• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લવરને ખુશ કરવા માટે નહી પણ પોતાના માટે કરો આમ..

By Kumar Dushyant
|

ભલે તમે તમારા પતિને પ્રેમ કરતી હોવ, પરંતુ કેટલીક વસ્તુઓ છે જેને તમારે તમારા માટે કરવી જોઇએ ના ફક્ત પોતાના પતિ માટે. તમારા પર તમારા શરીર અને દિમાગનું પુરૂ નિયંત્રણ છે.

તમારે કંઇપણ એટલા માટે કરવાનું નથી કે તમારા પતિ ઇમ્પ્રેસ થાય અથવા તમને વધુ પ્રેમ કરવા લાગે. અમે કેટલીક વસ્તુઓ તમને જણાવી રહ્યાં છીએ જે તમારે તમારા માટે કરવી જોઇએ કારણ કે તમે તેને વાસ્તવમાં પોતાના માટે કરવા માંગો છો ના કે પોતાના પતિ માટે.

હોટ અને ગુડ લુકિંગ દેખાવવા માટે નિયમિત વ્યાયામ કરો

હોટ અને ગુડ લુકિંગ દેખાવવા માટે નિયમિત વ્યાયામ કરો

સ્વાસ્થ્યપ્રદ ખાવું અને વ્યાયામ ખૂબ જરૂરી છે પરંતુ તમારે તેને યોગ્ય કારણથી જ કરવો જોઇએ. તમારે આ પોતાનામાં સારું અનુભવવા માટે અને લાંબી ઉંમર માટે કરવું જોઇએ. જો આ બધુ તમે તમારા પતિ માટે કરી રહ્યાં છો તો આ સમય ખરાબ કરવા માત્ર છે. તેમને તમારા વ્યક્તિત્વના લીધે તમારી સાથે રહેવું જોઇએ ના કે તમારા લુક્સના લીધે. એબ્સ બનાવવા માટે પણ તમે નિયમિત વ્યાયામ કરી શકો છો. પરંતુ આ બધુ તમારે માટે કરવાનું છે.

તમને ખુશ રહેવા માટે શેવ કરવી

તમને ખુશ રહેવા માટે શેવ કરવી

કેટલાક પતિ પોતાની પત્નીને હેરલેસ જ પસંદ કરે છે જો કે તેમને એ કહેવાનો હક છે પરંતુ તમારે એ જ કરવું જોઇએ જેમાં તમે સહજ અનુભવતા હોવ. પોતાના પતિ કે કોઇ વચોટિયા મધ્યસ્થને એટલી પરવાનગી ન આપો કે જે તમે ઇચ્છતા ન હોવ તે કરવા માટે તમને મજબૂર કરે. તમારા શરીર પર તમને હક છે. એટલા માટે તમારા શરીર વિશે નિર્ણય લેવાનો અધિકાર ફક્ત તમને છે ના કોઇ અન્યને.

નાપસંદ કપડાં ખરીદવા

નાપસંદ કપડાં ખરીદવા

તમને નાઇટી અથવા અધો વસ્ત્ર ખરીદવાની જરૂરિયાત નથી જો તમે તેને પહેરવામાં અસહજ અનુભવો છો. તમારે શોર્ટ સ્કર્ટ ન ખરીદવી જોઇએ જો તમે લાંબી પેન્ટ પહેરવાનું પસંદ કરો છો. તે જ પહેરો જે તમે પહેરવા માંગો છો. તમે ભલે ગમે તે પહેરો તમારા પતિનો દ્રષ્ટિકોણ સારો છે તો તે તમને જરૂર પસંદ કરશે.

જ્યારે તમે અસહજ હોવ ત્યારે કિસ કરવી

જ્યારે તમે અસહજ હોવ ત્યારે કિસ કરવી

તમે તમારા પતિ સાથે અંતરંગ સંબંધ બનાવવા માંગો છો તો બિલકુલ બનાવો પરંતુ ફક્ત એટલા માટે ન કરો કે તમે તમારા પતિને કંઇક આપવા માંગો છો અથવા અહેસાસ કરવા માંગો છો. તમે એવું કોઇ કામ ન કરો કે જે તમે કરવા માંગતા નથી. જો તે તમને કંઇપણ કરવા માટે મજબૂર કરે તો તેને નજર કરી દો અથવા ના પાડી દો. આવો વ્યક્તિ તમારા પ્રેમના લાયક નથી.

તેમની દરેક ઇચ્છા અને અભિરૂચિને શેર કરો

તેમની દરેક ઇચ્છા અને અભિરૂચિને શેર કરો

જો તમે કોઇ સંબંધ છો તો તમારા બોયફ્રેંડ અથવા પતિના પસંદગીનો ટીવી શો જોવો સારી વાત છે પરંતુ તેમછતાં પોતાને એ પ્રકારે મજબૂર કરવા ન જોઇએ કે તે તમારી આસપાસ નથી તેમછતાં તમે ફૂટબોલની મેચ જુઓ કારણ કે તે તેમની પસંદગી છે. તે એમ સમજી લેશે કે એ જરૂરી નથી કે તે તેમને પસંદ છે તે તમને પણ પસંદ હોય. તમારી સાથે મેચ જોવી તેમને સારું લાગે પરંતુ તે તમારી પાસે એ આશા ન રાખે કે તેના પ્રત્યે તમારામાં પણ એટલો જ ક્રેજ છે.

તેમનું જમવાનું બનાવો

તેમનું જમવાનું બનાવો

જો તમે કિચનમાં પગ મુકવાનું પસંદ નથી કરતા તો એ ધારણા પાળશો નહી કે સ્ત્રીઓને સારા કુક હોવું જોઇએ. ઓવનનો કેવી રીતે ઉપયોગ કરવો એ જાણવું સારી વાત છે પરંતુ ફક્ત તેમને ખુશ કરવા માટે જાણવું ખોટી વાત છે. નિસંદેહ તમારા માટે સારું છે તમે તમારા માટે જમવાનું બનાવો અને તેમના માટે કુક બુકનો ઉપયોગ કરવામાં સંકોચ કરશો નહી.

English summary
Even if you're completely in love with your perfect partner, there are things you should do for yourself, and not for a man. You're in control of your mind and body. You should never do something simply to impress a man, or to make him like you more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X