સેક્સ્યુલ હેરેસમેન્ટ વિરુદ્ધ આ 20 કાયદાઓ જાણવા જરૂરી છે

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    નવી દિલ્હી, 13 જુલાઇ: ભારતમાં શારીરિક હિંસા અથવા શારીરિક શોષણના મામલા અવારનવાર સામે આવતા રહે છે. પુરુષો મહિલાઓને પોતાનો શિકાર બનાવીને તેમનું શોષણ કરે છે. ઘર હોય કે બહાર એવું કોઇ સ્થળ નથી જ્યાં મહિલાઓ શારીરિક શોષણનો શિકાર ના થતી હોય. ચાલતી બસમાં અથવા સ્કૂલ-કોલેજમાં. બજારની વચ્ચે તો સુમસાન રસ્તાઓ પર મહિલાઓને પુરુષોની બાજ નજરોનો સામનો કરવો પડે છે. આટલું બધું થયા બાદ મહિલાઓ ચુપ્પી સાધી લે છે.

    જેનું કારણ માત્ર એક છે અને તે છે તેમણે શારીરિક હિંસા વિરુદ્ધ કાયદાઓની જાણકારી નથી. મહિલાઓ જ નહીં પરંતુ મોટાભાગની ભારતીય મહિલાઓ શારીરિક હિંસા વિરુદ્ધના આ 20 કાયદાઓ વિશે નથી જાણતી. આપ પણ જાણો આ શારીરિક શોષણ વિરુદ્ધ આ 20 કાયદાઓને અને કરો પ્રયત્ન આ જઘન્ય અપરાધને રોકવાનો...

    કાયદાથી રોકાશે શારીરિક હિંસા

    કાયદાથી રોકાશે શારીરિક હિંસા

    સાર્વજનિક સ્થળે કોઇ મહિલાને ટાર્ગેટ કરતા અશ્લિલ ગીત ગાવું એ પણ શારીરિક હિંસામાં આવે છે. તેમાં આઇપીસી 294 હેઠળ સજાનું પ્રાવધાન છે. જેમાં 3 મહીનાની સજા થઇ શકે છે.

    દબાણ નાખવું

    દબાણ નાખવું

    કોઇપણ પ્રકારનું કેક્સ્યુલ ફેવર હાસલ કરવા માટે દબાણ નાખવું ધારા 354 હેઠળ ગુનો બને છે. જે હેઠળ ત્રણ વર્ષની જેલ અને દંડ અથવા બંને થઇ શકે છે.

    પીછો કરવો

    પીછો કરવો

    મહિલાની જાણ બહાર તેનો પીછો કરવો પણ શારીરિર હિંસા છે. ધારા 354 ડી હેઠળ ત્રણથી પાંચ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

    વિરોધ છતાં સંબંધ બાંધવો

    વિરોધ છતાં સંબંધ બાંધવો

    મહિલા દ્વારા સતત વિરોધ કરવા છતા તેની પર શારીરિક સંબંધ બનાવવાનું દબાણ બનાવવું અથવા તેને શારીરિક અથવા તેના સન્માનને ઠેસ પહોંચાડવો પણ ગુનો બને છે. ધારા 503 હેઠળ આરોપીને 2 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

    તસવીર લેવી

    તસવીર લેવી

    મહિલાને કહ્યા વગર તેની તસવીર લેવી, શેર કરવી ગુનામાં આવે છે. એવું કરવા પર ધારા 354 સી હેઠળ 2 વર્ષની સજાનું પ્રાવધાન છે. જો આ જ ભૂલ ફરીથી કરવામાં આવે તો સજા 5-7 વર્ષ સુધી થઇ શકે છે.

    શારીરિક સંપર્ક માટે દબાણ

    શારીરિક સંપર્ક માટે દબાણ

    જો કોઇ મહિલા પર શારીરિક સંપર્ક માટે દબાણ નાખવામાં આવે અથવા તો અન્ય રીતે તેની પર એવું કરવા માટે પ્રેસર કરવામાં આવી રહ્યું હોય તો તે પણ ગુનો બને છે.

    સહકર્મી દ્વારા સંબંધ

    સહકર્મી દ્વારા સંબંધ

    જો કોઇ પણ સહકર્મી, વરિષ્ઠ અથવા કોઇપણ સ્તરના કાર્મિક દ્વારા તેની પાસે શારીરિક સંબંધ સ્થાપવાનો અનુરોધ કરવામાં આવતો હોય અથવા તો તેની પર એવું કરવા માટે પ્રેશર નાખવામાં આવતું હોય તો તે ગુનો બને છે.

    અશ્લિલ સાહિત્ય

    અશ્લિલ સાહિત્ય

    કોઇપણ મહિલાને પણ કોઇપણ રીતે અશ્લિલ અને કામુક સાહિત્ય દેખાડવામાં આવે અથવા એવું કંઇ કરવાની કોશીશ કરવામાં આવે છે તો.

