આ 8 ભારતીય વ્યંજનોની વિદેશમાં ભારે બોલબાલા

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય વ્યંજનો અને તેની સ્વાદિષ્ટતાની સમૃદ્ધ વિરાસત અસીમ છે. ભારતીય વ્યંજનોની વિરાસત સીમાઓને પાર કરીને વૈશ્વિક સ્તરે પોતાની લોકપ્રિયતા નોંધાવી ચૂકી છે. કેટલાક ભારતીય પકવાન વિદેશની ધરતી પર ઘણાં જ લોકપ્રિય છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા, કેનેડા, અને મધ્ય પૂર્વી દેશોમાં તો ભારતીય વ્યંજનોની બોલબાલા ખુબ જ છે.

CNN ટ્રાવેલના એક સર્વેક્ષણ અનુસાર ભારતીય વ્યંજનોનો વિશ્વના 50 શિર્ષ વ્યંજનોમાં સમાવેશ કરવામાં આવે છે. વાસ્તવમાં આ સમાચાર દરેક ભારતીય માટે ગર્વના છે.

 

આંતરરાષ્ટ્રીય શેફ ભારતીય વ્યંજનોને એક નવા જ અંદાજમાં રજૂ કરવાની કોશિષ હંમેશા કરતા હોય છે. જેનાથી ઘણાં આંતરરાષ્ટ્રીય વ્યંજનો પણ પ્રભાવિત થયા છે. ભારતીય વ્યંજનોને આ સ્તર પર પહોંચાડવાનો શ્રેય તેની સરળતા, સ્વાદિષ્ટતા, અને ઉપલબ્ધતાને જાય છે.

મસાલા ઢોસા
  

મસાલા ઢોસા

મસાલા ઢોસા ભારતના શ્રેષ્ઠ વ્યંજનોમાંથી એક છે. અને તેનો એ પકવાનોમાં સમાવેશ થાય છે જેને એક વૈશ્વિક માનવે પોતાના જીવનમાં ઓછામાં ઓછુ એક વખત ચાખવો જોઇએ.

ચીકન ટીક્કા મસાલા
  

ચીકન ટીક્કા મસાલા

ચીકન ટીક્કા મસાલાની લોકપ્રિયતાનો અંદાજો ટીવી કાર્યક્રમો દ્વારા લગાવી શકાય છે. ચીકન ટીક્કા મસાલા બ્રિટનમાં ખુબ જ પ્રસિદ્ધ છે અને સરળતાથી મળી રહે છે.

પાણી પુરી
  

પાણી પુરી

રસ્તા અને ગલીઓ પરથી નીકળીને ભારતની પ્રસિદ્ધ પાણીપુરીએ વિદેશોમાં ધુમ મચાવી છે. વિદેશોમાં પાણીપુરી સરળતાથી ઉપલબ્ધ પણ છે.

લિટ્ટી ચોખા
  
 

લિટ્ટી ચોખા

જી હા, તમે બિલકુલ સાચુ વાંચી રહ્યાં છો. આ બિહારી સ્વાદિષ્ટ વ્યંજનની લોકપ્રિયતા વિદેશોમાં ખુબ વધી છે. આ વ્યંજન સ્વાદની સાથે પૌષ્ટિક પણ છે.

ઉપમા
  

ઉપમા

ઉપમા વૈશ્વિક સ્તરે ઉચ્ચ સ્તરનું ડિમાન્ડીગ પકવાન છે. સિંગાપોરમાં આયોજીત વર્લ્ડ સ્ટ્રીટ ફુડ કોંગ્રેસમાં ઉપમાએ પોતાની ઓળખ બનાવી હતી.

કેરીની લસ્સી
  

કેરીની લસ્સી

કેરીની લસ્સીનો સ્વાદ તો આપણે સૌ કોઇ જાણીએ જ છીએ. ત્યારે વિભિન્ન દેશના લોકો કેરીની લસ્સીનો લુફ્ત તરોતાજા કરતા પીણા તરીકે ઉઠાવે છે. અફવા તો ત્યાં સુધી છેકે એન્ડ્રોઇડના આગલા સંસ્કરણનું નામ મેંગો લસ્સી છે.

ભારતીય કબાબ
  

ભારતીય કબાબ

મસાલેદાર ભારતીય કબાબ લોકોને આંગળી ચાટવા પર મજબૂર કરતુ વ્યંજન છે. ભારતીય કબાબ વૈશ્વિક સ્તરે લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. કબાબમાં અનેક વેરાઇટી પણ છે.

બિરયાની
  

બિરયાની

બિરયાની એક પ્રસિદ્ધ મસાલેદાર, ખુશ્બુદાર પકવાન છે. તેમાય હૈદરાબાદી અને લખનઉની બિરયાનીની ડિમાન્ડ યુરોપીય દેશોમાં બહું જ છે.

English summary
8 Indian Foods Which Are Famous Internationally Some Indian foods are immensely popular and are available in many countries like UK, USA, Canada and Middle East.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.