• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 10 વસ્તુઓ જે ભારત સિવાય બીજે ક્યાંય હોતી નથી

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 3 નવેમ્બર: ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં 28 રાજ્ય, 7 કેન્દ્રશાસિત પ્રદેશમાં 800થી વધુ ભાષાઓ બોલવામાં આવે છે. દર વર્ષે અહીં 7 લાખથી વધુ સહેલાણીઓ આવે છે. કહેવામાં આવે છે કે દર વર્ષે 100 કિમી પર ભારતમાં પરિવર્તન જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં આટલી વિવિધતાઓ હોવાછતાં આપણે અહી ફિટ કેવી રીતે થઇ જઇએ છીએ. આટલી વિવિધતાઓ હોવાછતાં અહીંનો અહેસાસ આપણને અહીં રહેવા માટે સહજ બનાવે છે. આટલું જ નહી કેટલીક બાબતોમાં આપણે દુનિયા કેટલાક દેશોથી બિલકુલ અલગ છીએ. કેટલાક એવા કામ હોય છે જે આપણે દુનિયામાં સૌથી સારી રીતે કરી શકીએ છીએ. અહીં અમે એવા 10 કામો વિશે જણાવી રહ્યાં છીએ જે ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

ભારતીયોનીએ વિરાસત તેમને દુનિયાથી અલગ બનાવે છે અને તેમને હટકે કામ કરવા માટે સાહસ પુરૂ પાડે છે. યુગો-યુગોથી ચાલી રહેલા આ કામોને અમે તમારી વિરાસત તરીકે સાચવીને રાખીએ છીએ અને તેને આપણી આગામી પેઢી સુધી પહોંચાડીએ છીએ. આવો જોઇએ કે કયા તે 10 કામ છે જે આપણે ભારતીયો સિવાય કોઇ ન કરી શકે.

વાળંદની તેજ ચાલતી કાતર

વાળંદની તેજ ચાલતી કાતર

ભારતના રસ્તાઓના કિનારે તમે એવા કેટલાય વાળંદ જોવા મળી જશે જે તમારા વાળ કાપવાની સાથે-સાથે તમારી મસાજ કરવામાં મહારથી હોય છે. તેમની નાની દુકાનમાં વાળ કાપવાની સાથે-સાથે, નાકના વાળ પણ કાપવામાં આવે છે. આટલું જ નહી જો તમે થોડી ઢીલ આપી દિધી તો તમારા માથા અને ગળાની મસાજ કરવા માટે તૈયાર થઇ જાય છે.

 ગલીઓનું દોડતું બજાર

ગલીઓનું દોડતું બજાર

ભારતના લગભગ દરેક શહેરમાં ફેરીવાળા ગલી-ગલીમાં ફરીને તમારો સામાન વેચે છે. નાના શહેરોમાં કમાણીનું માધ્યમ ખૂબ પ્રખ્યાત છે. આ વેપારમાં તેને ના તો દુકાન લગાવવાની જરૂર હોય છે અને ના તો મોટા રોકાણ જરૂર હોય છે. પોતાની પીઠ પર અથવા સાઇકલ પર જરૂરિયાતનો સામાન લઇને ફેરીવાળા ગલી-ગલી ફરીને સામાન વેચે છે.

ચોકડી પર તમારા ભવિષ્યને ભાખનાર

ચોકડી પર તમારા ભવિષ્યને ભાખનાર

આવું ફક્ત ભારતમાં જ નથી જ્યાં રસ્તાના કિનારે બેસીને તમારું ભવિષ્ય ભાખવામાં આવતું હોય, રસ્તા પર નાની ચટાઇમાં રંગબેરંગી પુસ્તકોની સાથે માથા પર તિલક લગાવીને પંડિતો તમારું ભવિષ્ય બતાવવાનો દાવો કરે છે.

સૌથી લોકપ્રિય મુસાફરીનું સાધન

સૌથી લોકપ્રિય મુસાફરીનું સાધન

દરરોજ ભારતીય રેલ 20 લાખ યાત્રીઓને લઇ જવાનું કામ કરે છે. ભારતના પહોડોથી માંડીને રણ સુધી તેનો વિસ્તાર છે. ફાસ્ટ શતાબ્દીથી માંડીને પહાડો પર દોડનાર ટોય ટ્રેનનો સમાવેશ થાય છે. ભારતીય ટ્રેનના 65000 કિલોમીટર લાંબા ટ્રેક છતાં અહીં સંડાસ અને ટ્રેનોની છત પર યાત્રા કરવાનું ચલણ હજુ સુધી ખતમ થયું નથી. આટલું જ નહી માનવ રહિત ક્રોંસિગમાં કોઇ સુરક્ષાના લોકોના રેલવે ટ્રેક પાર કરવામાં નબળાઇઓ હજુ સુધી અહી પુરી થઇ શકી નથી.

