For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9/11ની વરસી: અમેરિકા પહેલાં વાત કરીએ ભારત વિશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અજય મોહન, 11 સપ્ટેમ્બર: બરાબર 12 વર્ષ પહેલાં આજના દિવસે સવારે છ વાગે લખનઉના કેસરબાગ ચોક પર દૂધ લેવા ગયો હતો. દુકાન પર લાગેલા ટીવી પર ન્યૂઝ ફ્લેશ હો રહી થી, ''અમેરિકાના ટ્વિન ટાવર પર આતંકી હુમલો.'' હું ફટાકથી ઘરે આવ્યો, ટીવી જોયું તો આતંકવાદીઓએ પૂરા પ્લાનિંગ સાથે પેંટાગનના એક ભાગને ધ્વસ્ત કરી દિધો હતો. પછી સમાચાર આવ્યા કે ચારમાંથી એક હવાઇ જહાજ વોશિંગ્ટનને તબાહ કરતાં પહેલાં ક્રેશ થઇ ગયું. દુનિયાના સૌથી મોટૅઅ આતંકી હુમલામાં 3000થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. આજે 12મી વરસી પર આખુ જગત આ હુમલા વિશે ચર્ચા કરી રહ્યું છે.

ચર્ચામાં જે મુખ્ય બાબત છે તે એ છે કે આ હુમલા બાદ અમેરિકામાં એક પણ આતંકી હુમલો થયો નથી. એટલું જ નહી હુમલાનું કાવતરું ઘડનાર ઓસામા બિન લાદેનને પણ અમેરિકાએ મોતના ઘાટ ઉતારી દિધા. જો તર્જ પર હુમલાની વાત કરીએ, તો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો 26/11ને માનવામાં આવે છે. આ ઉપરાંત મુંબઇ હુમલા અને અન્ય હુમલાઓ પણ છે, જેને ભારતને હચમચાવી મુક્યું હતું. ફર્ક એટલો જ છે કે એક મોટા હુમલા બાદ અમેરિકન એજન્સીઓ એટલી ચુસ્ત થઇ ગઇ કે ત્યાં કોઇ ફરકી પણ ન શકે, પરંતુ અફસોસ ભારતની એજન્સીઓ એટલી સશક્ત બની શકી નથી.

મોટાભાગના લોકો કહે છે કે 9/11ના કાવતરાખોરને ઢાર મારવા માટે વિલપાવર જોઇએ અને તે ફક્ત બરાક ઓબામામાં જોવા મળ્યો અને તેના કારણે પાકિસ્તાન એટબાબાદમાં ખૂસીને અમેરિકન લડાકૂઓને લાદેન ઠાર પાડ્યો. ફક્ત 9/11 જ નહી, 26/11ને જોઇએ તો કુલ 166 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં 4 અમેરિકન નાગરિક હતા. અમેરિકા માટે તે ચાર અમેરિકનોની મોત એટલી મહત્વપૂર્ણ હતી કે એફબીઆઇએ મુંબઇ હુમલામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને કબજે કરી લીધા.

જો ભારતની વાત કરીએ તો વર્તમાન નેતૃત્વમાં એવી ક્ષમતા ક્યારેય જોવા મળી નથી. નજીકના ભવિષ્યની વાત કરીએ તો હાલમાં ભારતની જનતાને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીમાં તે જુનૂન જોવા મળે છે, જે દાઉદ ઇબ્રાહિમ, હાફિજ સઇદ, જેવા ભારતના દુશ્મનોને સાફ કરી શકે. આપણને ખબર છે કે ભારતની વિદેશ નિતીઓના કારણે પકડવા સરળ નથી, પરંતુ ઘણા પ્રયત્નો કરી શકાય છે. ગત મહિને હૈદ્વાબાદની રેલીમાં નરેન્દ્ર મોદીએ એક નારો આપ્યો હતો, 'યસ વી કેન'. આ નારો બરાક ઓબામાએ ચુંટણી પહેલાં આપ્યો હતો. અમેરિકામાં ચુંટણી દરમિયાન સ્થાનિક મીડિયા પણ તત્કાલિન સરકારથી એક જ પ્રશ્ન પૂછતું હતુ, 3000 લોકોના મોતના જવાબદાર ઓબામા ક્યાં સુધી આજાદ ફરતા રહેશે? ત્યારે ત્યાંની સરકાર પાસે કોઇ જવાબ ન હતો. પરંતુ ઓબામાએ સત્તામાં આવ્યા પછી તે કરી બતાવ્યું, જે પહેલાં કોઇ કરી શક્યું નથી.

આજે ભારતમાં કંઇક આવી જ સ્થિતી છે. મીડિયા દર બીજા દિવસે એક જ પ્રશ્ન કેન્દ્ર સરકારને પૂછે છે-દાઉદ અને હાફિજ સઇદ જેવા લોકો ક્યાં સુધી આજાદ ફરતાં રહેશે? આપણી વર્તમાન સરકાર પહેલાં તો ચૂપ રહેતી હતી અને પછી જવાબ આવે છે કે અમેરિકાની મદદથી દાઉદને પકડવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ થાય છે કે શું લાદેનને પકડવા માટે અમેરિકાએ ભારત કે અન્ય બીજા દેશની મદદ લીધી હતી?

narendra modi

બની શકે કોંગ્રેસના સમર્થકો મારી આ વાતથી નારાજ થઇ જાય અને કહે કે રાહુલ ગાંધીમાં તે આગ છે. તો તેમના માટે એક જ જવાબ છે-તો ત્યારે આગ કેમ ન જોવા મળી. જ્યારે મુંબઇ, હૈદ્વાબાદ, જયપુર, અને પૂણેમાં બ્લાસ્ટ થયા. જો આગ હોતી તો આમ ન કહેતા, 'અમે આતંકી હુમલા રોકવામાં સફળ થયા છીએ, પાકિસ્તાનને જોઇએ તો ત્યાં રોજ બ્લાસ્ટ થાય છે.'' આ નિવેદનથી સ્પષ્ટ છે કે દસ-પંદર મોતના સાક્ષી બનનાર બોમ્બ બ્લાસ્ટ કોઇ મહત્વ ધરાવતા નથી. અને હા જો તેમના અંદર ખરેખર આગ છે તો અત્યારસુધી તેમને કોઇપણ મંત્રાલય સોંપવામાં કેમ ન આવ્યું? જે વ્યક્તિ પાસે એક મંત્રાલય ચલાવવાનો અનુભવ નથી, તેને દેશની કમાન કેવી રીતે સોંપવામાં આવે.

એક સામાન્ય ભારતીય હોવાના લીધે હું અંતે એટલું જ કહેવા માંગીશ કે 9/11 હુમલાની વરસી પર અમેરિકામાં મોતને ભેટેલા લોકોને જરૂર શ્રદ્ધાંજલિ આપો પરંતુ એકવાર આપણા દેશના વર્તમાન દ્રશ્ય પર ગૌર કરવાનું ભુલતા નહી.

English summary
Today it is 12th anniversary of 9/11 Attacks carried by Al-Qaida on Twin Tower, Pentagon and other places of Washington. An Indian lets discuss India first.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X