For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાળ-ચોખા ખાતા મગરની મૌત પર આખું ગામ રડ્યું, મંદિર બનશે

છત્તીસગઢના બેમેતર જિલ્લાના બાવામોહતર ગામના તળાવમાં મગરની મૌત થવાને કારણે આખું ગામ શોકમાં ડૂબી ગયું છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના બેમેતર જિલ્લાના બાવામોહતર ગામના તળાવમાં મગરની મૌત થવાને કારણે આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. આ મગરની મૌત પર આખા ગામે તેની શવયાત્રા કાઢી. ગામના લોકો અનુસાર મગરમચ્છ જેને તેઓ ગંગારામ કહીને બોલાવતા હતા, તે ગામના તળાવમાં છેલ્લા 100 વર્ષથી રહેતો હતો.

આ મગરે ગામના કોઈ પણ વ્યક્તિ પર હુમલો કર્યો ના હતો. તે મગર હોવા છતાં પણ પોતાના મૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે લોકોનો પ્રિય બની ચુક્યો હતો. બાળકો પણ તળાવમાં મગરની નજીક તરી લેતા હતા. તો અહીં જાણો આખરે કોણ હતો ગંગારામ અને મગર હોવા છતાં પણ ગામના લોકો તેને પ્રેમ કેમ કરતા હતા?

આ પણ વાંચો: કેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ?

130 વર્ષનો મગર

130 વર્ષનો મગર

મંગળવારે સવારે જયારે ગંગારામ અચાનક પાણી ઉપર આવી ગયો. જયારે માછીમારોએ નજીક જઈને જોયું તો ગંગારામ મરી ચુક્યો હતો. ગંગારામને તળાવની બહાર કાઢવામાં આવ્યો અને વનવિભાગને તેની સૂચના આપવામાં આવી. ત્યારપછી ગંગારામને શ્રન્ધાજલી આપવા માટે આખું ગામ ભેગું થઇ ગયું. લોકો દૂર દૂરથી તેના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ મગરની ઉમર લગભગ 130 વર્ષ હતી.

દાળ-ચોખા ખાતો હતો

દાળ-ચોખા ખાતો હતો

હંમેશા એવું જોવા મળ્યું છે કે કોઈ તળાવમાં મગરમચ્છ હોવાની જાણકારી મળ્યા પછી લોકો ત્યાં જવાનું છોડી દે છે. પરંતુ ગંગારામ સાથે આવું થયું નહીં. તેને કોઈ પણ ગ્રામીણને નુકશાન નહીં પહોચાડ્યું. જયારે કોઈ તળાવમાં નહાતા મગર સાથે અથડાઈ જતું ત્યારે મગર જાતે જ તેનાથી દૂર ચાલ્યું જતું હતું. તળાવમાં હાજર માછલીઓ જ ગંગારામનો આહાર હતી. મગરમચ્છ ગંગારામને લોકો દાળ-ચોખા આપતા અને તે મગર ખુબ જ ટેસ્ટ સાથે તેને ખાતો પણ હતો.

પાલતુ મગર હતો

પાલતુ મગર હતો

ગ્રામીણો અનુસાર આ ગામમાં મહંત ઈશ્વરીય શરણ દેવ યુપીથી આવ્યા હતા, જેમને સિદ્ધ પુરુષ માનવામાં આવતા હતા. તેઓ પોતાની સાથે પાલતુ મગરમચ્છ લઈને આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સાથે બીજા પણ કેટલાક મગર હતા પરંતુ અંતે ફક્ત ગંગારામ જ જીવતો રહ્યો હતો. તેઓ આ મગરને ગંગારામ કહીને બોલાવતા હતા. તેઓ જેવા ગંગારામ કહીને બોલાવતા ત્યારે આ મગર તળાવથી બહાર આવી જતો.

કોઈના પણ ઘટે ચૂલો નથી સળગ્યો

કોઈના પણ ઘટે ચૂલો નથી સળગ્યો

ગામના સરપંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગામના લોકોને મગર સાથે લાગણી થઇ ગઈ હતી. આ મગરમચ્છે બે ત્રણ વાર નજીકના બીજા ગામમાં જવાની કોશિશ કરી હતી પરંતુ દરેક વખતે તેને પાછો લાવવામાં આવ્યો. ગંગારામ પ્રત્યે ગ્રામીણોની લાગણી આ વાતથી જાણી શકાય છે કે તેની મૌત પર ગામમાં કોઈ પણ ઘરે ચૂલો નથી સળગ્યો.

ગંગારામની શવયાત્રામાં 500 લોકો જોડાયા

ગંગારામની શવયાત્રામાં 500 લોકો જોડાયા

ગામના લોકોનું ગંગારામ પ્રત્યે લાગણી જોઈને કલેક્ટરે વનવિભાગને તળાવ કિનારે જ પોસ્ટમોર્ટમ કરવાનું કહ્યું. ત્યારપછી ગ્રામીણોએ ઢોલ અને નગારા સાથે ગંગારામની શવયાત્રા કાઢી અને ભીની આંખે તેમને તળાવ પાસે જ ગંગારામની દફનવિધિ કરી. લગભગ 500 ગ્રામીણો મગરમચ્છની શવયાત્રામાં જોડાયા હતા. ગામના સરપંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામીણો મગરમચ્છનું સ્મારક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમને કહ્યું કે ખુબ જ જલ્દી એક મંદિર બનાવવામાં આવશે જ્યાં લોકો તેની પૂજા કરી શકે.

English summary
130-yr-old crocodile 'Gangaram' dies, 500 villagers attend funeral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X