For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના બાળકોથી શીખો જીવનને માણવાની આ કળાઓ

|
Google Oneindia Gujarati News

જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણે વધુને વધુ સિમિત થતા જઇએ છીએ. આપણે ગુસ્સે વાળા વધુ થઇ જઇએ છીએ અને મનખોલીને હસવાનું ભૂલી જઇએ છીએ. અને માટે જ મને લાગે છે કે આપણે બાળકો પાસેથી કંઇક શીખવું જોઇએ.

જ્યારે આપણે નાના હોઇએ છીએ ત્યારે આપણા માતા-પિતા આપણને સારી આદતો પાડે છે. પણ મોટા થઇને આપણે આપણા નવા નિયમો અને કાનૂનો બનાવીએ છીએ. જવાબદારી અને કામની વચ્ચે આપણે જીવવાનું જ ભૂલી જતા હોઇએ છીએ. પણ ત્યારે આપણે મા-પિતા બનીએ છીએ અને બાળકો સાથે ફરીની જીવતા શીખીએ છીએ.

ત્યારે ચલો આજના આ આર્ટીકલમાં આપણે બાળકોના આ ગોલ્ડન રૂલ વિષે જાણીએ. અને બાળકો જોડેથી જીવતા કેમ શીખવું જોઇએ તેના વિષે વાત કરીએ. તો વાંચો આ રસપ્રદ અને મજેદાર આર્ટીકલ અને જાણો કેવી રીતે બાળકોની જેમ આપણે પણ જીવનને માણતા શીખવું જોઇએ.

અંતર ના રાખવું

અંતર ના રાખવું

બાળકો જાત-પાત, રંગ-ઢંગનું અંતર નથી રાખતે. તે લોકોને ખુલ્લા મને આવકારે છે. અને ખુલ્લા મને સ્વીકારે છે. આપણે પણ જાત-પાત, ધર્મ, કાળા-ગોરો, ઊંચ નીચના નિયમોને દૂર કરી બાળકોની જેમ જે જેવું છે તેવું જ તેને અપનાવું જોઇએ.

જે છે તેમાં ખુશ

જે છે તેમાં ખુશ

બાળકોની સૌથી મસ્ત વાત શું છે ખબર છે તે કોઇ શું કહેશે તેની ચિંતા જ નથી કરતા. તે બસ પોતાની મસ્તી મજામાં ખુશ રહે છે. તેમને તો બસ ખડખડાટ હસવું છે.

હાસ્ય

હાસ્ય

મોટા થઇને આપણે વગર કોઇ વાતે હસવાનું છોડી દઇએ છીએ. આપણને લાગે છે વારંવાર શું હસવું. હાસ્ય આપણા જીવનમાંથી ક્યાંક જતું રહ્યું હોય છે. પણ બાળકો હસવાનો એક પણ મોકો નથી છોડતા. અને ખરેખરમાં તેવું જ હોવું જોઇએ.

મોટા મોટા સપના

મોટા મોટા સપના

મોટા થઇને આપણને હકીકતમાં જીવવાની એટલી આદત પડી જાય છે કે આપણે સપના જોવાનું જ ભૂલી જઇએ છીએ. સપના પૂરા થશે કે કેમ તેની ચિંતા કરવા લાગીએ છીએ. સપના માણતા નથી.

તનાવ મુક્તિ

તનાવ મુક્તિ

બાળકોને કોઇ ટેન્સન નથી હોતું. પણ મોટાઓ એવું હોય છે. મોટાઓને બાળકોને કોઇ ટેન્સન નથી તેનુંય ટેન્સન હોય છે. ત્યારે નકારાત્મકતાનેક કહો બાય બાય અને બસ ખુશ રહો.

ડર નહીં

ડર નહીં

તે ભયાનક જગ્યાએ પણ કોઇ પણ ડર વગર ચાલી લે છે. પથારી પરથી કૂદકો મારતી વખતે તેમને લાગે છે કે મને કોઇને કોઇ તો પકડી જ લેશે. આપણે પણ નીડર થવાની જરૂર છે.

