• search

ટીનેજર્સની સેક્સુઅલ લાઇફ સાથે જોડાયેલા 40 તથ્યો

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    બેંગ્લોર, 6 જુલાઇ: આપણા જ ભારતમાં એક સમય હતો જ્યારે બાળકો 13 વર્ષની ઉંમરે પહોંચતા તો તેમના હાથમાં સમાચાર પત્ર પકડાવી દેવામાં આવતું હતું, જેથી તે તંત્રીલેખ વાંચી શકે. પિતા પોતે લાઇબ્રેરી જઇને પોતાના બાળકોનું સભ્યપદ અપાવતા હતા, જેથી તેમનું બાળક સારા-સારા પુસ્તકો વાંચી શકે. જો આગળ ભણાવવામાં આવતા ન હતા, પરંતુ તેમને ટ્રેનિંગ કોર્સ કરવવામાં આવતા હતા, જેથી આગળ જઇને તેમને બેરોજગાર ન બને. ત્યારે ટીનેજરોને કંઇક એવી રીતે નિર્ધારિત કરવામાં આવતા હતા કે ભવિષ્યને લઇને ગંભીર બાળકની તસ્વીર બની જતી હતી.

    આજે ટીનેજરની પરિભાષા એકદમ બદલાઇ ગઇ છે. નવી પરિભાષા કંઇક આ છે- 13 થી 19 વર્ષની ઉંમર જેમાં બાળકો અભ્યાસ કરે છે, આમતેમ પૈસા કમાવવાની હોડમાં લાગેલા રહે છે, ચેટીંગ, ઇન્ટરનેટ બ્રાઉજિંગ, એસએમએસ, ટ્વિટર, ફેસબુક, ધ્રુમપાન, દારૂ, સેક્સ અને ઘણું બધુ જેના માટે તે ભવિષ્યની રાહ જોઇ શકતા નથી. આ બધામાં જે સૌથી ગંભીર છે, તે છે તેમનું સેક્સુઅલી એક્ટિવ હોવું. અને અહીં આપણે તેના પર ચર્ચા કરીશું.

    અમે આ લેખમાં જે તથ્યોની વાત કરીશું, જે પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા સંસ્થા તથા સર્વેક્ષણ કંપનીઓ અથવા સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે.

    100માંથી 25 છોકરીઓ સેક્સુઅલી એક્ટિવ

    100માંથી 25 છોકરીઓ સેક્સુઅલી એક્ટિવ

    ભારતીય પીડિએટ્રીશન એસોસિએશનના રિપોર્ટ અનુસાર મોટા શહેરોની મોટી સ્કુલોમાં 100માંથી 25 ટીનેજર્સ છોકરીઓ સેક્સુઅલી એક્ટિવ રહે છે. 10 ટકા છોકરા સ્કુલમાં ઓછામાં ઓછી એકવખત કોન્ડોમ લઇને આવ્યા.

    અભ્યાસ ઉપરાંત ખર્ચ થાય છે 10 કલાક

    અભ્યાસ ઉપરાંત ખર્ચ થાય છે 10 કલાક

    ભારતીય પીડિએટ્રીશન એસોસિએશનના સર્વે અનુસાર ભારતના ટીનેજર્સ દિવસમાં 10 કલાક અભ્યાસ ઉપરાંત અન્ય કોઇ વસ્તુમાં સમય વેડફે છે. આ 10 કલાક આ પ્રકારે છે.- બે કલાક સોશિયલ નેટવર્કિંગ સાઇટ, 1.5 કલાક મોબાઇલ ફોન પર ગપ્પા મારવામાં, 2.5 કલાક ટીવી પાછળ, 1.5 કલાક કોમ્યુટર ગેમ્સ પાછળ, 3.5 કલાક અન્ય કામકાજ જેમ કે કોઇ ઘરમાં કોઇની સાથે વાતો કરવામાં, ભોજન કરવામાં તથા અન્ય કાર્યોમાં પોતાનો સમય બગાડે છે.