    મહિલાની શારીરિક બનાવટ કે વસ્ત્રો

    મહિલાની શારીરિક બનાવટ કે વસ્ત્રો

    કોઇપણ મહિલાની શારીરિક બનાવટ, તેના વસ્ત્રો વગેરેને લઇને ખરાબ, અશ્લિલ ટિપ્પણીઓ કરવામાં આવે છે જે વર્કિંગ વૂમનના અધિકારોનું હનન છે.

    અપ્રાકૃતિક વ્યવહાર

    અપ્રાકૃતિક વ્યવહાર

    કોઇપણ પ્રકારે મૌખિક અથવા અમૌખિક રીતે શારીરિક પ્રકૃતિનું અશ્લિલ વ્યવહાર કરવામાં આવે છે.

    કોઇ કાર્યક્રમમાં હિંસા

    કોઇ કાર્યક્રમમાં હિંસા

    જો કોઇ કાર્યક્રમ અથવા કોઇ પ્રસંગે આપ હિંસાની શિકાર બનો છો તો આપની પાસે એફઆઇઆર નોંધાવવાનો અધિકાર છે.

    મહિલાનો અશ્લિલ ફોટો શેર કરવો

    મહિલાનો અશ્લિલ ફોટો શેર કરવો

    મહિલાનો અશ્લિલ ફોટો શેર કરવો અથવા તેના સન્માનને ઠેસ પહોંચાડવી ગુનો બને છે. ધારા 499 હેઠળ બે વર્ષની સજાનું પ્રાવધાન છે.

    10થી વધારે કર્મચારીઓ

    10થી વધારે કર્મચારીઓ

    10થી વધારે કર્મચારીઓ ધરાવતી ઓફિસમાં શારીરિક હિંસાના નિપટારા માટે કમિટિની રચના જરૂરી છે.

    10થી વધારે કર્મચારીઓ

    10થી વધારે કર્મચારીઓ

    10થી વધારે કર્મચારીઓ ધરાવતી ઓફિસમાં શારીરિક હિંસાના નિપટારા માટે કમિટિની રચના જરૂરી છે.

    અશ્લિલ સામગ્રી

    અશ્લિલ સામગ્રી

    કોઇપણ અશ્લિલ સામગ્રી અતવા કોઇપણ કમેન્ટ ઓનલાઇન પ્લેટફોર્મ પર શેર કરવું જેનાથી મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે આઇટી એક્ટ 67 હેઠળ અપરાધ છે. જે હેઠળ 2 વર્ષની જેલની સજાની જોગવાઇ છે.

    શારીરિક હિંસાની ફરિયાદ

    શારીરિક હિંસાની ફરિયાદ

    મહિલા દ્વારા કોઇપણ પ્રકારની શારીરિક હિંસાની ફરિયાદ કરવા પર તપાસ કમિટિને તેનો નિપટારો 90 દિવસમાં કરવાનો રહે છે.

    સેક્સ્યુઅલ રિમાર્કસ

    સેક્સ્યુઅલ રિમાર્કસ

    મહિલાઓ વિરુદ્ધ કોઇપણ સાર્વજનિક સ્થળો પર કોઇપણ રીતનું સેક્સ્યુઅલ રિમાર્કસ કરવું કાયદાકીય ગુનો છે. ધારા 509 હેઠળ તેમાં ત્રણ વર્ષની જેલની જોગવાઇ છે.

    ઘરમાં કામ કરનારી મહિલા પણ

    ઘરમાં કામ કરનારી મહિલા પણ

    ઘરમાં કામ કરનારી નોકરિયો પણ કર્મભૂમિમાં શારીરિક હિંસા કાયદા હેઠળ આવે છે.

    આપ પોલીસની પાસે આ મામલાની ફરિયાદ નોંધાવો

    આપ પોલીસની પાસે આ મામલાની ફરિયાદ નોંધાવો

    જો આપ શારીરિક હિંસાનો શિકાર થાવ છો તો આપ પોલીસની પાસે આ મામલાની ફરિયાદ નોંધાવો છો તો આપ ત્યાં પોતાની ભાષામાં ફરિયાદ કરી શકો છો.

    ટ્રાંસપોર્ટ ફેસિલિટી

    ટ્રાંસપોર્ટ ફેસિલિટી

    જો આપની કંપની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ટ્રાંસપોર્ટ ફેસિલિટીમાં આપની સાથે છેડતી થાય છે તો આપ પણ કર્મભૂમિમાં શારીરિક હિંસા કાયદાનો ઉપયોગ કરી શકો છો.

     શારીરિક હિંસાનો શિકાર

    શારીરિક હિંસાનો શિકાર

    જો આપ શારીરિક હિંસાનો શિકાર બનો છો તો જલદી ફરિયાદ નોંધાવો, કારણ કે એફઆઇઆર નોંધતી વખતે આપની પાસે નાનામાં નાની માહિતી પૂછવામાં આવશે.

    English summary
    As women living in India, we have all fallen prey to sexual harassment in one form or another. But how many of us know that the Indian penal code has laws to protect us from each of these?

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more