For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: નાસાની 10 સુંદર તસવીરોમાં જુઓ દુનિયાનું રહસ્ય

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયા, 10 ઓગસ્ટ: અમેરિકન અવકાશ સંસ્થા તરફથી મંગળ પર મોકલવામાં આવેલ રોબોટ ક્યૂરોસિટી રોવરે મંગળ ગ્રહ પર જેવી એક મહિલા જેવી ફોટોગ્રાફ ક્લિક કરીને આખી દુનિયામાં તે વાતને જાણવાની ઉત્સુકતા જગાવી હતી કે શું મંગળ ગ્રહ પર ખરેખર મહિલા છે.

તેની સાથે જ લોકો નાસા અને તેની સાથે જોડાયેલ મિશન અંગે અને જાણકારીઓ એકત્રિત કરવા લાગ્યા. એવામાં અમે છેલ્લા કેટલાય દિવસોમાં નાસા તરફથી ક્લિક કરવામાં આવેલી 10 તસવીરોને તલાશી હતી જે માત્ર સુંદર જ નહીં પરંતુ તે એક નવી જાણકારીઓ પણ આપણે આપે છે. આપ પણ જુઓ આ તસવીરો અને જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો.

આકાશ રત્ન નેબુલા

આકાશ રત્ન નેબુલા

નાસાના દૂરબીન હબ્બલે આ સુંદર ગુબ્બારાને લોકેટ કર્યું છે. તેનું નામ છે નેબુલા અને તેને લિટલ જેમ નેબુલા પણ કહે છે. તે પૃથ્વીથી લગભગ 6,000 પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે.

માર્સ અને જ્યૂપિટરની વચ્ચે સેર્સ

માર્સ અને જ્યૂપિટરની વચ્ચે સેર્સ

નાસાએ થોડા દિવસ પહેલા અને જ્યૂપિટરની વચ્ચે સ્થિત એક એસ્ટ્રોઇડ સેર્સની તસવીર લીધી. નાસાએ જણાવ્યું કે આ પ્રકારની જાણકારીઓ પર સાયન્ટિસ્ટ આગળ કામ કરતા રહેશે.

પ્લૂટોનો ઉપગ્રહ

પ્લૂટોનો ઉપગ્રહ

14 જુલાઇના રોજ નાસા તરફથી જારી કરવામાં આવેલી આ તસવીરમાં પ્લૂટો ગ્રહના સૌથી મોટા ઉપગ્રહ શેરોનને સ્પષ્ટ જોઇ શકાય છે.

કેવી રીતે દેખાય છે ચંદ્ર

કેવી રીતે દેખાય છે ચંદ્ર

નાસાએ અમને એવું બતાવવાની કોશીશ કરી જ્યારે દિવસમાં સુરજના પ્રકાશ હોય છે અને રાત્રે ચમકનાર ચંદ્ર પૃથ્વીનો ચક્કર લગાવતી વખતે કેવો લાગે છે.

ગ્રીનલેન્ડ સી પર ધુમાળો

ગ્રીનલેન્ડ સી પર ધુમાળો

કેનેડાના ગ્રીનલેન્ડ સીની આ તસવીરને નાસાએ જારી કરી છે. નાસાની માનીએ તો આર્કટિક સાગરના આ હિસ્સાને જંગલોમાં લાગેલ આગથી ખાસુ નુકસાન થઇ રહ્યું છે. નાસા અનુસાર આગનું કારણ 15 જુલાઇ સુધી તેનો 3,190,000 એકર ભાગ નષ્ટ થઇ જશે.

અવકાશમાં ઊગી રહી છે શાકભાજી

અવકાશમાં ઊગી રહી છે શાકભાજી

હમણા રિલીઝ કરવામાં આવેલ એક તસવીર અનુસાર નાસાએ અવકાશમાં વૈજ્ઞાનિકોની શાકભાજી ઊગાડવાની કોશીશને દર્શાવવામાં આવી છે.

નાસાને મળી એક તળાવની તસવીર

નાસાને મળી એક તળાવની તસવીર

28 જુલાઇના રોજ નાસાએ આ તસવીર જારી કરી છે. ઓપરેશન લેંડ ઇમેજર એટલે કે ઓલઆઇ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં સેંટ ક્લેયર સ્થિત એક તળાવનું વિવરણ નાસાને આપ્યું છે.

એક નાનકડુ આઇલેન્ડ

એક નાનકડુ આઇલેન્ડ

આ નાનકડુ આઇલેન્ડ છે જેને ઇંટરનેશલન સ્પેસ સ્ટેશનના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. આ આઇલેન્ડનું નામ એડલે આઇલેન્ડ છે.

રંગ બદલતો પ્લૂટો

રંગ બદલતો પ્લૂટો

નાસાએ આ ફોટોગ્રાફમાં અમને દેખાડ્યું કે કેવી રીતે અલગ અલગ ભાગોમાં પ્લૂટોનો રંગ અલગ અલગ દેખાય છે.

કંઇક આ રીતે દેખાય છે આફ્રીકા અને યૂરોપ

કંઇક આ રીતે દેખાય છે આફ્રીકા અને યૂરોપ

આ ફોટોગ્રાફ નાસાના સેટેલાઇટ ડિસ્કવરે લીધી છે. આ ફોટોમાં આફ્રીકા અને યૂરોપને દર્શાવવામાં આવ્યું છે. ફોટો દ્વારા બંને ભાગોમાં થનારા મૌસમી ફેરફારને બતાવવાની કોશીશ કરવામાં આવી છે.

English summary
10 stunning pics provided by NASA. These pics not only give details about MARS and other planets but also tell us about global warming.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X