    13 વર્ષની ઉંમર પહેલાં પોર્ન ફિલ્મ

    13 વર્ષની ઉંમર પહેલાં પોર્ન ફિલ્મ

    ઇન્ડિયા ટૂડેના સર્વેક્ષણ અનુસાર 5માંથી એક ટીનેજર 13 વર્ષની ઉંમર પહેલાં પોર્ન ફિલ્મ, ફોટા અથવા વીડિયો જોઇ ચૂક્યા હોય છે. 15 ટકા બાળકો સ્કૂલના ટોયલેટમાં યૌન ગતિવિધિઓને અંજામ આપે છે. 95 ટકા ટીનેજર્સ લગ્ન પહેલાં સેક્સને યોગ્ય માણે છે.

    13 વર્ષની ઉંમરે જાણે છે કોન્ડોમ તથા પિલ્સ

    13 વર્ષની ઉંમરે જાણે છે કોન્ડોમ તથા પિલ્સ

    ઇન્ડિયા ટૂડેના સર્વે અનુસાર 98 ટકા બાળકો 13 વર્ષની ઉંમર સુધી આ બાળકો જાણે છે કે કોન્ડોમ શું હોય છે અને ગર્ભનિરોધક પિલ્સનો ઉપયોગ કેમ કરવામાં આવે છે.

    ટીનેજર્સમાં સ્મોકિંગનું ચલણ

    ટીનેજર્સમાં સ્મોકિંગનું ચલણ

    એક્શન એન્ડના સર્વે અનુસાર શહેરી વિસ્તારોમાં ટીનેજર્સમાં સ્મોકિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સર્વે અનુસાર ભારતમાં ધુમ્રપાન કરનાર ટીનેજર્સ 7 થી 10 સિગરેટ એક દિવસમાં પી જાય છે. સ્મોકિંગ કરનાર પાંચમાંથી એક ટીનેજર્સ 13 થી 15 સિગરેટ એક દિવસમાં પી જાય છે.

    ઉડાન દ્વારા કરવામાં આવેલો સર્વે

    ઉડાન દ્વારા કરવામાં આવેલો સર્વે

    ફિલ્મ ઉડાન જે ટીનેજર્સ પર આધારિત છે, તેને બનાવતાં પહેલાં પ્રોડક્શન કંપનીએ સર્વેમંકી અને ફેસબુકના માધ્યમથી ઓનલાઇન સર્વે કર્યો હતો. આ સર્વે દિલ્હી, મુંબઇ, અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નઇ, હૈદ્વાબાદ અને કલકત્તાના 1000થી વધુ ઇન્ટરનેટ યૂજર્સ પર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

    પોતાની સમસ્યાને પોતાના માતા-પિતાને બતાવવામાં ડર

    પોતાની સમસ્યાને પોતાના માતા-પિતાને બતાવવામાં ડર

    3માંથી એક બાળક આજેપણ પોતાની સમસ્યાને પોતાના માતા-પિતાને બતાવતાં ડરે છે. આ કારણે તે તણાવમાં રહે છે. ત્રણમાંથી એક વિદ્યાર્થી છે, જે પોતાની સ્ટીમ બદલવા માંગે છે. 10માંથી એક ટીનેજર પોતાના પિતાની નિકટ હોય છે.

    ઓપોજિટ સેક્સને કિસ

    ઓપોજિટ સેક્સને કિસ

    5 માંથી એક વિદ્યાર્થી 16 વર્ષનો થાય તે પહેલાં ધુમ્રપાન કરી ચૂક્યો હોય છે. 2માંથી એક ટિનેજર 16 વર્ષનો થાય તે પહેલાં બાઇક અથવા કાર ચલાવી ચૂક્યો હોય છે. 50 ટકા ટીનેજર પોતાના ઓપોજિટ સેક્સના કોઇને કોઇ વ્યક્તિને ઓછામાં ઓછા એકવાર કીસ કરી ચૂક્યો હોય છે. ત્રણમાંથી એક વિદ્યાર્થી 13 વર્ષનો થાય તે પહેલાં પોર્ન મૂવી જોઇ ચૂક્યો હોય છે.

    પોર્ન મૂવી

    પોર્ન મૂવી

    3માંથી એક બાળક 16 બાળક 16 વર્ષનો થાય તે પહેલાં પોર્ન મૂવી જોઇ ચૂક્યો હોય છે. 5 માંથી એક વિદ્યાર્થી સ્કૂલના ટોયલેટમાં ખોટું કામ કરી ચૂક્યો હોય છે.

