમ પડી રહ્યો અને અમેઠી વિકાસની રાહ જોતો રહ્યો, કારણ કે તે ફંડનો એક ચર્તુંથાશ ભાગ જ વિકાસ પર ખર્ચ કરવામાં આવ્યો.

કારણ નંબર 5

કારણ નંબર 5

સૌથી શક્તિશાળી સાંસદ હોવાછતાં પણ અમેઠીમાં 54 ટકા લોકો ગરીબી રેખાથી નીચે છે.

કારણ નંબર 6

કારણ નંબર 6

ગત 5 વર્ષમાં રાહુલ ગાંધીઈ જેટલી પણ વિદેશ યાત્રા કરી, તેનું એક વિવરણ સંસદમાં આપવામાં આવ્યું નહી.

કારણ નંબર 7

કારણ નંબર 7

અમેઠીમાં સ્વાસ્થ્ય સેવાઓનો અંદાજો તમે એવી રીતે લગાવી શકો છો કે દરેક 1000 માંથી 83 નવજાત શિશુઓના મોત નિપજે છે.

કારણ નંબર 8

કારણ નંબર 8

અમેઠીના માત્ર 16 ટકા બાળકોનું રસીકરણ થયું છે.

કારણ નંબર 9

કારણ નંબર 9

માત્ર 14 ટકા લોકોને જ નિયમિતરૂપે વિજળી મળે છે. બાકીનાઓને દિવસમાં માત્ર બે કલાક જ વિજળી મળે તો પણ મોટી વાત માનવામાં આવે છે.

કારણ નંબર 10

કારણ નંબર 10

અમેઠીની સ્કુલોની હાલત એકદમ ખરાબ છે. ક્યાંક બિલ્ડીંગ નથી તો ક્યાંક શિક્ષક, અહીંનો શૈક્ષણિક દર માત્ર 39 ટકા જ છે.

અમેઠી પર સર્વે

અમેઠી પર સર્વે

સૌથી પહેલાં આપણે જનતાના મંતવ્ય પર એક નજર કરીએ. વનઇન્ડિયાએ જનતાને પ્રશ્ન પૂછ્યો કે અમેઠીમાં કોની જીત થશે? જવાબમાં સૌથી વધુ 51 ટકા (1641) લોકોએ સ્મૃતિ ઇરાનીનું નામ લીધું. તેનાથી અડધા લોકો (854) એટલે કે 27 ટકાએ લોકોએ કહ્યું રાહુલ ગાંધી અને 19 ટકા (605) લોકોએ કુમાર વિશ્વાસનું નામ લીધું. સમાચાર લખવામાં આવી રહ્યાં છે ત્યાં સુધી આ સર્વેમાં 3201 લોકોએ ભાગ લીધો. પોલ હજુ સુધી ખુલ્લો છે, તમે પણ વોટ કરી શકો છો.

ચુંટણી સમીકરણ

ચુંટણી સમીકરણ

ઉત્તર પ્રદેશના ચૂંટણી સમીકરણ સામાન્ય રીતે ધર્મ તથા જાતિના આધાર પર બને છે. અમેઠીની વાત કરીએ તો અહીંયા 79 ટકા હિન્દુ છે અને 20 ટકા મુસલમાન, તો બીજી તરફ અન્ય ધર્મના લોકો 1 ટકા છે. એટલે કે અહીંયા જો રાહુલ ગાંધીને મુસ્લિમ વોટબેંકના સહારે પણ જીતની આશા ધરાવે છે, તો આ તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ હશે. તો બીજી તરફ તમારા મનમાં કુમાર વિશ્વાસનું નામ ચાલી રહ્યું છે, તો તેમની જીતની કોઇ સંભાવના નથી, કારણ કે તે કોઇપણ જાતના હોમવર્ક વિના અમેઠીમાં ફરી રહ્યાં છે.

English summary
The political equations, Narendra Modi's effect and people's opinion are strongly saying that Rahul Gandhi will lose the election against Smriti Irani in Amethi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more