For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇએસઆઇએસ પાસે છે આ 9 ખતરનાક હથિયાર

|
Google Oneindia Gujarati News

અમેરિકાથી લઇને બ્રિટન અને દુનિયાની તમામ ઇન્ટેલિઝન્ટ એજન્સીઓ આંતકી સંગઠન આઇએસઆઇએસને સંપૂર્ણ પણ નિયંત્રિત અને નિષ્ફળ કરવામાં અસમર્થ રહી છે. વળી તમામ રીતો અને કૂટનિતી પણ તેમની સામે અસર્થન સાબિત થઇ રહી છે.

ત્યારે જ હાલમાં જ એવી પણ ખબર આવી હતી કે આઇએસઆઇએસના હાથે સીરિયામાં આવેલા રાસાણયિક હથિયારોનો જથ્થો આવ્યો છે. જે એક ગંભીર અને ખતરનાક વાત છે. જો કે આ સંગઠન પાસે પહેલાથી જ એવા ખતરનાક હથિયારો છે જેનાથી તેણે ઇરાક અને સીરિયામાં તબાહી મચાવી છે.

અમેરિકાથી લઇને ચીન સુધીની સેનાના દ્વારા પ્રયોગમાં લેવાતા કેટલાક ખતરનાક હથિયારોનો પ્રયોગ આઇએસઆઇએસ હાલ કરી રહી છે. ત્યારે તેમની પાસે કેવા ખતરનાક હથિયારો જે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સોવિયેત ટી-72 ટેન્ક

સોવિયેત ટી-72 ટેન્ક

આઇએસઆઇએસે ઇરાકી આર્મી પાસેથી અનેક ટેન્ક જપ્ત કર્યા છે. જેમાં આધુનિક સોવિયત ટી-72 ટેન્ક પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે આઇએસઆઇએસ પાસે આવા 10 ટેન્ક છે.

ટાઇપ 59 આર્ટિલરી

ટાઇપ 59 આર્ટિલરી

તેને 1954થી, 130 એમએમ ટોવ્ડ ફિલ્ડ એમ ગન એમ -26 એમ નામે ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ 1950માં સોવિયત યુનિયન દ્વારા કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં ઇરાક પર આઇએસઆઇએસ આ આર્ટિલરીનો ઉપયોગ કર્યો હતો તેવું જાણવા મળ્યું હતું.

એફઆઇએમ-92 સ્ટિંગર મૈનપૈડ્સ

એફઆઇએમ-92 સ્ટિંગર મૈનપૈડ્સ

અમેરિકાની સ્ટિંગર મિસાઇલ્સ હાલમાં આઇએસઆઇએસના કબ્જામાં છે. ફોક્સ ન્યૂઝના કહેવા મુજબ કેટલીક મિસાઇલ ઇરાક પણ જપ્ત કરવામાં આવી છે. સ્ટિંગર એક હળવી અને સરળતાથી પ્રયોગમાં આવનારી મિસાઇલ છે. તેને ખભા પર રાખીને ફાયરિંગ કરી શકાય છે.

ZU-23-2 સેગી એન્ટી એરક્રાફ્ટ કેનન

ZU-23-2 સેગી એન્ટી એરક્રાફ્ટ કેનન

ઓગસ્ટમાં અમેરિકી મીડિયાના કહેવા મુજબ આઇએસઆઇએસે આ કેનનનો ઉપયોગ ઇરાકી હેલિકોપ્ટરને પાડી નાંખવા માટે કર્યો હતો.

કેમિકલ વેપન્સ

કેમિકલ વેપન્સ

જુલાઇમાં આવેલી એક રિપોર્ટ મુજબ આઇએસઆઇએસે નોર્થ બગદાદમાં આવેલા રાસાયણિક હથિયારો પર પોતાનો કબજો જમાવી લીધો છે. વળી આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેણે આ હથિયારોનો ઉપયોગ કુર્દિશ સેનાની સામે કર્યો હતો.

ચીની એચજે-8

ચીની એચજે-8

અનેક રિપોર્ટમાં જણાવાયું છે કે ચીની એચજે-8 મિસાઇલનો ઉપયોગ આઇએસઆઇએસ મોટા પ્રમાણમાં કરી રહી છે. 80ની સદીમાં ચીનમાં બનેલ આ હથિયારનો નિશાનો 90 ટકા સટીક હોય છે.

9કે સ્ટ્રેલા-2/ એસએ-7 ગ્રેલ

9કે સ્ટ્રેલા-2/ એસએ-7 ગ્રેલ

વોશિગ્ટન પોસ્ટના કહેવા મુજબ આઇએસઆઇએસના અનેક વીડિયોમાં આ હથિયારનો ઉપયોગ તેના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળ્યું છે. એસએ-7 ગ્રેલ જમીનથી હવામાં મારનારી મિસાઇલ છે. જેને ખભા પર રાખીને ફાયર કરી શકાય છે.

એમવીજ

એમવીજ

આઇએસઆઇએસે ઇરાકમાં હાજર આર્મી બેઝ પર હુમલો કર્યો હતો જેમાં તેણે અનેક હમવજીને પોતાના કબ્જામાં લીધી હતી. આ ગાડીઓ રણમાં સરળતાથી ચાલી શકે છે. અને તેના દ્વારા અનેક હથિયારોને પણ લોન્ચ કરી શકાય છે.

એમ198 હાવિત્ઝર

એમ198 હાવિત્ઝર

જુલાઇમાં બિઝનેસ ઇસાઇડરની એક ખબર મુજબ આઇએસઆઇએસ પાસે 55 એમ198 હાવિત્ઝર છે જે તેમણે ઇરાકી સેનાથી કબ્જે કરી છે. આ હથિયાર એક વારમાં 155 એમએમની ફાયરિંગ કરી શકે છે. અને તે તેના 50 મીટરની ક્ષેત્રફળમાં આવેલા કોઇ પણ વ્યક્તિને મારવામાં સક્ષમ છે.

English summary
9 Deadly and killing weapons of ISIS. These weapons are from Russia, US, China and Syria.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X