• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સના કારણે ફેલાય છે આ 4 ખતરનાક બીમારી

By Staff
|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં અવારનવાર સામે આવી રહેલી નતનવીન બીમારીઓ ક્યારેક માણસો માટે મહામારી બની જતી હોય છે. તાજેતરમાં જ ફેલાયોલ કોરોના વાયરસ પણ તેનું જાગતું ઉદાહરણ છે, મોટાભાગની બીમારીઓ ખાણી-પીણી અને યૌન સંબંધોને કારણે ફેલાય છે. યૌન સંક્રમણથી થનાર બીમારીઓ પણ કોઈ અપવાદ રૂપ નથી. આવા જ ચાર બેક્ટેરિયા વિશે અમે તમને જણાવશુ જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

નાઈસેરિયા મેનિન્જાઈટિસ

નાઈસેરિયા મેનિન્જાઈટિસ

નાઈસેરિયા મેનિન્જાઈટિસને મેનિન્ગોકસના નામે પણ ઓળખવામાં આવે છે. આ બેક્ટેરિયા દિમાગ અને કરોડરજ્જૂના હાડકાંને સંક્રમિત કરી શકે છે. પરંતુ આનાથી કેટલાય વદુ તે યૂરોજેનિટલ સંક્રમણ માટે ઓળખાય છે. 70ના દશકનું અધ્યયન જણાવે છે કે કેવી રીતે એક ચિમ્પાન્જીના નાક અને ગળાથી થઈ બેક્ટેરિયા તેના જનનાંગ સુધી જઈ પહોંચ્યું અને તેને યૂથરલ સંક્રમણ થયું.

લગભગ 5થી 10 ટકા યુવાનોમાં નાઈસેરિયા મેનિંજાઈટિસ બેક્ટેરિયા નામની બીમારી ગળા કે નાકના માધ્યમથી ત્યાં પહોંચે છે. એક અધ્યયન મુજબ આ સંક્રમણ એક શખ્સને તેના પાર્ટનર સાથે ઓલ સેક્સ અને અન્ય પ્રકારના સંપર્કથી પહોંચી શકે છે. કુલ પાંચ પ્રકારના એન મેનિન્જાઈટિસ દુનિયાભરમાં થનાર યૌન સંક્રમણ માટે જવાબદાર છે. જો કે આ બેક્ટેરિયા માટે બે વેક્સીન ઉપલબ્ધ છે જેની મદદથી આ બેક્ટેરિયાના પ્રભાવને ઘટાડી શકાય છે.

માઈકોપ્લાજમા જેનિટેલિયમ

માઈકોપ્લાજમા જેનિટેલિયમ

માઈકોપ્લાજમા જેનિટેલિયમ દુનિયાના સૌથી સૂક્ષ્મ બેક્ટેરિયામાંથી એક છે, પરંતુ તેનાથી થતા સેક્શ્યુઅલ ટ્રાન્સમિટેડ સંક્રમણ દુનિયામાં મોટી પરેશાનીનું કારણ બની શકે છે. 1980ના દશકમાં ઓળખવામાં આવ્યો હતો, આ બેક્ટેરિયાએ લગભગ 1થી 2 ટકા લોકોને સંક્રમિત કર્યા છે.

ખાસ કરીને આ યુવાઓ અને વયસ્કોમાં વધુ તેજીથી ફેલાય છે. આ બેક્ટેરિયા મહિલાઓની પ્રજનન પ્રણાલીમાં પૈલ્વિક સૂજનનું કારણ બને છે. જેનાથી વ્યંધત્વ, ગર્ભપાત, સમયથી પહેલા પ્રસવ અને ભ્રૂણ મૃત્યુ પણ થઈ શકે છે. કોન્ડોમનો ઉપયોગ કરવાથી આ રોગ પાર્ટનર સુધી પહોંચવાથી રોકી શકાય છે. શોધકર્તાઓએ એમ. જેનિટેલિયમને રોકવા માટે એન્ટીબાયોટિક દવાઓ ખાસ કરીને એજિથ્રોમાઈસિન અને ડૉક્સીસાઈક્લિનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

શિગેલા ફ્લેક્જેનરી

શિગેલા ફ્લેક્જેનરી

આને શિગ્લોસિસના નામે પણ ઓળખવામાં આવે છે. આ માણસના મળના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ સંક્રમણ બાદ પેટમાં તેજ દુખાવો, ડાયરિયા જેવી ફરિયાદ થાય છે અને આવી રીતે આ બેક્ટેરિયા પોતાનું સંક્રમણ આગળ સુધી ફેલાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એસ ફ્લેક્ઝેનરી મૂળ રૂપે ઓરલ સેક્સ અને એનલ સેક્સ દ્વારા ફેલાય છે. દુનિયાભરમાં આના સંક્રમણના કેટલાય મામલા તેજીથી સામે આવી રહ્યા છે.

લિંફોંગ્રાનુલોમા વેનેરેઉમ

લિંફોંગ્રાનુલોમા વેનેરેઉમ

ક્લેમાઈડિયા ટ્રેકોમેટિસના અસામાન્ય તણાવને કારણે થતો આ એસટીઆઈ ભયાનક સંક્રમણનું કારણ બની શકે છે. એલજીવીના સંક્રમણના કારણે અસ્થાયી પિંપલ, જનનાંગમાં અલ્સરની પરેશાની થઈ શકે છે અને પછી તેના બેક્ટેરિયા શરીરના લસિકા તંત્ર પર આક્રમણ કરી દે છે. મળાશયની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. પાછલા એક દશકથી એલજીવી યૂરોપ અને ઉત્તરી અમેરિકામા તેજીથી વધતું જઈ રહ્યું છે. ખાસ તરીકે આ બીમારી બાઈસેક્શ્યુઅલ અને ગે લોકોમાં હોવી સામાન્ય છે.

સેક્સને લઈ છોકરીઓના દિમાગમાં રહે છે આ ગેરસમજણસેક્સને લઈ છોકરીઓના દિમાગમાં રહે છે આ ગેરસમજણ

English summary
4 dangerous disease that can spread because of sexual relationship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X