 પ્રખ્યાત હસ્તીઓ પાછળ દોડવું

પ્રખ્યાત હસ્તીઓ પાછળ દોડવું

ભારતમાં કોઇ ફિલ્મ સ્ટારની દિવાનગી સામે હૉલીવુડના સ્ટાર ફેલ થઇ જાય છે. યુવાનો પોતાના મનપસંદ ફિલ્મ સ્ટારની ચાલ-ચલગતની કોપી કરવાનો પ્રયત્ન કરે છે. તેમછતાં તેમના કપડાં હોય કે પછી તેમની ઉંમર. બૉલીવુડ અભિનેતા કોઇપણ પ્રકારે વિવાદ ફંસાય જાય કે પછી કોઇ ગોટાળામાં ભારતમાં તેમના ફેનને કોઇ ફરક પડતો નથી.

રસ્તા પર રેસ્ટોરન્ટનું ચલણ

રસ્તા પર રેસ્ટોરન્ટનું ચલણ

ભારતમાં રોડની બાજુએ ફૂડનું ખાસ મહત્વ છે. રસ્તાના કિનારે સ્વાદિષ્ટ ભોજન તમને રોકી નહી શકે. પછી ભલે તે મુંબઇનો મોહંમદ અલી રોડનું કબાબ હોય કે પછી અનૃતસરના લોરેન્સ રોડનું માખણ હોય કે માછલી. આ ભોજન દૂર-દૂર સુધી જાણીતું છે.

 ક્રિકેટના દિવાના

ક્રિકેટના દિવાના

ભારતમાં ક્રિકેટને તહેવારની જેમ મનાવવામાં આવે છે. લોકો ક્રિકેટના દિવાના છે. ગાંડાની જેમ ક્રિકેટ પાછળ પડ્યા રહે છે. ભારતની દરેક ગલીમાં તમને બાળકો મોટેરા ક્રિકેટ રમતાં જોવા મળી જશે. આ દિવાનગીના પરિણામે બાકી રમતોની તુલનાએ ક્રિકેટર કરોડો-અજબોની કમાણી કરે છે. તેમની લોકપ્રિયતા ફિલ્મ સ્ટારોથી વધારે છે. ક્રિકેટનું અસલી ગાંડપણ ભારત-પાકિસ્તાનના મુકાબલામાં જોવા મળે છે.

દર અઠવાડિયે તહેવાર

દર અઠવાડિયે તહેવાર

ભારત અલગ-અલગ ધર્મો અને સમુદાયોનો દેશ છે. આ કારણે જ અહીં દર અઠવાડિયે કોઇને કોઇ તહેવાર હોય છે. આવું ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

સ્ત્રીઓનો શૃંગાર

સ્ત્રીઓનો શૃંગાર

ભારતીયોને ઘરેણાં પ્રત્યે સૌથી વધુ પ્રેમ હોય છે. સોનું જ અહીંની સ્ત્રીઓનો શણગાર હોય છે. એક અનુમાન અનુસાર ભારતના ઘરોમાં સ્ત્રીઓ પાસે એટલું સોનું છે જેટલું આપણા સરકારી ભંડારમાં પણ નથી. કોઇપણ તહેવાર હોય કે લગ્ન ભારતની સ્ત્રીઓ સોનાનો શણગાર સજે છે.

ઇશારાબાજી

ઇશારાબાજી

ભારતમાં 800થી વધુ ભાષાઓ બોલવામાં આવે છે. અલગ-અલગ સ્થળો પર લોકોની બોલી અલગ અલગ છે, પરંતુ એક ભાષા જે ભારતીયોમાં સૌથી વધુ પ્રસિદ્ધ છે, તે છે ઇશારાની ભાષા. જ્યાં બોલી કામ નથી ચાલતું ત્યાં ઇશારાથી લોકો પોતાની વાત સમજાવી લે છે. ભારતમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જેમ કે તમારે પાણી પીવું છે તો તમે તમારા અંગુઠાથી મોંઢા તરફ ઇશારો કરે છે. આ પ્રકારે ગરદન હલાવવી, આંખો ફફડાવવી જેવા કેટલાય ઇશારા છે જે ભારતીયો ઉપયોગ કરે છે.

English summary
The country of 1.2 billion draws more than 7 million tourists a year, but there's far more to gain than spiritual enlightenment and an expanded waistline.10 things India does better than anywhere else.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X