For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અપનાવો મનોવૈજ્ઞાનિક ટિપ્સ અને બનાવો લાઇફ Cool

|
Google Oneindia Gujarati News

લખનઉ, 21 ઓગસ્ટ: દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેની લાઇફમાં ખુશી હોય, શાંતિ હોય, સુખના તમામ સાધન હોય. દરેક વ્યક્તિની આ ઇચ્છા હોય છે કે તેને આ જીવનમાં આ બધું જ મળી જાય. આ વાતને ધ્યાનમાં રાખતા મનોવૈજ્ઞાનિક ગિરજેશ શ્રીવાસ્તવે નવ એવા ઉપાયોની શોધ કરી છે, જે આપની લાઇફમાં ખુશીઓ ભરી દેશે...

એ નવ મંત્ર આ પ્રમાણે છે...
દરેક પળ જીવો: મિત્રો જીવનની દરેક પળને આનંદથી માણો. કારણ કે ખબર નથી કે કાલે શું બની જાય. જીવનમાં આગળ શું થશે તે કોઇને પણ નથી ખબર એટલા માટે સારૂ એ જ છે કે ભવિષ્યની કોઇ ચિંતા કર્યા વગર જ વર્તમાનના દરેક પળને દિલથી જીવી લેવામાં આવે.

ભૂલો ભૂલાવીએ, શીખ નહીં: જો જીવનમાં આગળ વધવા માંગતા હોવ તો બીજાઓની ભૂલોને ઇગ્નોર કરીને શીખો. આ પ્રકારે આપના વિચાર હંમેશા તમામની વચ્ચે રહેશે. જોકે પોતાની ભૂલોથી શીખો અને સબક આપને બધા નથી ભૂલવાના. હંમેશા કોશિશ કરો કે એકવાર આપનાથી ભૂલ થઇ ગઇ છે, તેને આપ વાગોળો નહીં...

આગળના ઉપાયોને જુઓ તસવીરોમાં...

શોર્ટકટ ચાલે છે

શોર્ટકટ ચાલે છે

જરૂરી નથી કે હંમેશા લાંબો રાસ્તો જ સાચો હોય છે. આખરે જ્યારે જીવવા માટે એક જ જીવન મળ્યું છે તો કેટલાંક સ્ટેપ્સ પર શોર્ટકટ કેમ અપનાવવા ના જોઇએ. તેનાથી લાઇફમાં કેટલોક રોમાંચ આવશે, તો કામ કરવાની વધુ રીતોની જાણકારી પણ આપને મળશે.

જે થશે તે જોયું જશે

જે થશે તે જોયું જશે

દરેક વાત પર એવું ના વિચારો કે શું? યાદ રાખો કે આપના હાથમાં માત્ર કર્મ છે. તેનું શું પરિણામ આવશે, તે આપના હાથમાં નથી. આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને કર્મ કર્યા કરો.

ટેક ઇટ ઇઝી

ટેક ઇટ ઇઝી

શું આપને દરેક વાત એક પહાડ લાગે છે? જો હા તો આપ તે વાત સાથે પણ સહમત થશો કે આપ આ એટીડ્યૂડ સાથે કોઇ પણ કાર્ય સરળતાથી કરી શકતા નથી, અને દરેક વખતે કોઇને કોઇ ચિંતામાં ઘરકાવ રહો છો. આવામાં આવી વાતોને ભૂલાવીને દરેક વાતને ફ્રી માઇંડ લેતા શીખો.

રાત ગઇ બાત ગઇ

રાત ગઇ બાત ગઇ

દરેકવાતને પકડીને બેસવું સારી બાબત નથી. જો આપ કોઇ વાત પર છ મહીના બાદ પણ લડો છો, તો જરા ધ્યાન આપો કે આપ જાતે જ પોતાનું જીવન ઓછું કરી રહ્યા છો. એવામાં નાની મોટી વાતોને મુદ્દો નહીં બનાવતા તેને ભુલાવતા શીખો.

આપણે સૌ માનવ છીએ

આપણે સૌ માનવ છીએ

જિંદગી જીવવાનો સૌથી સારો ફંડો સૌને સમાનતાથી જોવામાં આવે. જ્યારે આપ કોઇની સાથે કોઇ ભેદભાવ નહીં કરો અને તમામને એક દરજ્જાથી જોશો. તમામને પ્રેમ કરશો. તેનો સીધો ફાયદો આપના સ્વભાવમાં આવશે.

રૂપિયાનું મહત્વ સમજો

રૂપિયાનું મહત્વ સમજો

જીવનમાં આપની સાથે કોઇ હોય કે ન હોય પરંતુ રૂપિયાના ચક્રનું આપના ફેવરમાં ફરવું જરૂરી છે. જો તેવું ના બન્યું તો આપનું નસીબ થંભી જશે. માટે આ મંત્રને યાદ રાખો અને હંમેશા રૂપિયાના મહત્વને સમજી લો.

આગળનું વિચારો

આગળનું વિચારો

જે વીતી ગયું, તે વીતી ગયું અને જે આવનારુ છે તેને સારુ બનાવવાનું છે. જ્યારે આપનું લક્ષ્ય ભવિષ્ય બનાવવા પર હોય, તો બકવાસ વાતો પર આપનું ધ્યાન જ નહીં જાય.

વહી ગયેલો સમય પાછો નથી આવતો

વહી ગયેલો સમય પાછો નથી આવતો

કહેવાય છે કે વીતી ગયેલો સમય પાછો નથી આવતો, એટલા માટે સમયની કિંમતને ધ્યાનમાં રાખીને તેના સદઉપયોગનો પ્રયત્ન કરવો જોઇએ.

English summary
According Psychiatric, here is 9 Motivative Points for your Personal and Professional life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X