    નાના શહેરોમાં ટીનેજર્સ

    નાના શહેરોમાં ટીનેજર્સ

    ઇન્ડિયા ટૂડેના સર્વે અનુસાર નાના શહેરોમાં 12 માંથી 21 વર્ષની ઉંમરના બાળકોમાં 21 ટકા ટીનેજર્સ 13 વર્ષથી 16 વર્ષની ઉંમરમાં સેક્સ માણી ચૂક્યાં હોય છે. તો બીજી તરફ મેટ્રો શહેરોમાં આ સંખ્યા 13 ટકા છે. નાના શહેરોમાં ટીનેજર છોકરીઓમાં પણ 13 માંથી 19 વર્ષની 42 ટકા છોકરીઓ અઠવાડિયામાં બે થી ત્રણવાર સેક્સ માણી ચૂકી હોય છે.

    70 ટકા પુરૂષ વર્જિન ઇચ્છે છે

    70 ટકા પુરૂષ વર્જિન ઇચ્છે છે

    ઇન્ડિયા ટૂડેના સર્વે અનુસાર નાના શહેરોમાં તથા ગામડાના 70 ટકા પુરૂષો ઇચ્છે છે કે તેમની પત્ની લગ્ન પહેલાં સુધી વર્જિન રહે.

    ટીવીથી પ્રેરિત ટીનેજર

    ટીવીથી પ્રેરિત ટીનેજર

    ચંદ્રશેખર આઝાદ યૂનિવર્સિટી કાનપુર દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે ટીવીના માધ્યમથી ટીનેજર્સે સલામત સેક્સ વિશે જાણકારી છે અને તે યૌન સંક્રમિત રોગોથી બચવાના ઉપાય જાણે છે.

    સેક્સ એજ્યુકેશન

    સેક્સ એજ્યુકેશન

    ચંદ્રશેખર આઝાદ યૂનિવર્સિટી કાનપુર દ્વારા કરાવવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર 71.7 ટકા છોકરીઓ અને 62.5 છોકરા સેક્સ એજ્યુકેશન પર આધારિત ટીવી કાર્યક્રમો તથા જાહેરાતોના માધ્યમથી સેક્સુઅલ હેલ્થ પ્રત્યે જાગૃત થયા.

    સેક્સ વિશે જ્ઞાન

    સેક્સ વિશે જ્ઞાન

    14 થી 24 વર્ષના ટીનેજર્સ પર ચંદ્રશેખર આઝાદ યૂનિવર્સિટી કાનપુર દ્વારા કરાવવામાં આવેલા સર્વે અનુસાર 75 ટકા છોકરા સેક્સ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે. તો બીજી તરફ 48.3 ટકા છોકરા યૌન સંક્રમિત બિમારીઓ તથા કોન્ડોમના ઉપયોગ વિશે સારી રીતે જાણે છે.

    યૂનિવર્સિટી સર્વે

    યૂનિવર્સિટી સર્વે

    યૂનિવર્સિટીના સર્વે અનુસાર 59.2 ટકા છોકરા અને 50.8 ટકા છોકરીઓ એડ્સ પ્રત્યે જાગૃતતા કાર્યક્રમોથી પ્રભાવિત થયા.

    ઇન્ટરનેટ પર સેક્સ શબ્દ

    ઇન્ટરનેટ પર સેક્સ શબ્દ

    ચંદ્રશેખર આઝાદ યૂનિવર્સિટી કાનપુર દ્વારા કરાવવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 99 ટકા છોકરા ઇન્ટરનેટ પર સેક્સ શબ્દ દિવસમાં ઓછામાં ઓછા એક વખત સર્ચ કરે છે. તો બીજી તરફ છોકરીઓ એકલતામાં ઇન્ટરનેટ પર સેક્સ શબ્દ સર્ચ કરે છે.

    ચેટિંગ પર સેક્સ વિશે વાતો

    ચેટિંગ પર સેક્સ વિશે વાતો

    ચંદ્રશેખર આઝાદ યૂનિવર્સિટી કાનપુર દ્વારા કરાવવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર 88.3 ટકા છોકરા અને 68.3 ટકા છોકરીઓ ચેટિંગ પર સેક્સની વાતો અંગે ચર્ચા કરવાનું પસંદ કરે છે.