મિત્રો બનાવો

મિત્રો બનાવો

બાળકો કોઇની પણ જોડે પાંચ મિનિટમાં વાતો કરવા લાગે છે. તેમને મિત્રો બનાવા ગમે છે. પણ મોટા થઇને આપણે અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાનું ટાળીએ છીએ. ત્યારે ઓફિસમાં, ઘરમાં તમે જેટલા લોકોથી મિત્રતા કરી શકતા હોવ કરો. આ વાત બાળકો જોડેથી શીખવા જેવી છે.

સરળતાથી માફી

સરળતાથી માફી

બાળકો સરળતાથી માફ કરી દે છે. આ તેમની સૌથી મોટી ખૂબી હોય છે જે દરેક લોકોએ શીખવી જોઇએ.

ભાવનાઓને રજૂ કરવી

ભાવનાઓને રજૂ કરવી

મોટા થઇને લોકો તેમના ડરને છૂપવતા શીખી લે છે. ધણીવાર તો તે પોતાની જાતને અભિવ્યક્ત જ નથી કરી શકતા. બાળકો જોડેથી ભાવનાઓને વ્યક્ત કરતા શીખવું જોઇએ.

કોપી કરતા

કોપી કરતા

બાળકો બીજા બાળકો કે મોટેરાની બહુ જલ્દી નકલ ઉતારી લે છે. આમ કરવાથી મગજ તેજ થાય છે. કંઇક નવું શીખવા પણ મળે છે. તો તમે પણ આ કરી જુઓ.

રિલેક્સ રહો...નીંદર લો

રિલેક્સ રહો...નીંદર લો

બાળકો ક્યાંય પણ ઊંધ આવે એટલે ઢળી પડે. અને ગમે તેટલો અવાજ થાય તે મસ્ત મોલાની જેમ સૂઇ જતા હોય છે. આપણે પણ આ રીતે રિલેક્સ રહેતા શીખવું જોઇએ.

પ્રશ્ન પૂછો

પ્રશ્ન પૂછો

બાળકો અનેક પ્રશ્નો પૂછે છે. પણ મોટા થઇને આપણને તેવું લાગે છે કે ક્યાંક કોઇને સવાલ પૂછી લઇશું અને તે આપણને મુર્ખ સમજી લેશે તો. માટે જ આપણે પૂછવાનું જ રહેવા દઇએ છીએ. પણ આ ખોટું છે સવાલ પૂછતા રહેવા જોઇએ.

ભોળા ભાવે સાચુ કહી દેવું

ભોળા ભાવે સાચુ કહી દેવું

ખરેખરમાં મોટા થઇને આપણે જૂઠ્ઠુ સારી રીતે બોલતા થઇ જઇએ છીએ. પણ ડર્યા વગર સાચું બોલવાની આદત સારી છે.

એક્સપ્લોર કરવું

એક્સપ્લોર કરવું

બાળકોની આ ખાસિયત હોય છે તે નવી વસ્તુઓ જાણી, નવું જોવા, સમજવા, શીખવા હંમેશા રેડી હોય છે. તે બંધ રૂમમાં ગૂગલ કરીને સર્ચ કરવાના બદલે ખુલી હવામાં એક્સપ્લોર કરવામાં માને છે. જે શીખવા જેવું છે.

નાનકડી વાતોમાં ખુશી.

નાનકડી વાતોમાં ખુશી.

કદી તમને એક રબર મળે તેની ખુશી થઇ છે. કે પછી નવી પેન્સિલ મળવાની ખુશી. બાળકોને આવું થાય છે તેમને એક રૂપિયાની ચોકલેટ મળ્યાની પણ એટલી જ ખુશી હોય છે જેટલી 5 રૂપિયાની ચોકલેટની. તો સામે પક્ષે આપણે વસ્તુ મળ્યા બાદ બીજી વસ્તુ મેળવાની મહેનતમાં લાગી જઇએ છીએ. તે વસ્તુને માણતા નથી.

English summary
Here’s a list of some very simple yet important lessons we can learn from children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X