• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાની 10 સૌથી ડરામણી જગ્યાઓ

|
Google Oneindia Gujarati News

શું તમે ભૂતપ્રેત અને આત્માઓમાં માનો છો? જો કે આ અંગે તમારો જવાબની છે તે તો મને નથી ખબર પણ આપણને બધાને તે વાત જરૂરથી ખબર છે કે આ એક એવો સવાલ છે કે જેનો જવાબ આપણી પાસે નથી.

જો કે, મોટાભાગની તમામ સંસ્કૃતિમાં સારી અને ખરાબ ઊર્જા વિષે જણાવામાં આવ્યું છે. વળી, જીવનમાં આપણને પણ અમુક વખતે તેવા અનુભવો થાય છે જે આપણી સમજની બહાર હોય છે.

ત્યારે આવાજ સમજની બહાર થતા અનુભવોનું ઘર છે દુનિયાની આ 10 સૌથી ભયાનક જગ્યાઓ. જેના વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ચાંગી હોસ્પિટલ, સિંગોપોર

ચાંગી હોસ્પિટલ, સિંગોપોર

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને આ જગ્યાને પોતાના તાબા હેઠળ લઇ લીધી હતી અને તેમાં યુદ્ધના કેદીઓને વિવિધ રીતે યાતાનાઓ આપવામાં આવતી હતી. જો કે 1997 બાદ અહીં ચાંગી હોસ્પિટલ ખોલવામાં આવી. પણ આજ દિન સુધી અહીં દરવાજા જોરથી અથડાવા, કારમી ચીસોના અવાજ લોકોને સંભળાય છે.

ઢંગલીઓનો ટાપુ, મેક્સિકો

ઢંગલીઓનો ટાપુ, મેક્સિકો

આ માનવનિર્મિત ટાપુમાં એક નાનકડી છોકરી ડૂબીને મરી ગઇ હતી. 1950માં એક વ્યક્તિ જે કેનાલ પાસે તે છોકરી મરી હતી ત્યાં આવ્યો હતો. જે બાદ તે છોકરીનું ભૂત તે વ્યક્તિને વારંવાર દેખાતું. એટલું જ નહીં આ વ્યક્તિ તે છોકરીને ખુશ કરવા માટે અહીંના ઝાડ પર અનેક ઢંગલીઓ લગાવી છેવટે 2001માં તે વ્યક્તિની તે જગ્યાએ જ મોત થઇ જ્યાં આ છોકરીની ડૂબીને મોત થઇ હતી. આજ દિવસ સુધી અહીંથી પસાર થતા યાત્રીઓને હસવાની અને આ ઢંગલીની તેમને જોતી હોય તેવો આભાસ થાય છે.

ભાનગઢ કિલ્લો, રાજસ્થાન

ભાનગઢ કિલ્લો, રાજસ્થાન

ભારતનું પણ નામ આ લીસ્ટમાં છે. રાજસ્થાનના અલ્વરમાં આવેલ આ કિલ્લો કહેવાય છે કે એક તાંત્રિકનો શ્રાપ અભિશ્રાપિત છે. તેણે અહીની રાજકુમારી સાથે લગ્ન ના થતા શ્રાપ આપ્યો હતો કે અહીંના કોઇ પણ ઘરની ઉપર છાપરું નહીં રહે. અને આજ દિવસ સુધી તેના એક પણ ઘર પર છાપરું નથી. આ જગ્યા હવે એક ખંડર બની ગઇ છે અને રાતના સમયે અહીં આવવાની મનાઇ છે.

સેન્ટ ઓગસ્ટીન લાઇટ હાઉસ, USA

સેન્ટ ઓગસ્ટીન લાઇટ હાઉસ, USA

1820માં બનેલા આ લાઇટહાઉસમાં તેના કેરટેકર અને બે છોકરીઓની મોત થઇ હતી તેવું મનાય છે. માટે જ અહીં આવતા યાત્રીઓને પગથિયા પર સિગરેટની વાસ, વિવિધ પડછાયા, રડવાના અવાજો અને એક મહિલા દ્વારા તેમને ઉપરથી જોવા જેવા અનુભવો થાય છે.

જૂની રામ ઇન, ઇંગ્લેન્ડ

જૂની રામ ઇન, ઇંગ્લેન્ડ

આ હોટલને શેતાનનું ઘર કહેવાય છે. મનાય છે કે અહીં અનેક શૈતાનિક શક્તિઓ છે. આ હોટલના માલિકને પણ પહેલા રાતે કોઇ પકડીને હોલમાં ફેંકી દીધો હતો તેવો અનુભવ થયો હતો.

શૈર્ટા દે બ્રિસસક, ફ્રાંસ

શૈર્ટા દે બ્રિસસક, ફ્રાંસ

ફ્રાંસનો આ કિલ્લામાં 11મી સદીના ભયાનક ડબલ મર્ડરનો સાક્ષી છે. આ કિલ્લામાં ગ્રીન લેડીનું ભૂત ફરે છે. લીલા ડ્રેસમાં ફરતા આ ભૂતની ચીસો અને રડવાના અવાજો આખા કિલ્લામાં અનેકવાર સંભળાતી હોય છે.

માઉન્ટ એવરેસ્ટ, નેપાલ

માઉન્ટ એવરેસ્ટ, નેપાલ

અનેક પર્વતારોહકોએ અહીં એન્ડ્રૂ એર્વ્રીનના ભૂતને જોયાની વાત સ્વીકારી છે. એન્ડ્રૂની મોત 1924માં થઇ હતી. તે એવરેસ્ટની ટોચ પર પહોંચવાના જ હતા કે તેમની મોત થઇ ગઇ. જો કે તેમનું શબ કદી નથી મળ્યું. જો તેમણે તેવું કર્યું હોય તે તો પહેલા માણસ બનતા જેમણે એવરેસ્ટ ચઢ્યું હોત.

ઔકીગહરા વન, જાપાન

ઔકીગહરા વન, જાપાન

જાપાનના આ કુખ્યાત વનમાં અનેક લોકોની રહસ્યમઇ રીતે મોત થઇ છે. દર વર્ષે અનેક લોકો આ વનમાં ખોવાઇ જાય છે. વધુમાં અહીંના વૃક્ષો હવાને રોકી લે છે તેવું કહેવાય છે. અહીં અનેક લોકોને અજીબોગરીબ અવાજ અને પડછાયા દેખાય છે.

હાઇગેટ સ્મશાન, ઇંગ્લેન્ડ

હાઇગેટ સ્મશાન, ઇંગ્લેન્ડ

1839માં બનેલ આ સ્મશાનઘરને લંડનની સૌથી ભયાનક જગ્યા માનવામાં આવે છે. અહીં લોકોને કાળો કોટ પહેરી ડેક્યૂલા જેવા દેખાતો માણસ અને પોતાના બાળકોને શોધતી સ્ત્રીના પડછાયા દેખાય છે.

ધ હિલ ઓફ ક્રોસિસ, લિથુઆનિયા

ધ હિલ ઓફ ક્રોસિસ, લિથુઆનિયા

1830માં એક યાત્રાધામ તરીકે બનેલ આ સ્થળ પર 100,000 થી વધુ ક્રોસ રાખવામાં આવ્યા છે. પણ આ એક ખૂબ જ ડરામણી જગ્યા છે. અને મોટાભાગે રાત બાદ અહીં આવવાનું લોકો ટાળે છે.

English summary
We all have experienced something or the other in our life. Sometimes we know it's some sort of haunting and other times we just pass by not noticing anything at all. There are also times when some have a little more imagination than others and they tend to take normal things happening around them also as unnatural events.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X