    ચેટિંગ દરમિયાન પોતાની યૌન ઇચ્છા

    ચેટિંગ દરમિયાન પોતાની યૌન ઇચ્છા

    ભારતીય ટીનેજર્સ પર કરવામાં આવેલા ચંદ્રશેખર આઝાદ યૂનિવર્સિટી કાનપુરના સર્વે અનુસાર 35.8 ટકા છોકરા અને 33.3 છોકરીઓ ચેટિંગ દરમિયાન પોતાની યૌન ઇચ્છાઓ ખુલીને મુકે છે.

    ઇન્ટરનેટ એક્સેસ પ્રાપ્ત ટીનેજર્સ

    ઇન્ટરનેટ એક્સેસ પ્રાપ્ત ટીનેજર્સ

    સર્વેના અનુસાર 90 ટકા છોકરા અને 75.8 ટકા છોકરીઓ યૌન ઇચ્છાઓના દમન માટે પોર્ન અથવા સેમી પોર્ન મૂવી અથવા વીડિયો જોવાનું પસંદ કરે છે. બીજી તરફ 77.5 ટકા છોકરા અને 50 ટકા છોકરીઓ ફોટા જોવાનું પસંદ કરે છે.

    યૌન ઇચ્છાઓ જાગૃત

    યૌન ઇચ્છાઓ જાગૃત

    મૈસૂર યૂનિવર્સિટીના એક અધ્યન અનુસાર 48 ટકા ટીનેજર્સ ટીવી અને ફિલ્મોથી પ્રેરિત થતાં તેમની અંદર યૌન ઇચ્છાઓ જાગૃત થાય છે.

    મૈથુનના રહસ્ય

    મૈથુનના રહસ્ય

    ટાઇમ મેગેજીનના સર્વે અનુસાર જે છોકરા મૈથુન કરે છે, તેમાંથી 52 ટકાએ કહ્યું હતું કે તે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત મૈથુન કરે છે. તો બીજી તરફ 23 ટકા છોકરીઓએ કહ્યું હતું કે અઠવાડિયામાં બે વાઅર મૈથુન કરે છે. અને 46 ટકા છોકરીઓએ કહ્યું હતું કે વર્ષમાં ક્યારેક-ક્યારેક આવું કરે છે.

    અઠવાડિયામાં બે વખત મૈથુન

    અઠવાડિયામાં બે વખત મૈથુન

    ટાઇમ મેગેજીનના સર્વે અનુસાર જે છોકરાઓ મૈથુન કરે છે, તેમાંથી 52 ટકાએ કહ્યું હતું કે તે અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત મૈથુન કરે છે. તો બીજી તરફ 23 ટકા છોકરીઓએ કહ્યું હતું કે અઠવાડિયામાં બે વાર મૈથુન કરે છે. અને 46 ટકા છોકરીઓએ કહ્યું હતું કે વર્ષમાં ક્યારેક ક્યારેક મૈથુન કરે છે.

    અમેરિકાના ટીનેજર્સનું સ્થિતિ

    અમેરિકાના ટીનેજર્સનું સ્થિતિ

    યૂએસ હાઇસ્કૂલ વિદ્યાર્થીઓ પર 2011માં કરવામાં આવેલા સર્વે અનુસાર ત્યાં 47.4 ટકા ટીનેજર્સ 13 થી 19ની ઉંમરે સંભોગ કરી ચૂક્યા હોય છે.

    કોન્ડોમનો ઉપયોગ નહી

    કોન્ડોમનો ઉપયોગ નહી

    અમેરિકાના સર્વે અનુસાર 39.8 ટકા છોકરાઓને કોન્ડોમનો ઉપયોગ કર્યો નથી. તો બીજી તરફ 76.7 ટકા છોકરીઓએ બર્થ કન્ટ્રોલ પિલ્સનો ઉપયોગ યોગ્ય સમજ્યો છે.

    યૌન સંબંધ

    યૌન સંબંધ

    અમેરિકન સરકારે અમેરિકાના નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટિક્સના સર્વેમાં 40 રાજ્યોમાં 13 થી 24 વર્ષના છોકરા-છોકરીઓ પર સર્વે કરવવામાં આવ્યો હતો. સર્વે અનુસાર ત્યાંના 15.3 ટકા ટીનેજર્સ ચાર કે તેથી વધુ લોકો સાથે યૌન સંબંધ બાંધી ચૂકેલા હોય છે.

