For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 દેશોમાં અનોખી રીતે અને તારીખે ઉજવાય છે વેલેન્ટાઇન ડે

|
Google Oneindia Gujarati News

જો તમે માનતા હોવ કે દુનિયાભરના લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી એક જ રીતે ગીફ્ટ આપીને, પ્રપોઝ કરીને મનાવે છે તો જણાવી દઉં કે તેવું નથી. દુનિયાભરમાં પ્રેમના આ પર્વ તેવા વેલેન્ટાઇનને અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. અને તેને લઇને અલગ અલગ માન્યતા પણ છે. વધુમાં કેટલાક દેશોમાં તો આ તહેવાર 14મી ફેબ્રુઆરીએ નહીં પણ 25 જાન્યુઆરી કે પછી 14મી માર્ચે ઉજવવામાં આવે છે.

તો વળી જાપાન જેવા દેશોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવાનો હક ખાલી પુરુષોને જ છે. તો જ્યાં એક બાજુ વેલેન્ટાઇન ડેની તૈયારીમાં ભારતભરના લોકો ડૂબ્યા છે ત્યારે જ જાણો કે અનેય દેશોમાં આ તહેવારની કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે. અને કેવી કેવી અજીબો ગરીબ માન્યતાને પ્રેમના પ્રતીક રૂપે માનવામાં આવે છે. તો જાણો 10 દેશોના 10 અલગ અલગ રિવાજો આ ફોટોસ્લાઇડરમાં...

ઇટલી

ઇટલી

ઇટલીમાં વેલેન્ટાઇન ડે સ્પ્રિંગ ફેસ્ટિવલના રૂપમાં મનાવવામાં આવે છે. આ દરમિયાન લોકો બગીચામાં ભેગા થાય છે. અને સંગીતના કાર્યક્રમોનો આનંદ ઉઠાવે છે. કુંવારી છોકરીઓ સવારે ઊઠી જાય છે અને અહીં તેવી માન્યતા છે કે સવાર સવારમાં જે પુરુષ મહિલાને દેખે છે તે જ પુરુષ તેનો ભવિષ્યનો પતિ બનવાવી શક્યતા ધરાવે છે.

ડેનમાર્ક

ડેનમાર્ક

1990 ડેનમાર્કમાં વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. જેમાં પુરુષો મહિલાઓને નનામી પ્રેમપત્ર લખે છે અને મહિલાને તે પુરુષને ઓળખવાનો રહે છે. જો મહિલા તે પુરુષને ઓળખી જાય છે તો તેને ઇસ્ટર એગ આપવામાં આવે છે.

ફ્રાંસ

ફ્રાંસ

ફ્રાંસ દુનિયાની સૌથી રોમાન્ટિક જગ્યા છે. અને વેલેન્ટાઇન ડે એક પરંપરાની જેમ ઉજવવામાં આવે છે. અને છોકરા-છોકરીના જોડા બને છે. પુરુષોને જે તે મહિલા પસંદ નથી આવતી તો તે તેને છોડીને બીજી મહિલાને પસંદ કરે છે. અને જે મહિલાને તેનો મનગમતો સાથી નથી મળતો તે રાતે બોનફાયર પર તે પુરુષનો ફોટો બાળે છે.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયામાં દર મહિનાની 14મી તારીખને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે મહિલાઓ પુરુષોને ચોકલેટ અને ગીફ્ટ આપે છે. અને જો પુરુષોની પણ રજામંદી હોય તો તે અન્ય મહિને એટલે કે વ્હાઇટ ડે પર મહિલાઓને રિટર્ન ગીફ્ટ આપે છે.

વેલ્સ

વેલ્સ

અહીં 25મી જાન્યુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. આ દરમિયાન છોકરો છોકરી એકબીજાને લાકડાની એક સ્પૂન જેને લવસ્પૂન કહેવાય છે તે આપે છે. અને તે સ્પૂનની ઉપર કોઇને કોઇ સંદેશો છૂપાયેલો હોય છે.

ફિલિપીન્સ

ફિલિપીન્સ

ફિલિપીન્સમાં વેલેન્ટાઇન ડે અન્ય દેશોની જેમ જ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો સાર્વજનિક જગ્યા પર એકત્રિત થઇને સામૂહિક વિવાહ કરે છે.

ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડ

વેલેન્ટાઇન ડે પર ઇંગ્લેન્ડમાં મહિલાઓ પોતાના ઓશિકા નીચે તજના પાંચ પત્તા મૂકે છે. જેથી કરીને તેમના સપનામાં તે તેમના ભાવિ પતિનો ચહેરો જોઇ શકે.

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા

વેલેન્ટાઇન ડે પર મહિલાઓ તેમની કપડા કે બાય પર તેમના પ્રેમીનું નામ સીવી લે છે. અને આ રીતે તે બધા સામે પોતાની પસંદ છતી કરે છે.

બ્રાઝિલ

બ્રાઝિલ

બ્રાઝિલમાં 12 જૂને આ ઉત્સવ ફૂલ, ચોકલેટ અને કાર્ડ આપી મનાવવામાં આવે છે. અહીંના લોકો તેને સેન્ટ એન્થની ડે તરીકે ઉજવે છે. અને તે દિવસે કુંવારી છોકરીઓ તેમના મનપસંદ પતિને મેળવવા માટે ઉપવાસ કરે છે.

જાપાન

જાપાન

જાપાનમાં વેલેન્ટાઇન ડે ખાલી પુરુષો જ ઉજવે છે. અને મહિલાઓ આ દિવસે પતિ, ભાઇ, મિત્ર કે પ્રેમીને આભાર પ્રકટ કરવા માટે ચોકલેટ આપે છે.

English summary
Here is a look at how 10 countries celebrate Valentine's Day traditions all around the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X