For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ સંજય દત્તની જેલ સફર 1993થી 2016 સુધી

|
Google Oneindia Gujarati News

1993માં જ્યારે પહેલી વાર સંજય દત્તને જેલના સળિયાની પાછળ નાખવામાં આવ્યો હતો ત્યારે તેના માટે લોકોના મનમાં એક જ ભાવના હતા કે તે એક સારા બાપનો બગડેલો છોકરો છે. સંજય દત્તને નશીડો, તુંડમિજાજી, બેજવાબદાર અને ખલનાયકના રૂપમાં જ દેખવામાં આવતો હતો. નોંધનીય છે કે મુંબઇમાં થયેલા 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્ત પાસેથે અવૈધ રૂપે એકે 56 રાઇફલ મળવાનો આરોપ હતો.

ત્યારે તેને 18 દિવસની અંદર જ જમાનત મળી ગઇ હતી. અને બોલીવૂડે પણ તેને સપોર્ટ કર્યો હતો. પણ જેમ જેમ કેસ આગળ ચાલતો ગયો અને તે દોષી પુરવાર થતો ગયો લોકો તેને અપરાધી સમજવા લાગ્યા આ દરમિયાન તે બે વાર જેલ પણ ગયો એક વાર 12 મહિના 18 દિવસ માટે અને બે વર્ષ પછી 22 અને 38 દિવસો માટે. આજે સંજય દત્ત તેની સજાના 6 વર્ષમાંથી 5 વર્ષ પસાર કરીને બહાર આવ્યો છે.

તેના સારા વર્તનના કારણે તેની સજા 5 વર્ષ ઓછી કરવામાં આવી છે. ત્યારે આજે તે મુંબઇ પહોંચી સિદ્ધવિનાયક મંદિરના દર્શન કરવા ગયો હતો અને ત્યારબાદ તેની માતાની કબર પર પણ જશે. ત્યારે 1993થી લઇ 2016 સુધીમાં અનેક રીતે સંજય દત્તે બદલાયો છે. એક રીતે કહેવા જઇએ તો ખલનાયકથી નાયક બન્યો છે. તેનો પાર્શ્ચાતાપ દેખાય છે. ત્યારે સંજય દત્તની આ ખલનાયકથી નાયક બનાવીને જેલની સફરની કેટલીક તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ખલનાયકથી નાયક

ખલનાયકથી નાયક

સંજય દત્તની ખલનાયકથી નાયક બનવાની તસવીરો જુઓ અહીં. આ તસવીરો છે જ્યારે તે પહેલી વાર 1993માં જેલના સળિયાની પાછળ ગયો હતો.

ખલનાયક

ખલનાયક

આ સમયે સંજય દત્તને, સુનિલ દત્ત જેવા જાણીતા બોલીવૂડ અભિનેતાઓ એક તેવો પુત્ર હતો જેને લોકો અમીર બાપની બગડેલી ઔલાદ કહેતા હતા.

બાલાસાહેબ ઠાકરે અને સંજયદત્ત

બાલાસાહેબ ઠાકરે અને સંજયદત્ત

શરૂઆતમાં સુનિલ દત્તની શાખના લીધે બધાને એવું જ લાગ્યું હતું કે સંજય દત્તને કદાચ તેની ફેમના કારણે ખોટી રીતે ફ્રેમ કરવામાં આવી રહ્યો છે.

ખલનાયક

ખલનાયક

પણ હકીકત તે હતી કે સંજય દત્તને નશોની આદત પડી ગઇ હતી તેને આ માટે રીહેબિલિટેશનમાં રાખવામાં પણ આવ્યો હતો અને તે કોઇના આપામાં નહતો.

ટાડાની મુક્ત પણ 6 વર્ષની સજા

ટાડાની મુક્ત પણ 6 વર્ષની સજા

જો કે 2007માં સંજય દત્તે ટાડાના આરોપમાંથી તો બચી ગયો પણ અવૈધ રૂપે હથિયાર રાખવાના કારણે આર્મ્સ એક્ટ મુજબ તેને 6 વર્ષની સજા સંભળાવવામાં આવી. સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી પણ તેમ છતાં નવેમ્બર 2007 સુધી તેને જેલમાં જ રહેવું પડ્યું

બોલીવૂડનો સાથ

બોલીવૂડનો સાથ

જો કે શરૂઆતમાં સંજય દત્તને બોલીવૂડનો સાથ મળ્યો. સંજય દત્ત બોલીવૂડનો પહેલો અભિનેતા હતો જેના પર આવા સંગીન આરોપ લગાવવામાં આવ્યા હતા. અને આ માટે જ તેના બચાવમાં બોલીવૂડ ઉતર્યું હતું.

2010માં તારીખ બદલાઇ

2010માં તારીખ બદલાઇ

જો કે 2007માં જેલથી રીહા થઇને સંજયદત્તે મુન્નાભાઇ એમ.બી.બી.એસ જેવી ફિલ્મો કરી. જેમાં તેના લીધે તેની ખલનાયકની ઇમેજ ભૂલાઇ ગઇ. હવે તે લોકોનો ફેવરેટ મુન્નાભાઇ બની ચૂક્યો હતો. અને ત્યારે જ જ્યારે 2013માં તે પાછો રડતો રડતો જેલમાં ગયો તો લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા.

આખરે જેલમુક્તિ

આખરે જેલમુક્તિ

જો કે સંજયના સારા વર્તનના કારણે તેની 1 વર્ષની સજા માફ કરવામાં આવી અને તેને 25/2/2016 એટલે કે આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. ત્યારે આજે જેલની બહાર તેની પત્ની અને જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાની હાજર હતા.

ધરતી પ્રણામ અને ત્રિરંગાને સલામ

ધરતી પ્રણામ અને ત્રિરંગાને સલામ

જેલની મુક્ત થતી વખતે સંજય દત્તે પાછા ફરીને યરાવડા જેલને એક વાર જોયું. તેને સલામ કરી. ધરતીને પ્રણામ કર્યાને ત્રિરંગાને સલામી આખી નમ આંખી સસ્મિતે તે બહાર આવ્યો

જેલની અંદર

જેલની અંદર

ત્યારે જ્યારે પોતાની મુક્તિ પહેલા તે ત્યાં હાજર સ્ટાફ અને પોતાના કેદી મિત્રોને ભેટીને મળ્યો હતો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. બહાર આવીને સંજુએ કહ્યું કે જેલમુક્તિ સરળ નહતી. પણ પરિવાર અને મિત્રોના સાથે તે સંભવ બનાવ્યું.

સિદ્ધવિનાયક અને માતાની કબર

સિદ્ધવિનાયક અને માતાની કબર

નોંધનીય છે કે પુણેથી ફ્લાઇટ પકડીને સંજય દત્ત મુંબઇ આવ્યો અને આવવાની સાથે જ તે મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધ વિનાયક મંદિરની મુલાકાતે ગયો. જે બાદ તે તેની માતાની કબરની પણ મુલાકાત લેશે. જરૂરથી સંજયની મુક્તિ બાદ બોલીવૂડ એક મોટી પાર્ટી આપશે. જેમાં સંજયના તમામ જાણીતા મિત્રો અને સંબંધીઓ હાજર રહેશે.

English summary
Sanjay Dutt, is being released from Pune's Yerawada Jail on February 25 and the actor is planning to take a chartered flight from Pune to Mumbai to avoid issues with the law and order, owing to the huge media that will gather outside the jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X