    છોકરીઓ ગર્ભવતી

    છોકરીઓ ગર્ભવતી

    અમેરિકામાં 2009માં 4 લાખથી વધુ ટીનેજર છોકરીઓ ગર્ભવતી થઇ હતી. તેમની ઉંમર 15 થી 19 વર્ષની વચ્ચે હતી.

    ટીને-એજમાં ક્યારેય સેક્સ માણ્યું નથી

    ટીને-એજમાં ક્યારેય સેક્સ માણ્યું નથી

    અમેરિજાના નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટિક્સના રિપોર્ટ અનુસાર 27 ટકા ટીનેજર છોકરા અને 29 ટકા ટીનેજર છોકરીઓએ કહ્યું હતું કે તેમને ટીન એજમાં ક્યારેય સેક્સ માણ્યું નથી.

    15 થી 19 વર્ષની ઉંમરમાં સેક્સ

    15 થી 19 વર્ષની ઉંમરમાં સેક્સ

    15 થી 19 વર્ષની ઉંમરમાં 58 ટકા છોકરીઓ અને 53 ટકા છોકરાઓ કહ્યું હતું કે તેમને ક્યારેય સેક્સ માણ્યું નથી. તો બીજી તરફ 48.6 ટકા છોકરીઓ અને 46.1 ટકા છોકરાઓએ કહ્યું હતું કે કોઇના કોઇ પ્રકારે તે યૌન ગતિવિધિઓમાં સામેલ રહ્યાં છે. તો બીજી તરફ 20 માંથી 24 ટકા છોકરીઓ અને 13 ટકા છોકરાઓએ કહ્યું હતું કે તેમએન ક્યારેય સેક્સ માણ્યું નથી.

    ફક્ત એક પાર્ટનર

    ફક્ત એક પાર્ટનર

    નેશનલ સર્વે ઓફ ફેમિલી ગ્રોથના રિપોર્ટમાં 2011માં અમેરિકાની સંસ્થા એનસીએચએસે 4600 કિશોર-કિશોરીઓ પર સર્વે કરાવવામાં આવ્યો, જેમાં જાણવા મળ્યું હતું કે 15 થી 19 વર્ષની ઉંમરમાં 40 ટકા ટીનેજર્સે કહ્યું હતું કે એક વર્ષમાં ઓછામાં ઓછી એકવાર તેમણે સેક્સ માણ્યું છે. તો બીજી તરફ 35 ટકા છોકરીઓ અને 30 ટકા છોકરાઓ કહ્યું હતું કે તેમનો એક જ પાર્ટનર છે.

    એકથી વધુ સેક્સ પાર્ટનર

    એકથી વધુ સેક્સ પાર્ટનર

    એનસીએચએસના રિપોર્ટ અનુસાર અમેરિકાના આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે 17 ટકા છોકરીઓ અને 22 ટકા છોકરાઓના છથી વધુ સેક્સ પાર્ટનર હતા.

    એક વખત કોન્ડોમનો ઉપયોગ

    એક વખત કોન્ડોમનો ઉપયોગ

    2006થી 2010 દરમિયાન કરાવવામાં આવેલા અમેરિકાના સર્વે અનુસાર 96 ટકા ટીનેજર્સે ઓછામાં ઓછી એકવાર કોન્ડોમનો ઉપયોગ કર્યો છે. તો બીજી તરફ 57 ટકા કોન્ડોમનો ઉપયોગ કરતા નથી, વીર્ય સ્ખલન પહેલાં તે છૂટા પડી જાય છે, તો બીજી તરફ 56 ટકા ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે.

    માતા-પિતાથી દૂર એટલે સેક્સ

    માતા-પિતાથી દૂર એટલે સેક્સ

    સર્વેમાં જાણવા મળ્યું હતું કે 35 ટકા છોકરીઓ સેક્સમાં જોડાઇ હતી, જે પોતાના માતા-પિતાની સાથે રહેતી નથી. તથા અન્ય સંબંધી સાથે રહેનાર છોકરીઓમાંથી 54 ટકા સેક્સ માણી ચૂકી છે.

