આ છે યોગના નામે ભોગ કરતા યોગગુરૂઓ, જુઓ તસવીરો
[ફિચર] પોતાના હૉટ યોગથી દુનિયાને ગાંડા કરનાર યોગ ગુરૂ બિક્રમ ચૌધરીનું નામ વિશ્વ વિખ્યાત છે અને એટલું જ વિવાદોમાં પણ છે. પોતાની યોગની શક્તિથી કરોડોની સંપતિના માલિક બનનારા યોગગુરૂ બિક્રમ ચૌધરીનું નામ જેટલું યોગના કારણે ફેમશ થયું એટલું જ વિવાદોના કારણે પણ.
દુનિયાના સૌથી ધનાઢ્ય યોગગુરૂ તરીકે ઓળખાતા વિક્રમ ચૌધરી ભારતીય મૂળના અમેરિકન યોગ ગુરૂ છે. તેમની પર તેમની 6 વિદ્યાર્થિનીઓએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ખાસ વાત એ છે કે જે મહિલાઓએ તેમની પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે તે તમામ તેમના ઉંમરમાં અડધી રહી છે. કહેવાનો અર્થ એ છે કે યોગ ગુરૂ યોગના બહાને ભોગ કરવાનું કામ કરતો રહ્યો છે.
ગઇકાલે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઇ ગયો. આ પ્રસંગે આવો તસવીરોમાં જોઇએ વિશ્વના કેટલાંક એવા યોગ ગુરૂ જે યોગના નામે કરે છે ભોગ....

બિક્રમ ચૌધરી
બિક્રમ ચૌધરીએ લગભગ 40 વર્ષ પહેલા જ્યારે ભારત છોડીને પહેલીવાર અમેરિકામાં પોતાનો પગ મૂક્યો, ત્યારે તેમણે સમપનામાં પણ આવું નહીં વિચાર્યું હોય કે તેઓ એક દિવસ પોતાની યોગવિદ્યાના કારણે અમેરિકાની સાથે સાથે આખી દુનિયામાં છવાઇ જશે. પરંતુ આ યોગગુરૂ પોતાના શોખના કારણે જ હંમેશા વિવાદોમાં રહ્યા છે.

યોગના બહાને ભોગ
યોગ ટ્રેનર વિવેક મિશ્રા પોતાની નેક્ડ યોગા ક્લાસિસ માટે જાણીતા છે. તેઓ જાહેરમાં એ વાતનો સ્વીકાર કરે છે અને કહે છે કે ન્યૂડ યોગા વ્યક્તિને તેની અંદરની વાસનાઓથી મુક્ત કરે છે. તેમણે દેશ-વિદેશમાં મોટા મોટા લોકોને યોગ શિખવાડ્યા છે. તેમાંથી ઘણા તો હોલીવુડના સ્ટાર્સ પણ સામેલ છે. જેમાંથી એકનું નામ છે એડવર્ડ માયા જે રોમાનીયાની સિંગર છે.

સ્વામી સત્યાનંદ
ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં પોતાનો યોગાશ્રમ ચલાવનાર સ્વામી સત્યાનંદ પણ સેક્સ સ્કેન્ડલમાં ફંસાઈ ચૂક્યા છે. તેમની પર આશ્રમમાં રહેનારા બાળકો તથા મહિલાઓએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.

યોગ ગુરૂ અખંડાનંદ
આશ્રમના એક અન્ય યોગ ગુરૂ અખંડાનંદ પર પણ આશ્રમમાં રહેનારી યુવતીઓને જબરદસ્તી બળાત્કાર કરવાનો આરોપ લાગ્યા જે બાદમાં સાચા સાબિત પણ થયા.

સ્વામી શંકરાનંદ
અમેરિકાના માઉંટ એલિજામાં પોતાના યોગ આશ્રમ ચલાવનાર સ્વામી શંકરાનંદનું નામ પણ વિવાદો સાથે જોડાયેલું છે. તેમની વિરુદ્ધ આશ્રમની મહિલાઓએ આરોપ લગાવ્યો કે તેમના આશ્રમમાં રહેનારી મહિલાઓ સાથે તેમના શારીરિક સંબંધ છે.