• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિમ જોંગની ઇમેજ મેકઓવર કરી રહી છે આ બે મહિલાઓ, કારણ છે ખાસ

|

ક્યારેક પરમાણુ પરીક્ષણ માટે ચર્ચાનું કેન્દ્ર બનેલા નોર્થ કોરિયા સરમુખત્યાર નેતા કિમ જોંગ હાલ તેમના બદલાયેલા અભિગમને લઇને લોકોને હેરાન કરી રહ્યા છે. એક મહિનાની અંદર તેમણે લોકોમાં પોતાની એક અલગ ઇમેજ ઊભી કરી છે. કિમે પહેલી વાર નોર્થ કોરિયાની બહાર ચીનની યાત્રા કરી છે ત્યારથી તેમની આ ઇમેજ મામલે ચર્ચા થઇ રહી છે. સાથે જ તેમણે અમેરિકાની પણ શરત માની લીધી છે જે પરમાણુ પરીક્ષણ મામલે હતી. એટલું જ નહીં લોકો ત્યારે ચોંકી ગયા જ્યારે તે સાઉથ કોરિયન આર્ટિસ્ટની કોન્સર્ટમાં પહોંચી ગયા. જાણકારો કિમની આ બદલાયેલી ઇમેજનો શ્રેય તેમની પત્ની અને તેમની નાની બહેનને આપે છે. ગત થોડા સમયમાં કિમના તમામ મહત્વના કાર્યક્રમમાં આ બે મહિલાઓ ભાગ લઇ રહી છે. વળી કિમની પત્ની તેમની સાથે ચીન પણ આવી હતી.

કેમ મેક ઓવર?

કેમ મેક ઓવર?

કિમના આ બદલાયેલા એટીટ્યૂટને ભલે લોકો વખાણી રહ્યા હોય પણ કિમની બહેન કિમ યો જોંગ અને તેની પત્ની રિ સોલનું પણ આમાં મહત્વનું યોગદાન છે તેમ મનાય છે. કિમ હાલ એક પછી એક અનેક સમિટમાં ભાગ લઇ રહ્યા છે. અને તેવા અનેક કૂટનૈતિક પગલાં લઇ રહ્યા છે જેના કારણે તે એક નવા આંતરાષ્ટ્રીય નેતા બની રહ્યા છે. વળી આ તમામના કારણે તેવી પણ ચર્ચા થઇ રહી છે કે કિમ પોતાની શાસન કરવાની પ્રણાલીને બદલવા માંગે છે. સાથે જ તે દુનિયાની સામે પોતાની સરમુખત્યાર વાળી ઇમેજ બદલવા માંગે છે. 27 એપ્રિલે કિમની મુલાકાત સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઇ ઇન સાથે થવાની છે. માનવામાં આવી છે આ પણ એક મોટો બદલાવ છે.

પત્ની રી

પત્ની રી

કિમની પત્ની રીની તસવીરો તે સમયે પહેલી વાર સાવર્જનિક થઇ હતી જ્યારે તે ગત વર્ષે ચીનના પ્રવાસ પર ગઇ. બેજિંગમાં કિમ જોંગે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની પત્ની રીને પણ તેમને મેળવ્યા હતા. હવે કિમ જૂન મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મળશે અને માનવામાં આવે છે કે તે સમયે પણ રી કિમની સાથે રહેશે. અને તે પોતાની સમકક્ષ મેલાનિયા ટ્રંપને મળશે. રી વિષે કહેવાય છે કે તે શાંત સ્વભાવની છે અને હંમેશા મોંધા કપડાં પહેરવા તેને ગમે છે. રીએ નાનપણમાં પરફોર્મિંગ આર્ટ્સની ટ્રેનિંગ લીધી હતી. કહેવાય છે કે રી અને કિમના લગ્ન 2009 કે 2010માં થયા હતા. અને તે લગ્ન પહેલા અનહાશૂ ઓર્કેસ્ટ્રા સાથે પરફોર્મ કરતી હતી. અને તેણે એક સિંગર છે. અને નોર્થ કોરિયાના પોપ ગ્રુપ મોરાબોંગ બેંકની ખૂબ જ નજીક છે. જેની શરૂઆત કિમે જ કરી હતી.

પત્ની અને બાળકો

પત્ની અને બાળકો

રી તે ખાસ લોકોમાંથી એક છે જેને વર્ષ 2005માં સાઉથ કોરિયા મોકલવામાં આવી હતી. જેથી તે એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાના દેશના ખેલાડીઓને ચીયર કરી શકે. માનવામાં આવે છે કે તેમની ઉંમર 28 વર્ષની છે. જો કે કિમ ખાનદાનમાં તેમની પત્ની વિષે વધુ જાણકારી નથી આપવામાં આવતી. કિમના પિતાએ પણ તેમની માં વિષે અનેક જાણકારી છુપાવી હતી. પહેલી વાર 2012માં કિમ અને તેમની પત્નીના ફોટોગ્રાફ સામે આવ્યા હતા જ્યારે તે એક મનોરંજન પાર્કમાં ફરવા ગયા હતા. ત્યારે તે કિમની સાથે હતી. તે પછી તે 2014માં એનબીએએ સ્ટાર ડેનિસ રોડમેન કિમના બર્થ ડે પર આયોજીત એક પર્દેશન મેચમાં નજરે પડી હતી. કહેવાય છે કે કિમ અને તેની પત્નીને ત્રણ બાળકો છે. જો કે આ તમામ વાતોની કોઇ અધિકૃત પૃષ્ટી નથી થઇ.

બહેનનો રોલ

બહેનનો રોલ

કિમની પત્નીની જેમ જ તેની નાની બહેન કિમ યો જોગ વિષે પણ દુનિયા થોડી જ માહિતી ધરાવે છે. ફેબ્રુઆરીમાં યો પોતાના પરિવારની પહેલી સદસ્ય હતી જે સાઉથ કોરિયા ગઇ હતી. અહીં તેણે ઓલમ્પિક્સનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં તેમણે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ અને અન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. 30 વર્ષની ઉંમર વાળી કિમની આ બહેન કિમના અનેક રાજ પોતાની પાસે છુપાવીને બેઠી છે. તે પોતાના ભાઇ સાથે અનેક વર્ષો સુધી સ્વિટઝરલેન્ડમાં રહી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જ તેને પોતાના ભાઇની ઇમેજ બદલવાનો પ્રયાસ કરેયો હતો. પહેલા તે ભાગ્યે જ જોવા મળતી હતી. મીડિયાને પણ તેમના નામની ખબર નહતી. રવિવારે કિમની બહેન અને તેની પત્નીના ફોટોગ્રાફ સામે આવ્યા હતા જેમાં બંને ગ્લેમરસ લાગતી હતી.

English summary
These 2 women are responsible for the image makeover of North Korean leader Kim Jong un.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X