    પ્રેગનેન્સીથી બચવા શું કર્યું

    પ્રેગનેન્સીથી બચવા શું કર્યું

    99 ટકા છોકરીઓએ કહ્યું હતું કે તેમને સંભોગ કરતી વકતે કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કર્યો. તેમાંથી 96 ટકા પાર્ટનરે કોન્ડોમનો ઉપયોગ કર્યો, તો બીજી તરફ 57 ટકાએ વીર્ય સ્ખલન પહેલાં સંભોગ અટકાવી દિધું, 56 ટકાએ ગર્ભનિરોધક ગોળીઓનો સહારો લીધો. તો બીજી તરફ 14 ટકાએ ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન, જે અસુરક્ષિત યૌન સંબંધના 72 કલાકની અંદર લેવી જરૂરી હોય છે.

    પ્રથમ વાર યૌન સંબંધ

    પ્રથમ વાર યૌન સંબંધ

    અમેરિકાના આ સર્વે અનુસાર પહેલી વાર યૌન સંબંધ કરતી વખતે 78 ટકા છોકરીઓ અને 85 ટકા છોકરીઓએ કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કર્યો

    એચઆઇવી કેસ

    એચઆઇવી કેસ

    2011માં અમેરિકામાં જેટલા પણ નવા એચઆઇવીના કેસ આવ્યા, તેમાંથી 21 ટકા દરદીની ઉંમર 13 થી 24 વર્ષ વચ્ચે હતી. આ ખતરનાક સંકેત છે.

    એચઆઇવી વિશે

    એચઆઇવી વિશે

    અમેરિકામાં 15 થી 19 વર્ષની ઉંમરની છોકરીઓમાં માત્ર 43 ટકા છોકરીઓ જ એચઆઇવી અથવા યૌન સંક્રમિત રોગો વિશે આપવામાં આવતી કાઉન્સલિંગમાં હાજરી આપે છે.

    59 ટકાએ બાળકોને જન્મ આપ્યો

    59 ટકાએ બાળકોને જન્મ આપ્યો

    15 થી 19 વર્ષની ઉંમરે પ્રેગનેંટ છોકરીઓમાંથી 59 ટકાએ બાળકોને જન્મ આપ્યો, જ્યારે 26 ટકાએ એબોર્શન કરાવ્યું અને બાકીનાઓનું મિસકેરેજ થઇ ગયું. 2 ટકા ટીનેજની પ્રેગનેંસી સંપૂર્ણ રીતે અનિયોજિત હતી.

    13 થી 19 વર્ષની ઉંમરમાં ગર્ભવતી

    13 થી 19 વર્ષની ઉંમરમાં ગર્ભવતી

    2011ના રિપોર્ટ અનુસાર અમેરિકામાં 89 ટકા ટીન બર્થ એટલે કે 13 થી 19 વર્ષની ઉંમરમાં જે મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો તેમાંથી 89 ટકાના લગ્ન થયા ન હતા.

    જ્યારે ફિમેલ પાર્ટન પ્રેગનેંટ હોય

    જ્યારે ફિમેલ પાર્ટન પ્રેગનેંટ હોય

    જ્યારે ફિમેલ પાર્ટનર પ્રેગનેંટ થઇ જાય છે, ત્યારે 47 ટકા ટીનેજર છોકરાઓ ખૂબ અપસેટ થયા, જ્યારે 34 ટકા છોકરા થોડા અપસેટ થયા, જ્યારે 18 ટકા છોકરાઓ ખુશ થયા.

    ટીનેજર છોકરાઓ 17 થી 20 વર્ષની ઉંમરમાં પિતા

    ટીનેજર છોકરાઓ 17 થી 20 વર્ષની ઉંમરમાં પિતા

    અમેરિકામાં 2008માં 15 થી 19 વર્ષની 1 લાખ 92 હજાર છોકરીઓએ એબોર્શન કરાવ્યું, તેમાંથી 7 ટકા કિશોર હતી. અમેરિકામાં 2010માં થયેલા સર્વે અનુસાર 16 ટકા ટીનેજર છોકરા 17 થી 20 વર્ષની ઉંમરમાં પિતા બની જાય છે.

    English summary
    In a modern India teenager is defined as those belongs to 13 to 19 years of age, work, chat, browse, talk, SMS, Twitter, Facebook, smoke, drink, splurge, do drugs, have sex, get pregnant and those who can't wait for future. Here are 40 reasons behind.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more